અંબાણીના પુત્રના લગ્ન માટે ખાવડીમાં અદભૂત તૈયારીઓ

  • February 21, 2024 02:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


બિઝનેસમેન મુકેશ અંબાણીના ઘરે જલ્દી જ લની શરણાઈ વાગશે. આ માટેની તૈયારીઓ પણ જોરશોરથી ચાલી રહી છે. મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીના લગ્નનું રાધિકા મર્ચન્ટ સાથે જામનગરમાં આયોજન કરવામાં આવ્યું છે. માહિતી અનુસાર ત્રણ દિવસનો લગ્ન સમારંભ યોજાશે. ૧, ૨ અને ૩ માર્ચે જામનગરમાં આ યુગલ લગ્નજીવનની શરૂઆત કરશે. અંબાણી પરિવાર તેમના પૂર્વજોના આશીર્વાદ સાથે જ તેમના દીકરાના લગ્ન  કરાવવા ઈચ્છે છે એટલા માટે તેઓએ તેમના હોમટાઉનમાં જ લ સમારંભનું આયોજન કયુ છે.

અંબાણી પરિવાર દ્રારા લાડકા પુત્રના લગ્નનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દરેક ફંકશનમાં અલગ અલગ થીમ રાખવામાં આવી છે. આ ઉપરાંત મહેમાનોના સ્વાગતથી લઈને તેના રહેવા–જમવા ઉપરાંત વસ્ત્રો અને વાતાવરણ સહિતની તમામ બાબતોને ખુબજ ઝીણવટ પૂર્વક આવરી લેવામાં આવી છે.


ત્રણ દિવસનો ભવ્ય સમારંભ

રાધિકા અને અનંતની ગયા વર્ષે જાન્યુઆરીમાં સગાઈ થઈ હતી. બંનેના લની વિધિ ૧ માર્ચ ૨૦૨૪થી જામનગરમાં શ થશે અને ખુબજ ઠાઠ સાથે ૧, ૨ અને ૩ માર્ચ દરમિયાન તેનો ભવ્ય લગ્ન સમારભં યોજાશે જામનગર મુકેશ અંબાણીનું બીજુ ઘર છે. આથી પૂર્વજોની યાદી સાથે અંબાણી પરિવાર તેમના ફંકશન અહીં જ યોજવા જઈ રહ્યા છે.

મહેમાનો માટે ચાર્ટર્ડ લાઈટ
ત્રણ દિવસના લગ્ન ફંકશન માટે મહેમાનોને જામનગર પહોચવા માટે લાઈટની વ્યવસ્થા કરાઈ છે. લગ્ન પહેલા, મહેમાનો માટે મુસાફરી, પરિધાનો અને રહેવાના આયોજન માટે કેટલીક વિગતો શેર કરવામાં આવી છે. અંબાણી પરિવાર દ્રારા દિલ્હીથી જામનગરની કમિંગ અને રીટર્ન લાઈટસનું આયોજન કરાયું છે. લાઇટ ૧લી માર્ચના રોજ સવારે ૮:૦૦ થી બપોરે ૧:૦૦ વાગ્યાની વચ્ચે ઉપલબ્ધ રહેશે. દરેક વ્યકિતને સામાન માટે પણ એડવાઈઝરી આપવામાં આવી છે. જેમાં વ્યકિત દીઠ એક હેન્ડ લગેજ અને હોલ્ડ લગેજ અને કપલ દીઠ કુલ ત્રણ બેગ લઇ આવવાની ભલામણ કરાઈ છે. વધુના સામાન અલગથી ચાર્ટર લાઇટસ મારફતે જામનગર પહોચાડવામાં આવશે.


અપેક્ષિત હવામાનની અગાઉથી જાણકારી
અંબાણી પરિવાર દ્રારા મહેમાનોને કોઈ અગવડતા ન પડે તે માટે અલગ અલગ ફંકશન અને તેના સમય મુજબ અપેક્ષિત હવામાન પણ અગાઉથી આપવામાં આવ્યું છે, જેથી જામનગર આવનારા મહેમાનો પોતાના વસ્ત્રો અને પરિધાન પોતાની અનુકૂળતા મુજબ પસંદ કરે.


બ્યુટીશિયનની સુવિધા પણ ખરી
અંબાણી પુત્રના લગ્નમાં મહેમાનો માટે અલગ અલગ થીમ સાથે વિવિધ ફંકશનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં તૈયાર થવા માટે મહેમાનોને હેર સ્ટાઇલીસ્ટ, મેકઅપ આર્ટીસ્ટ, બ્યુટીશીયનની સુવિધા આપવામાં આવશે. તેઓ મહેમાનોને દરેક ફંકશન મુજબ અલગ અલગ લૂક આપશે.

૨૪x ૭ મેડીકલ સુવિધા ઉપલબ્ધ
અનંત અંબાણીના લગ્ન સમાંરભમાં સામેલ થનારા મહેમાનોની અંબાણી પરિવાર દ્રારા પૂરી કાળજી રાખવામાં આવી છે. મહેમાનોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને લ સ્થળ પર તેમજ તેઓના રહેવાના સ્થળે પુરતી મેડીકલ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. મહેમાનોની સ્વાસ્થ્ય સંબંધિત સુવિધાઓ માટે લ કાર્ડમાં જ મેડીકલ ઈમરજન્સી નંબર આપવામાં આવ્યો છે.

થીમ પ્રમાણે મોડેલિંગ કરાવી તેના ફોટા પણ આમંત્રણ પત્રિકામાં આપ્યા
લગ્નસમારંભના અન્ય કાર્યક્રમોની સાથે થીમ બેઝડ આયોજનમાં તે સમયે સમારમ્ભ સ્થળનું તાપમાન કેટલું હશે એવી ઝીણી ઝીણી વિગતો પણ આપવામાં આવી છે. ડ્રેસ કોડ માત્ર સુચન પુરતો જ છે એવી સ્પષ્ટતા પણ છેલ્લે કરવામાં આવી છે.

પહેલા દિવસના એન ઇવનિંગ ઇન એવરલેન્ડ અટાયર ફંકશનમાં એક અલગ જ થીમ રાખવામાં આવી છે, જેમાં મહેમાનો માટે આઉટફીટ થીમ એલીગન્ટ કોકટેલ રખાઈ છે. આ ફંકશનમાં તેઓને ઉપર્યુકત તસ્વીરમાં દર્શાવ્યા મુજબ પરિધાન કરવા જણાવાયું છે. આ ફંકશન શુક્રવાર, ૧લી માર્ચના રોજ યોજાશે. તે દિવસનું અપેક્ષિત હવામાન ૨૨૦ થી ૨૫૦ સેલ્શીયસ રહેશે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News