છેલ્લા અઠવાડીયાથી આંધ્રપ્રદેશ, કર્ણાટક અને ગુજરાતના જિલ્લાઓમાંથી મરચાની આવક વધતા ભાવ ઉતર્યા: હળદર, જી અને ધાણાનો આ વર્ષે મબલખ પાક: લોકો ભેળસેળથી ચેતે
જામનગર શહેરમાં છેલ્લા અઠવાડીયાથી મસાલાની બજાર ધીરે-ધીરે નરમ થઇ રહી છે, કાશ્મીરી મરચુ, તીખુ મરચુ, રેશમ પટ્ટો, લવીંગીયા, હળદર, જી, ધાણી અને મરીના ભાવમાં થોડો ઘટાડો થયો છે, ગયા વર્ષ કરતા આ વર્ષે મસાલાની આવક વધુ છે, વેપારીઓના કહેવા મુજબ હજુ પણ ૫ થી ૧૦ ટકા ભાવ ઘટી શકે છે, આંધ્રપ્રદેશ, કર્ણાટક, ગોંડલ, લાંબા, ભાટીયા સહિતના વિસ્તારોમાંથી પણ વેપારીઓ મરચાની ખરીદી કરે છે, જામનગર શહેરમાં અનેક સ્થળોએ જાહેરમાં મીલમાં મસાલાઓ દળી આપે છે, જેના કારણે ભેળસેળનું પ્રમાણ ઘટયું છે, પરંતુ તૈ્યાર મળતા મસાલાથી ગૃહીણીઓએ ચોકકસપણે ચેતતું રહેવું જોઇએ.
જામનગરના હાપા માર્કેટીંગ યાર્ડ તેમજ ભાણવડ, કાલાવડ, ધ્રોલ, જામજોધપુર યાર્ડમાં પણ મસાલાની આવક વધી રહી છે, સુકા મરચા, હળદર અને જીની આવકમાં તો મબલખ ઉત્પાદન થતાં કયારેક-કયારેક તો આવી આવક રોકવી પડે છે, ગઇકાલે ધાણીનો ભાવ ા.૧૭૨૫ બોલાયો હતો જયારે મરચા ા.૨૨૬૦, જી ા.૨૮૦૦ થી ૪૮૯૦, ધાણા ા.૯૦૦ થી ૧૫૦૦, ધાણી ા.૧૫૦૦ થી ૧૭૨૫ના ભાવ બોલાયા હતાં.