‘ધ કેરલા સ્ટોરી’ ની આસિફા હવે નિતેશ તિવારીની ફિલ્મ માં કામ કરશે
નિતેશ તિવારીની રામાયણ આ સમયની સૌથી મોટી ફિલ્મ માનવામાં આવે છે. રણબીરને રામના રૂપમાં જોવા ચાહકો આતુર છે. રણબીર પણ આ ફિલ્મ માટે ખુબ મહેનત કરી રહ્યો છે. હવે આ ફિલ્મને લઈને વધુ એક માહિતી સામે આવી છે. 'ધ કેરલા સ્ટોરી'માં જોવા મળેલી અભિનેત્રી સોનિયા બાલાની પણ આ ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મ માં પાત્રોની પસંદગી ની પ્રક્રિયા ખુબ લાંબા દૌર બાદ પૂર્ણ થઈ છે,
રામાયણનું શૂટિંગ એપ્રિલમાં જ શરૂ થઈ ગયું હતું. ત્યારપછી આ ફિલ્મમાં કામ કરી રહેલા ઘણા કલાકારોના નામ સામે આવ્યા છે.
એક મીડિયા રિપોર્ટ અનુસાર, સોનિયા બાલાની નિતેશ તિવારીની રામાયણમાં ઉર્મિલાનો રોલ પ્લે કરશે. ધ કેરલા સ્ટોરીમાં તેની એક્ટિંગને કારણે તેને ખૂબ પસંદ કરવામાં આવી હતી.
હવે જો તેને રામાયણમાં રોલ મળશે તો તેના ફેન્સ ચોક્કસપણે ખુશ થશે. આ સાથે સોનિયા ટીવી એક્ટર રવિ દુબે સાથે એક પ્રોજેક્ટ પર પણ કામ કરી રહી છે.બોલિવૂડ એક્ટર રણબીર કપૂર રામાયણમાં રામના રોલમાં જોવા મળશે જ્યારે સાઉથ એક્ટ્રેસ પલ્લવી સીતાના રોલમાં જોવા મળશે. આ ફિલ્મમાં સુપરસ્ટાર યશ પણ જોવા મળશે. સુપરસ્ટાર યશ રામાયણમાં રાવણનું પાત્ર ભજવશે. રિપોર્ટ્સનું માનીએ તો પલ્લવીએ આ ફિલ્મ માટે 6 કરોડ રૂપિયા ચાર્જ કર્યા છે.
સોનિયાએ ધ કેરલા સ્ટોરીમાં આસિફાનું પાત્ર ભજવ્યું છે. સોનિયા ઉત્તર પ્રદેશના આગ્રાની રહેવાસી છે. તે અહીં ઝુલેલાલ ભવનમાં તેના પિતા રમેશ બાલાની અને તેના પરિવાર સાથે મીડિયા સાથે વાત કરી રહી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેનેડામાં 5 લાખ ડોલરની ખંડણી ન ચૂકવવા બદલ શીખ ઉદ્યોગપતિની ગોળી મારીને હત્યા
May 16, 2025 03:03 PMમોદી સરકાર સેનાને બૂસ્ટર ડોઝ આપવાની તૈયારીમાં, રક્ષા બજેટ માટે ખજાનો ખોલશે
May 16, 2025 03:02 PMતળાજાના ખારડી ગામે જાહેરમાં જુગાર રમતા છ શખ્સો ઝડપાયા
May 16, 2025 02:53 PMમાવઠાની આગાહી વચ્ચે શહેરમાં દરરોજ તાપમાનનો પારો વધતો જાય છે
May 16, 2025 02:51 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech