સલમાન ખાનની સલાહથી બદલાઇ ગઇ જિંદગી
37 વર્ષની સોનાક્ષી સિન્હા આ દિવસોમાં લગ્નને લઇને સતત ચર્ચામાં રહે છે. મળતી માહિતી અનુસાર એક્ટ્રેસ 23 જૂનના રોજ એક્ટર ઝહીર ઇકબાલ સાથે નજીકના વ્યક્તિઓની હાજરીમાં કોર્ટ મેરેજ કરશે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સોનાક્ષીને 14 વર્ષ થઇ ગયા છે,જાણીને નવાઇ લાગશે કે સોનાક્ષીને ક્યારેય એક્ટ્રેસ બનવું નહોતું.
બોલિવૂડ એક્ટર શત્રુધ્ન સિન્હા અને પૂનમ સિન્હાની લાડલી સોનાક્ષી સિન્હાનું હાલમાં ફિલ્મી કરિયર ટોપ પર નથી, જે પહેલાં હતુ. દબંગથી શરૂઆત કર્યા પછી એક્ટ્રેસે રાઉડી રાઠોડ, સન ઓફ સરદાર, આર..રાજકુમાર, કલંક, લૂટેરા, વંસ અપોન એ ટાઇમ ઇન મુંબઇ, મિશન મંગલ અને દબંગ ફ્રેન્ચાઇઝમાં કામ કર્યુ હતુ. 14 વર્ષમાં સોનાક્ષીએ અનેક હિટ ફિલ્મો આપી છે તો અનેક ફ્લોપ પણ રહી છે. વેબ સિરીઝ ‘દહાડ’માં એની એક્ટિંગ લોકોને ખૂબ પસંદ પડી હતી. આમ, હીરામંડી પણ સફળ સાબિત થઇ હતી.
બે જૂન 1987માં પટનામાં જન્મેલી સોનાક્ષીએ વર્ષ 2005માં આવેલી ફિલ્મ મેરા દિલ લેકે દેખોથી લઇને કોસ્ચ્યુમ ડિઝાઈનરથી કરિયરની શરૂઆત કરી હતી. આમ, અરબાઝ ખાનના એક ટોક શોમાં જણાવ્યું હતુ કે એ ક્યારેય ફિલ્મોમાં એન્ટ્રી કરવા માંગતી ન હતી, પરંતુ બોલિવૂડના સલમાન ખાનના કહેવા પર એક્ટ્રેસ બની હતી. આ પાછળનું કારણ હેવી વજન હતુ. સોનાક્ષીને લાગતુ હતુ કે ભારેખમ છોકરીઓ ક્યારેય એક્ટ્રેસ બની શકતી નથી.
સોનાક્ષી પહેલાં બહુ મોટી હતી, એટલે કે વજન વધારે હતુ. જ્યારે એ 18 વર્ષની હતી ત્યારે એનું વજન 95 કિલો હતુ. એક્ટ્રેસનું કહેવું હતુ કે એ ખૂબ અનહેલ્ધી હતી અને બિલકુલ પણ ફિટ હતી નહીં, પરંતુ સલમાન ખાન સાથે એક મુલાકાત પછી એના વિચારો બદલાઇ ગયા. પહેલી જ મુલાકાતમાં સલમાને સોનાક્ષીની અંદર એક વિશ્વાસ જગાયો અને એક્ટ્રેસ બની ગઇ.
સોનાક્ષીએ જણાવ્યું હતુ કે ફિલ્મોમાં આવતા પહેલાં એ ફેશન ડિઝાઇનિંગનું ભણતી હતી. આ દરમિયાન સલમાન ખાને આ બધુ છોડીને અભિનેત્રી બનવાની સલાહ આપી હતી.
આમ, આ સમયે સલમાને કહ્યું હતુ કે બસ થોડુ વજન ઉતારી દેશો તો એક્ટ્રેસ બની જશો. સોનાક્ષીએ જણાવ્યું હતુ કે સલમાન ભાઇ મારી પાસે આવ્યા અને મને વજન ઓછુ કરવાની સલાહ આપી, કારણકે સલમાન ખાન એમની ફિલ્મમાં મને લેવા માટે ખૂબ એક્સાઇટેડ હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech