પ્રધુમન પાર્ક ઝૂ ખાતેના પ્રાણી–પક્ષીઓને શિયાળાની ઋતુમાં ઠંડીથી રક્ષણ આપવા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. છેલ્લા બે દિવસથી ઠંડીનું પ્રમાણ વધતા ઝૂ ખાતેના તમામ પ્રાણી–પક્ષીઓ માટે તેઓની પ્રકૃતી અનુંસાર ઠંડીથી રક્ષણ આપવા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.
સિંહ, વાઘ, દિપડા, રીંછ વિગેરે મોટા પ્રાણીઓને ઠંડીથી રક્ષણ આપવા માટે રાત્રી દરમિયાન નાઇટ શેલ્ટરના તમામ બારી દરવાજે કંતાન, લાકડાની પ્લાય તથા પુંઠાનો ઉપયોગ કરી બધં કરવામાં આવે છે. જેથી ઠંડા પવનને પ્રવેશતો અટકાવી શકાય.
ચિત્તલ, સાબર, કાળીયાર, હોગ ડીયર વિગેરે તૃણાહારી પ્રાણીઓના પાંજરામાં સૂકા ઘાસની પથારી કરવામાં આવે છે. જેથી રાત્રી દરમિયાન પ્રાણીઓ સૂકા ઘાસ ઉપર બેસી હત્પફ મેળવી ઠંડી જમીનથી રક્ષણ મેળવે છે. સરિસૃપ કુળના પ્રાણીઓ જેવા કે તમામ પ્રકારના સાપના નાઇટ શેલ્ટરમાં ધાબળાના ટુંકડા તથા ખાસ પ્રકારના કાણાંવાળા માટલાની અંદર ઇલેટ્રીક લેમ્પ ગોઠવવામાં આવેલ છે. જેથી માટલું ગરમ થાય છે અને સાપ પોતાના શરીરનું તાપમાન સમતુલીત કરવા માટે માટલાની બહારના ભાગે વિંટાઇ જાય છે.
યારે માર્શ મગર અને ઘરીયાલ જેવા મોટા પ્રાણીઓ માટે વિશાળ ઉંડા પાણીના પોન્ડ હોય રાત્રી દરમિયાન ઠંડીમાં શરીરનું તાપમાન સમતુલીત કરવા પાણીના તળીયે બેસી રહે છે.
તમામ પ્રકારના વાંદરાઓ માટે નાઇટ શેલ્ટરનાં બારી–દરવાજાને કંતાન તથા પુંઠાથી બધં કરવામાં આવેલ છે અને મની અંદર બેસવા માટે લાકડાના પટીયા ગોઠવવામાં આવેલ છે.
નાના પ્રાણીઓ માટે નાઇટ શેલ્ટરમાં ખાસ પ્રકારની ગુફા બનાવવામાં આવેલ છે અને બારી–દરવાજાને કંતાન તથા પુંઠાથી બધં કરવામાં આવેલ છે.
જુદી જુદી પ્રજાતીઓના પક્ષીઓને ઠંડીથી રક્ષણ આપવા માટે પાંજરાના ફરતે ગ્રીન નેટ તથા ઉપરના ભાગે સૂકુ ઘાસ પાંથરવામાં આવેલ છે. આ ઉપરાંત પક્ષીઓના પાંજરામાં રાત્રી દરમિયાન બેસવા માટે ખાસ પ્રકારના આર્ટીસ્ટીક ઘર, લાકડાના બોક્ષ તથા માટલા ગોઠવવામાં આવેલ છે. જેની અંદર લાકડાનો છોલ્લ તથા સૂકુ જીણું ઘાસ પાથરવામાં આવે છે. જેનો પક્ષીઓ બ્રીડીંગમાં પણ ઉપયોગ કરે છે.
આ ઉપરાંત શિયાળાની ઋતુ દરમિયાન સિંહ, વાઘ, દિપડા તેમજ તમામ પ્રજાતીનાં નાના–મોટા માંસાહારી પ્રાણીઓમાં ખોરક વધી જતા હાલ ખોરાકમાં ૧૦ થી ૧૫ ટકા જેટલો વધારો કરવમાં આવેલ છે. યારે તૃણાહારી પ્રાણીઓમાં પણ ખોરાકમાં વધારો થતા લિલોચારો ઉપરાંત સૂકુ ઘાસ આપવામાં આવે છે. ઉપરાંત મગર, ઘરીયલ, સાપ વિગેરે સરિસૃપ પ્રજાતીના પ્રાણીઓમાં શિયાળાની ઋતુ દરમિયાન ખોરાકમાં ઘટાડો નોંધાયેલ છે
પ્રધુમન પાર્ક ઝૂમાંથી સફેદ વાઘ યુગલ જુનાગઢ સકકરબાગને આપી ત્યાંથી સિંહ યુગલ લાવ્યા
સેન્ટ્રલ ઝૂ ઓથોરીટી ઓફ ઇન્ડીયા, ન્યુ દિલ્હી તથા ગુજરાત સરકાર દ્રારા રાજકોટ પ્રાણીઉધાન તથા સકકરબાગ પ્રાણીસંગ્રહાલય, જુનાગઢને વન્યપ્રાણી વિનિમય કરવા મંજુરી અપાતા રાજકોટ પ્રાણીઉધાન દ્રારા સક્કરબાગ ઝૂ, જુનાગઢને સફેદ વાઘ જોડી–૧ (નર તથા માદા) આ૫વામાં આવેલ જયારે સક્કરબાગ ઝૂ, જુનાગઢ દ્રારા રાજકોટ ઝૂને એશિયાઇ સિંહ જોડી–૧ (નર તથા માદા) આ૫વામાં આવેલ છે. રાજકોટ ઝૂ ખાતે એશિયાઇ સિંહમાં બ્લડ લાઇન ચેન્જ કરવા હેતુ સિંહની જોડી મેળવી વન્યપ્રાણી વિનિમય કરવામાં આવેલ છે. આ વિનિમયના અંતે હાલ રાજકોટ ઝૂ ખાતે સફેદ વાઘની કુલ સંખ્યા ૮(નર–૩, માદા–૫) તથા સિંહની કુલ સંખ્યા ૧૪ (નર–૪, માદા–૧૦) છે તેમ પ્રધુમન પાર્ક ઝૂના સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.આર.કે.હિરપરાએ જણાવ્યું હતું
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMપૂર્વ CM વસુંધરા રાજેના કાફલાનો પાલીમાં અકસ્માત, પોલીસનું વાહન પલટતા પાંચ પોલીસકર્મી ઘાયલ
December 22, 2024 07:46 PMPM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન, 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર'થી સન્માનિત
December 22, 2024 07:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech