રાજયના ૨૫ આઇપીએસ ઓફિસરની થયેલી બદલીમાં રાજકોટના નવા એસપી તરીકે ૨૦૧૩ની બેચના અધિકારી હિમકર સિંહનું પોસ્ટિંગ થયું છે. તેઓએ આજે રાજકોટ રૂરલના એસપી તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો. એસપી હિમકર સિંહના કહેવા મુજબ મહિલાઓની સુરક્ષા, ક્રાઇમ પ્રિવેન્શન, ડિટેકશન, સાઇબર ક્રાઇમ અને કોર પોલીસીંગ પર વિશેષ ફોકસ સાથે કામગીરી લેવાશે.
રાજકોટના એસપી જયપાલસિંહ રાઠોડનું પ્રમોશન સાથે અમદાવાદ બદલી થઇ હતી. તેમના સ્થાને અમરેલીના એસપી હિમકર સિંહનું પોસ્ટીંગ થયું હતું. આજે તેમણે ચાર્જ સંભાળ્યો હતો. નવ નિયુકત એસપી હિમકર સિંહ ૨૦૧૩ની બેચના ઓફિસર છે. તેમનો પ્રોબેશન પિરિયડ અમદાવાદ રૂરલ હતો ત્યારબાદ પ્રથમ પોસ્ટીંગ કચ્છ એએસપી તરીકે મળ્યું હતું. ત્યારબાદ અમદાવાદ ડીસીપી અને ઝોન–૫ અને નર્મદા એસપી તરીકે રહી ચૂકયા છે. ત્યારબાદ અમરેલી એસપી તરીકે મુકાયા હતાં અને હવે રાજકોટ એસપી તરીકે પોસ્ટીંગ મળ્યું છે. તેઓએ જણાવ્યું હતું કે, મહિલાની સુરક્ષા બાબતે તેમજ જિલ્લામાં કાયદો વ્યવસ્થા જળવાઇ રહે સાથો સાથે જે રીતે સાયબર ક્રાઇમના ગુનાઓ વધી રહ્યા છે તે અટકે અને તે બાબતે લોકો વિશેષ જાગૃત બને તેવી કાર્યવાહી કરાશે. ક્રાઇમ કન્ટ્રોલ કરવાના પ્રાધન્ય સાથે ગુના બને તો ડીટેકશન ઝડપી થાય સાથે કોર પોલીસીંગ પર વિશેષ ફોકસ રહેશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપરોઢીયે ઝાકળ વચ્ચે જામનગરમાં તાપમાન ૩૩.૫
February 24, 2025 05:41 PMજામનગર ડિસ્ટ્રિક્ટ બેંક ડિરેક્ટર દ્વારા અકસ્માતે મૃત્યુ પામેલા સભાસદના પરિવારને રૂ. ૫ લાખનો ચેક
February 24, 2025 05:28 PMજામનગરમાં આર.આર.આર સેન્ટરમાં અત્યાર સુધીમાં ૪૧૬ નાગરિકો અલગ અલગ ચીજવસ્તુઓ મૂકી ગયા
February 24, 2025 05:16 PMઆવા અનોખા લગ્ન વિશે ક્યારેય ન તો ક્યાંય સાંભળ્યું હશે કે ન તો જોયું હશે!
February 24, 2025 05:00 PMસિનેમા હોલમાં અનલિમિટેડ પોપકોર્નની ઓફર, લોકોએ ડ્રમ અને તપેલા લઈ લગાવી લાંબી લાઇન!
February 24, 2025 04:54 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech