સ્પામાં દરોડા, પેપર લીક થઈ ગયું ?

  • July 29, 2024 03:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ શહેરમાં બીલાડીના ટોપની માફક સ્પાના ધંધાઓ ફત્પટી નીકળ્યા છે. શહેરના મુખ્ય માર્ગેા કે વિસ્તારો બાકાત નહીં હોય કે ત્યાં મસાજના રૂપકડા નામ હેઠળ સ્પા કે આવું કઈં બધં બારણે ચાલતું હોય સમયાંતરે પોલીસ દ્રારા હાથ ધરાતા ચેકીંગ મુજબ ગઈકાલે પણ રાજકોટમાં અચાનક પોલીસની ટીમોએ સ્પાના ધંધાઓ પર સાગમટે દરોડા, ચેકીંગ કર્યું હતું. જો કે, કાં તો અગાઉથી પેપર લીક (કોઈએ જાણ કરી દીધી હોય) અથવા તો બધુ લીગલ ચાલતું હોય તેમ એકપણ સ્પામાં પોલીસને કયાંય દેહવિક્રય કે આવા ખોટા ધંધા મળ્યા ન હતા.
પોલીસની તપાસ દરમ્યાન અથવા તો કાર્યવાહીની નોંધ મુજબ સાત સ્પામાં કામ કરતી થેરાપીસ્ટ ગર્લ સ્ટાફની નિયમ મુજબ નોંધણી નહીં કરાવ્યાની ગેરરીતિ મળતા જાહેરનામા ભગં હેઠળ ગુના નોંધાયા હતા.
શહેરમાં ચાલતા સ્પામાં એસઓજીની ટીમ તથા શહેરની પોલીસ મથકોની ટીમો દ્રારા એકસાથે ગઈકાલે ચેકીંગ હાથ ધરાયું હતું. સ્પામાં કઈં ગેરરીતી ચાલે છે કે કેમ તે ચેક કરવા માટે ટીમો એક જ સમયે ઉતરી પડી હતી.
ચેકિંગ દરમિયાન એકપણ સ્થળે પોલીસને કયાંય સ્પા મસાજના નામે બધં બારણે શારીરિક સબંધોના સોદા થતાં હોય કે સ્પાની આડમાં થેરાપીસ્ટના નામે લલનાઓ રાખીને દેહનો વેપાર કરાવાતો હોય એવું કઈં મળ્યુ નહતું. ચેકિંગમાં પ્રમુખસ્વામી આર્કેડ એ વીંગમાં ચોથા માળે ઓફિસ નં.૪૦૧માં ટ વેલનેશ સ્પામાં સંચાલક રમેશ વિહાભાઈ ચોહલા (ઉ.વ.૩૬, રહે. રૈયાધાર સ્લમ કવાર્ટર પાછળ), પંચાયત ચોકમાં એનવાયએકસ વેલનેસ ફેમિલી સ્પાના કૌશિક રમણીકભાઈ વાઘેલા (રહે. શાક્રીનગર, રામાપીર ચોકડી), ૧૫૦ ફત્પટ રીંગ રોડ બીગ બજારમાં સેવન–ડે સ્પાના ગંગારામ રાજુભાઈ ઠાકુર (ઉ.વ.૨૨, રહે. નિલકઠં એપા. પૂજારા પ્લોટ મેઈન રોડ), સાધુવાસવાણી રોડ પરના અનમોલ કોમ્પ્લેકસમાં ઓરી વેલનેસ સ્પાના યશ મહેશભાઈ ધ્રાંગધરીયા (ઉ.વ.૨૬, રહે. નારાયણનગર–૧૩, ગોંડલ રોડ, પીડી માલવીયા ફાટક પાસે) પર જાહેરનામા ભંગના ગુના નોંધ્યા હતા.
આ ઉપરાંત રૈયા રોડ સદગુરુ તિર્થધામ કોમ્પ્લેકસમાં ધ વેલકમ વેલનેસ સ્પાના મેનેજર દિવાનપરામાં ગુજરી બજાર મેઈન રોડ પર રહેતા વિશાલ નરેન્દ્રભાઈ મહેતા (ઉ.વ.૨૬) તથા એરપોર્ટ રોડ પર સિંચાઈ નગર–૩માં રહેતા આદિત્ય જગદીશભાઈ કારેલીયાના જલારામ–૨ યુનિવર્સિટી રોડ પર શિવધારા કોમ્પ્લેકસમાં આવેલ ગંગા સ્પામાં થેરાપીસ્ટ ગર્લની પોલીસ મથકમાં નોંધ ન કરાવ્યાના જાહેરનામા ભંગના ગુના નોંધી તમામની સામે અટકાયતની કાર્યવાહી કરાઈ હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application