રોજીંદા જીવનમાં આપણે સવાર સવારમાં કોઈને મળીએ છીએ ત્યારે ગુડ મોર્નિંગ કહીએ છીએ. તેમજ શાળાઓમાં પણ શિક્ષકગણ તેમજ વિદ્યાર્થીઓ એક બીજાને ગૂડ મોર્નિંગ વિશ કરતા હોય છે. ત્યારે હરિયાણામાં આ સ્વતંત્રતા દિવસથી હવે તમામ શાળાઓમાં હવે 'ગુડ મોર્નિંગ'ની જગ્યાએ 'જય હિંદ'નો ઉપયોગ કરવામાં આવશે. આ માહિતી સરકારી આદેશમાં આપવામાં આવી છે. હરિયાણા સરકારના શાળા શિક્ષણ નિયામક દ્વારા જારી કરાયેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે શરૂ કરવામાં આવેલા આ પગલાનો હેતુ વિદ્યાર્થીઓમાં દેશભક્તિ અને રાષ્ટ્રીય ગૌરવની ઊંડી ભાવના જગાડવાનો છે.
સુભાષ ચંદ્ર બોઝે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન 'જય હિંદ' સૂત્ર આપ્યું હતું અને આઝાદી પછી સશસ્ત્ર દળો દ્વારા સલામી તરીકે અપનાવવામાં આવ્યું હતું. શાળા શિક્ષણ નિયામકની કચેરીએ આ પરિપત્ર તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓ, જિલ્લા બ્લોક શિક્ષણ અધિકારીઓ, બ્લોક પ્રાથમિક શિક્ષણાધિકારીઓ, આચાર્યો અને મુખ્ય શિક્ષકોને મોકલી આપ્યો છે.
આદેશમાં કહેવામાં આવ્યું છે કે 'ગુડ મોર્નિંગ'ની જગ્યાએ હવે 'જય હિંદ'નો ઉપયોગ કરવામાં આવશે. જેથી વિદ્યાર્થીઓ દરરોજ 'રાષ્ટ્રીય એકતાની ભાવનાથી પ્રેરિત' થઈ શકે અને દેશના 'સમૃદ્ધ ઈતિહાસનું સન્માન' કરી શકે. તેમાં કહેવામાં આવ્યું છે કે દેશભક્તિનું અભિવાદન 'જય હિંદ' વિદ્યાર્થીઓને દેશની આઝાદી માટે આપેલા બલિદાનની કદર કરવા પ્રોત્સાહિત કરશે. 'જય હિન્દ' પ્રાદેશિક, ભાષાકીય અને સાંસ્કૃતિક તફાવતોને પાર કરે છે અને વિવિધ પૃષ્ઠભૂમિના વિદ્યાર્થીઓ વચ્ચે એકતાને પ્રોત્સાહન આપે છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech