મુંબઈમાં અનુરાધાર વરસાદના લીધે રાજકોટની ફ્લાઈટ પ્રભાવિત થઈ હતી. તો બીજી તરફ ફરી એક વખત સાંસદ મોડા પડતા દિલ્હીની ફ્લાઈટ પણ નિધર્રિીત સમય કરતા કલાક મોડી પડી હતી. રાજકોટ હીરાસર એરપોર્ટ પર છેલ્લા ઘણા સમયથી ફલાઇટ અનિયમિત થવાનો સિલસિલો વધી ગયો હોય તેમ સપ્તાહમાં બે થી ત્રણ દિવસ ફલાઈટ મોડી થતાં પેસેન્જરો ને પીસાવાનો વારો આવે છે.
કરોડો રૂપિયાનું આંધણ કરીને હીરાસર નજીક રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ તો બની ગયું પરંતુ પેસેન્જરની સુવિધામાં લેશમાત્ર પણ ફરક પડ્યો નથી. નવી ફ્લાઈટ કનેક્ટિવિટી મળવાના બદલે નિયમિત ધોરણથી બે ફ્લાઈટ ઉડાન ભરી રહી છે તેમાં પણ વિલંબ થતા પેસેન્જરને ફ્લાઇટ કેન્સલ કરવી પડે છે અથવા તો ઇન્ટરનેશનલ કનેક્ટિવિટી ખોરવાઈ જવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે.
વરસાદની મોસમ શરૂ થતા ની સાથે જ ખાસ કરીને વિમાન સેવા વધારે પ્રભાવિત થઈ રહી છે જેમાં ગઈકાલે મુંબઈમાં ધોધમાર વરસાદના પગલે રાજકોટ થી મુંબઈ માટે ઉડાન ભરતી બે ફ્લાઈટ કેન્સલ કરવામાં આવી હતી. જ્યારે એક ફ્લાઈટ તેના નિર્ધિરિત સમયે કરતા મોડી ઉડી હતી. હવામાનના કારણે ફલાઈટ અનિયમિત થાય તે મુસાફરો સમજી શકે છે પરંતુ જ્યારે રાજકીય મહાનુભાવો ઉડાન ભરવાના હોય છે ત્યારે ઓથોરિટી તંત્ર ઘુંટણીયે પડી જાય તેમ પેસેન્જરની પરવા કયર્િ વગર જાણ પણ કયર્િ વિના ફ્લાઈટ જ્યાં સુધી રાજકીય અગ્રણીઓ ફ્લાઇટની સીટમાં ન બેસે ત્યાં સુધી ઉડાન ભરતી નથી.
એરલાઇનના અમુક કર્મચારીઓ પણ આ બાબતે ચાપલુસી કરતા ખચકાટ અનુભવતા નથી. ગઈકાલે પણ ખરાબ હવામાન તો ઠીક પણ સાંસદ ની સગવડતા સાચવવા માટે દિલ્હીની ફ્લાઈટ પણ મોડી પડી હતી તેના લીધે મુસાફરોમાં રોષ ફેલાઈ ગયો હતો અને આ અંગે એરલાઇન્સના કર્મચારીઓનો ઉઘડો લેવાયો હતો. ઘણા મુસાફરોને આંતરરાષ્ટ્રીય કનેક્ટિવિટી ગુમાવવાનો વારો આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝઘડિયાની દુષ્કર્મ પીડીતા દીકરીને શ્રદ્ધાંજલિ આપવા માટે જામનગર આપ દ્વારા કેન્ડલ માર્ચ યોજવામાં આવી
December 25, 2024 06:37 PMઅતિવૃષ્ટિ બાદ પાક સહાયમાં વંચિત લાલપુર પંથકના ખેડૂતોએ TDO ને આપ્યું આવેદન
December 25, 2024 06:31 PMઅમેરિકામાં ભારતીયોની માનવ તસ્કરી! કેનેડાની કોલેજો EDની રડાર પર, તપાસ ચાલુ
December 25, 2024 05:59 PMસંસદની બહાર એક વ્યક્તિનો આત્મવિલોપનનો પ્રયાસ, હાલત ગંભીર
December 25, 2024 05:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech