35 વર્ષ જૂના લાલ ઘરચોળામાં ગુજરાતણ લાગી સોનમ કપૂર

  • February 07, 2024 11:55 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બોલિવૂડ એક્ટ્રેસ સોનમ કપૂર હાલમાં ફિલ્મોથી દૂર છે. વર્ષ 2019માં એક્ટ્રેસે છેલ્લે ફિલ્મી પડદા પર નજરે પડી હતી. લગ્ન અને બાળક થયા પછી હાલમાં સોનમ ફિલ્મોથી દૂર છે. એક્ટ્રેસ લંડનમાં પરિવાર સાથે સમય પસાર કરે છે. સોનમ ભારત પણ આવતી-જતી રહેતી હોય છે.

હાલમાં તે એક લગ્ન સમારોહમાં નજરે પડી હતી. સોનમે લાલ સાડીમાં લોકોનો દિલ જીતી લીધું. હંમેશા એની ફેશનથી લોકોનું દિલ જીતનાર સોનમ કપૂરના લોકો વખાણ કરી રહ્યા છે. લગ્નમાં સોનમની એન્ટ્રી કંઇક ખાસ જોવા મળી.

સોનમ સોશિયલ મિડીયામાં એક્ટિવ રહે છે. પોતાની લાઇફને લઇને સતત નવી નવી અપડેટ ફેન્સને આપતી હોય છે. આ લુકની તસવીરો સોનમે પોતાના ઇન્સ્ટા એકાઉન્ટમાં પોસ્ટ કરીને સાડી સાથેની કેટલીક જાણકારી આપી છે. આ સાડી વિશે વાત કરતા સોનમ કપૂર એની તસવીરોના કેપ્શનમાં લખ્યુ છે કે મારી માતાનું 35 વર્ષ જૂનું ઘરચોળું પહેર્યુ..મને આ સાડી અને બ્લાઉઝ આપવા માટે માતાનો ધન્યવાદ, તમારું કબાટ જોઇને મને સારુ લાગ્યુ, શું તમે જાણો છો આ ઘરચોળું શું છે અને આના મહત્વ વિશે?

સોનમ કપૂરે પોતે જણાવ્યુ કે એની આ સાડી 35 વર્ષ જૂની છે, જે એને માતા પાસેથી લીધી છે. આ સાડીને ઘરચોળુ કહેવામાં આવે છે. આ ગુજરાતની ટ્રેડિશનલ સાડી છે જેને લોકો લગ્ન જેવા ફંક્શનમાં પહેરે છે. આ સાડી એક સ્ટેટમેન્ટ પીસ છે જે નવી નવેલી દુલ્હન રાખવાનું પસંદ કરે છે. ગુજરાતી ટ્રેડિશનમાં આ સાડીનું ખાસ મહત્વ રહેલું છે


સોનમની સાડીની ખાસિયત જણાવીએ તો ઘરચોળા સાડીને દુલ્હનને એની સાસુ દ્રારા આપવામાં આવે છે. આ પરિવારને સ્વીકાર કરવામાં અને સ્વાગત કરવાનો સંકેત છે. મોટાભાગની ગુજરાતી દુલ્હનીયા પોતાના લગ્નમાં ઘરચોળું પહેરતી હોય છે. આ સિવાય પણ વિશેષ અવસર પર પહેરવામાં આવે છે




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application