સરધાર પાસેના સર ગામની સીમમાં રામોદ ગામના યુવાનની શનિવારે છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી. જે હત્યા પ્રકરણમાં પોલીસે મૃતક યુવાનની બહેનના પૂર્વ સાસુ અને બે સગીરને ઝડપી લીધા છે. આરોપીના મહિલાના એકના એક પુત્રએ તેની છુટાછેડા થઇ જતા આપઘાત કર્યેા હોય જે બાબતનો ખાર રાખી તેણે પુત્રવધુના ભાઈને પતાવી દીધો હતો. આ માટે તેણે શાતીર આરોપી માફક અગાઉ બે વખત રેકી પણ કરી હતી અને બાદમાં તક મળતા હત્યાના બનાવને અંજામ આપ્યો હતો. પોલીસે મહિલાને આજરોજ રિમાન્ડની માંગણી સાથે કોર્ટ સમક્ષ રજૂ કરવા તજવીજ હાથ ધરી છે.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, કોટડા સાંગાણીના રામોદ ગામે રહેતા અને સરધારમાં આધારકાર્ડ તથા આયુષ્માન કાર્ડ સેવા કેન્દ્ર ચલાવતા ત્રણ બહેનના એકના એક ભાઈ ગિરીશ દિલીપભાઈ રાઠોડ (ઉ.વ ૩૨) નામના યુવાનની સરધારના સર ગામની સીમમાં શનિવારે ક્રુરતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી. જે અંગે આજીડેમ પોલીસ મથકના પીઆઇ એ.બી.જાડેજા, પીએસઆઇ જે.જી. રાણા,એએસઆઇ હાનભાઇ ચાનીયા અને રાઇટર મેભા સહિતના સ્ટાફ તથા એલસીબી ઝોન વનની ટીમ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમે મળી હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો હતો. મૃતક યુવાનની બહેનની પૂર્વ સાસુ સોનલ નરેશભાઈ સોહલીયા (ઉ.વ ૫૦ રહે. મોવિયા) એ સગીર વયના એક છોકરા અને છોકરીની મદદથી આ હત્યા કરાવી હતી જેથી પોલીસે ત્રણેયને ઝડપી લીધા હતા.
પોલીસ તપાસમાં એવી હકીકત સામે આવી હતી કે, સોનલના પુત્ર અજયના લ ગિરીશની બહેન જયશ્રી સાથે થયા હતા. પણ જયશ્રી અને અજયના છૂટાછેડા થઈ જતા આજથી ત્રણેક મહિના પહેલા સોનલના એકના એક પુત્ર અજયે આપઘાત કરી લીધો હતો ત્યારથી સોનલના મગજમાં એ વાત રહી ગઈ હતી કે, મારા દીકરાના મોત માટે જયશ્રી જવાબદાર છે આ પછી તે સોશિયલ મીડિયામાં વિડીયો મૂકી વેવાઈ પક્ષને ધમકી પણ આપતી હતી કે, મારો એકનો એક દીકરો ગયો અમે તમારા એકના એક પુત્રને પતાવી દઇશું.હત્યાના આ બનાવ અંગે આજીડેમ પોલીસે મૃતકના પિતા દિલીપભાઈ કામાભાઈ રાઠોડ (ઉ.વ ૬૦ રહે. રામોદ)ની ફરિયાદ પરથી ગુનો નોંધ્યો હતો.
પોલીસની તપાસમાં એવી હકીકત પણ સામે આવી હતી કે, સોનલે પંકાયેલા ગુનેગાર માફક કાવત રચી ગિરીશની હત્યા કરી હતી તેણે બે સગીરને આ માટે મદદમાં લીધા હતા અને ગિરીશ પર વોચ રખાવી તેનો પીછો કરાવ્યો હતો અને પોતે બુકાની બાંધી ટુ વ્હીલર પર પાછળ પાછળ જઈ સર ગામની સીમમાં આવતા જ ગિરીશ અને આંતરી પછાડી દીધો હતો. આ સમયે ગીરીશે કહ્યું હતું કે જો તમારા પુત્રે મારી બહેનના લીધે આપઘાત કર્યેા હોય તો હત્પં માફી માંગું છું.પરંતુ તેમ છતાં સોનલ માની ન હતી કહ્યું હતું કે, મેં મારો દીકરો ગુમાવ્યો એટલે હવે તારો પરિવાર પણ તને ગુમાવશે તેવું કહી આડેધડ છરીના નવ જેટલા ઘા ઝીંકી ગિરીશને મોતને ઘાટ ઉતારી દીધો હતો. સોનલે આ પૂર્વે પણ બે વખત રેકી કરાવી હતી પણ મૃતક ગીરીશની પત્ની પુત્ર ભેગા હોય બંનાવને અંજામ આપી શકી ન હતી. પોલીસે હાલ ત્રણેય આરોપીઓને ઝડપી લીધા છે અને આરોપી સોનલને રિમાન્ડની માંગણી સાથે આજરોજ બોપરબાદ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆજીડેમ પાસે ડમ્પરની ટક્કરે રિક્ષામાં સવાર મહિલાનું કરૂણ મોત, ડમ્પર ચાલક ફરાર
May 15, 2025 11:43 PMતુર્કી પર મોટું એક્શન, ભારત સરકારે સેલેબી એરપોર્ટનું લાઇસન્સ કર્યું રદ
May 15, 2025 07:14 PMટ્રમ્પના કારણે સીરિયામાં જશ્નનો માહોલ, અમેરિકી રાષ્ટ્રપતિએ એવું શું કર્યું?
May 15, 2025 07:07 PMજામનગરના એચજે લાલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
May 15, 2025 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech