ગઈકાલે સંવિધાન દિવસની ઉજવણીના ભાગરૂપે જામનગરના પોલીસ હેડક્વાર્ટર ખાતે ડીજીપી ઓફિસ દ્વારા એક વિશેષ પરીસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય સરકારી વકીલ ડી.જી.પી. જમન કે. ભંડેરીએ સંવિધાનના મહત્વ અંગે પ્રવચન આપ્યું હતું. તેમણે સંવિધાનને દેશની આત્મા ગણાવતાં જણાવ્યું હતું કે, સંવિધાન દરેક નાગરિકને સમાનતા અને ન્યાય આપે છે.
આ ઉપરાંત, કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે સિનિયર એડવોકેટ હિતેન ભટ્ટે બંધારણ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. તેમણે સંવિધાનની વિવિધ જોગવાઈઓ અને તેના અમલીકરણ અંગે વિગતવાર માહિતી આપી હતી.
આ કાર્યક્રમમાં એ.ડી.જી.પી., જામનગર બાર એસોસિએશનના હોદ્દેદારો, શહેરના રાજકીય આગેવાનો, જામનગર શહેરના નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલા અને પી.આઈ., પી.એસ.આઈ. હાજર રહ્યા હતા. આ કાર્યક્રમનું આયોજન સંવિધાન પ્રત્યેના નાગરિકોની જવાબદારી અને ફરજોને સમજાવવાના ઉદ્દેશ્યથી કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં હાજર રહેલા તમામ લોકોએ આ કાર્યક્રમને સફળ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરના હાપા બ્રિજ નીચે આવેલ ગોડાઉનમાં શોર્ટ સર્કિટના કારણે આગ
April 25, 2025 01:14 PMભારત ICC ટુર્નામેન્ટમાં પાકિસ્તાન સાથે નહીં જ રમે? આતંકવાદી હુમલા બાદ BCCIએ આઈસીસીને લખ્યો પત્ર
April 25, 2025 12:40 PMજામનગરના રાજવીએ એરપોર્ટની લીધી મુલાકાત
April 25, 2025 12:16 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech