નડિયાદ ખાતે સેરેબ્રલ પાલસી ખેલાડીઓ માટેના સ્પેશ્યલ ખેલ મહાકુંભનું આયોજન થતાં રાજ્યકક્ષાની આ હરીફાઈમાં વિશાળ સંખ્યામાં સ્પર્ધકોએ ભાગ લીધો હતો.
સેરેબ્રલ પાલસી સ્પોર્ટ્સ ફેડરેશન ઓફ ગુજરાત દ્વારા ભારત દેશમાં સૌ પ્રથમ વખત "ઓટીઝમ" ખેલાડીઓ માટે રાજ્યકક્ષાના સ્પેશ્યલ ખેલ મહાકુંભ ૩.૦ નું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ નડીયાદ ખાતે આયોજન કરવામાં આવ્યુ હતુ. આ સ્પર્ધામાં સમગ્ર ગુજરાત રાજ્યના ઓટીઝમ ખેલાડીઓએ ઉત્સાહ અને ઉમંગથી એથ્લેટિક્સની સ્પર્ધાઓ જેમ કે ૧૦૦ મીટર દોડ,ગોળા ફેંક,ભાલા ફેંક,ચકરફેંક,લાંબીકુદ,કલબ થ્રો,બોશીયા,૨૦૦ મીટર સાયકલીંગ,સ્કેટિંગ જેવી સ્પર્ધાઓ ત્રણ વય જુથ ૦ થી ૧૬ વર્ષ,૧૭ થી ૩૫ વર્ષ અને ૩૫ વર્ષથી ઉપરની ઉંમરના ખેલાડીઓ માટે યોજવામાં આવી હતી.
આ સ્પર્ધાઓના ચીફ રેફરી તરીકે ઓટીઝમ ખેલાડીઓ માટેના નિષ્ણાંત કોચ સિદ્ધાર્થસિંહ રાજપુત અને તેમના દ્વારા સ્પર્ધાઓનું વ્યવસ્થિત જજમેન્ટ કરવામાં આવ્યુ હતુ.
સમગ્ર ભારત દેશમાં સૌ પ્રથમ વખત આયોજીત આ સ્પર્ધાને સફળ બનાવવા માટે આયોજક સંસ્થા શ્રી સેરેબ્રલ પાલસી સ્પોર્ટ્સ ફેડરેશન ઓફ ગુજરાતના પ્રમુખ પારસભાઇ શાહ (ભાવનગર) જનરલ સેક્રેટરી કમલેશભાઇ ડી.ખોખરી ( પોરબંદર) ઉપપ્રમુખ ભરતભાઇ ઠક્કર ( અમદાવાદ) અને જોઇન્ટ સેક્રેટરી દિલીપભાઈ ત્રિવેદી તેમજ જીલ્લા રમત વિકાસ અધિકાર મનસુખભાઇ તવેથીયા (નડીયાદ) જીલ્લા રમત-ગમત અધિકારી અમિતભાઇ ચૌધરી સહિત ચીફ રેફરી ઓફીશયલ વોલેટિયરઅને ખેલાડીઓના પેરન્ટના સહયોગથી ખુબ જ ઉત્સાહજનક વાતાવરણમાં આ સ્પર્ધાનું સફળતાપુર્વક આયોજન કરવામાં આવ્યુ હતુ.આ સ્પર્ધાની સફળતા આપવા માટે સહયોગ આપનાર સર્વે નો ફેડરેશનના સેક્રેટરી કમલેશભાઇ ખોખરીએ આભાર વ્યક્ત કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ: છેલ્લા છ મહિનાથી પ્રોહીબીશનના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો
May 14, 2025 07:35 PMરાજકોટ: કુવાડવાના રાયોટિંગ અને મારામારીના ત્રણ ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો
May 14, 2025 07:06 PMજામનગરમાં ભાજપ દ્વારા ભારતીય સેનાના પરાક્રમના સન્માનમાં તીરંગા યાત્રા યોજાઈ
May 14, 2025 06:58 PMગુજરાત સરકારે નબળા વર્ગો માટે લીધો મોટો નિર્ણય, આવક મર્યાદા વધારી આટલા લાખ રૂપિયા કરી
May 14, 2025 06:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech