રાજકોટ મહાનગરપાલિકા દ્રારા આયોજિત લોક દરબારને ભારે સફળતા મળી છે અને ઘર આંગણે જ ફરિયાદો રજૂ કરવાની તક મળી રહી હોય નાગરિકો ઉમટી રહ્યા છે, દરમિયાન લોકદરબારમાં રજૂ થતા પ્રશ્નો ઉકેલાતા નહીં હોવાના આક્ષેપો થતા શાસકોએ હાલ સુધીના વોર્ડમાં યોજાયેલા લોકદરબારમાં કેટલા પ્રશ્નો રજૂ થયા અને તેમાંથી કેટલા ઉકેલાયા તેનો રિવ્યુ કરવા અધિકારીઓ સાથે વિસ્તૃત મિટિંગ યોજી હતી જેમાં વોર્ડ નં.૧થી ૮ના લોકદરબારમાં કુલ ૫૭૯ પ્રશ્નો રજૂ થયા હતા તેમાંથી ૩૧૪ ઉકેલાયા અને ૨૬૫ હજુ અણઉકેલ રહ્યા છે. યારે લોકદરબારમાં મહાપાલિકા ઉપરાંત અન્ય સરકારી વિભાગોને લગતા ૪૬ પ્રશ્નો રજૂ થયા હતા તે ઉકેલવા પણ જે તે વિભાગ સાથે પત્ર વ્યવહાર શ કરાયો છે તેમ સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન જયમીન ઠાકરએ જણાવ્યું હતું.
રાજકોટ મહાનગરપાલિકા દ્રારા શહેરના જુદા જુદા વોર્ડ વિસ્તારમાં પ્રાથમિક સુવિધાના કામો, આંતરમાળખાકીય વિકાસના કામો તથા પ્રવાસન અને હરવા ફરવાના સ્થળ વિકસાવવાના લોકોપયોગી અને પ્રજાકીય કામો કરવામાં આવે છે. આ કામો વધુ સારી રીતે અને સમયમર્યાદામાં થાય તે રીતે પૂર્ણ કરવા માટે નાગરિકોને સાથે રાખી તેઓની રજુઆતો, પ્રશ્નો, ફરિયાદો અને સુચનો આવકારવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્રારા વોર્ડવાઈઝ મેયર તમારા દ્રારે લોક દરબારનું તા.૨૨ જુલાઇથી તા.૧૩ ઓગષ્ટ્ર દરમ્યાન વોર્ડવાઇઝ સવારે ૯ થી ૧૧ કલાક સુધી આયોજન કરાયું છે. આ લોક દરબારમાં નાગરિકો તરફથી રજુ થનાર રજુઆત, પ્રશ્ન અને ફરિયાદનો સ્થળ ઉપર જ અથવા તો ટૂંકા સમયગાળામાં હકારાત્મક નિકાલ કરવાનો ઉમદા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત ગઇકાલે રિવ્યુ મિટિંગ યોજાઈ હતી. જેમાં રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ દ્રારા વોર્ડ નં.૧ થી ૮ના લોક દરબારમાં વોર્ડના નાગરિકો દ્રારા જે રજૂઆતો–પ્રશ્નો આવેલ હોય તેના નિકાલ અને પેન્ડિંગ રજૂઆતો–પ્રશ્નોનાં નિકાલ બાબતે મનપાના અધિકારીઓ–કર્મચારીઓ પાસેથી ઐંડાણપૂર્વક માહિતી મેળવી ત્વરિત ફરિયાદ નિકાલ થાય તે દિશામાં કાર્યવાહી કરવા સંબંધિત અધિકારીઓને જરી આદેશો જારી કરાયા હતા.
ઉપરોકત રિવ્યુ મિટિંગમાં મેયર, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા, નાયબ મ્યુનિસિપલ કમિશનર ચેતન નંદાણી, હર્ષદભાઈ પટેલ, રોશની વિભાગના સીટી એન્જીનિયર, આરોગ્ય અધિકારી, પર્યાવરણ ઈજનેર, એનક્રોચમેન્ટ ઓફિસર, ડાયરેકટર પાકર્સ એન્ડ ગાર્ડન, નાયબ પર્યાવરણ ઈજનેર, નાયબ આરોગ્ય અધિકારી, ૧ થી ૮ વોર્ડના વોર્ડ એન્જીનિયર, ૧ થી ૮ વોર્ડના વોર્ડ ઓફિસર, ૧ થી ૮ વોર્ડના એસઆઇ તેમજ એસએસઆઇ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
રિવ્યુ મિટિંગમાં લોક દરબાર અંતર્ગત વોર્ડ વાઇઝ આવેલ ફરિયાદો, વોર્ડ ઓફિસરો પાસે વોર્ડમાં આવેલ ફરિયાદની સંખ્યા તેમાંથી ઉકેલાયેલી ફરિયાદો તેમજ નહીં ઉકેલાયેલી ફરિયાદો, કઇ ફરિયાદ કયા તબક્કે અને શા માટે પેન્ડિંગ છે તેની ઉંડાણપૂર્વકની તલ સ્પર્શી માહિતી જે તે શાખાધિકારી અને વિભાગીય વડા પાસેથી મેળવી હતી.
લોક દરબારમાં વોર્ડ નં.૧ થી ૮માં પેન્ડીંગ રહેલા પ્રશ્નો ૨૬૫ છે. જે પૈકી ૪૬ પ્રશ્નો રાજકોટ મહાનગરપાલિકા સિવાયના અન્ય વિભાગો જેવા કે, પી.જી.વી.સી.એલ., કલેકટર કચેરી, નેશનલ હાઈવે, ડા, શહેર પોલીસને લગત હોઈ, સંબંધિત વિભાગોને પત્ર વ્યવહાર કરવામાં આવેલ છે તેમજ પેન્ડીંગ રહેલા ૨૬૫ પ્રશ્નોમાં મુખ્યત્વે ડામર રોડ કરવા, મેટલીંગ રોડ કરવા, પેવીંગ બ્લોક નાખવા, રીપેર કરવા, વરસાદી પાણી ભરાવા, ડ્રેનેજ લાઈન નવી નાખવા, નવી આંગણવાડી બનાવવી, નવા ગાર્ડન બનાવવા વગેરે સંબંધી હોય રાજકોટ મહાનગરપાલિકા દ્રારા એસ્ટીમેટ બનાવવાની વહીવટી પ્રક્રિયા હેઠળ છે. જે અંગે મંજુરી મળ્યેથી તાત્કાલિક આ પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવનાર છે તેમજ અમુક પ્રશ્નો ટી.પી.સ્કીમ લગત હોય, નીતિવિષયક નિર્ણય થયે પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવશે
પીજીવીસીએલ, હાઇવે ઓથોરિટી, કલેકટર, ડા અને પોલીસને લગતી ફરિયાદો પણ રજૂ
રાજકોટ મહાપાલિકાના લોક દરબારમાં મહાપાલિકાને લગતી નળ, ગટર, લાઇટ, સફાઇ, પાણી જેવી ફરિયાદો ઉપરાંત વીજ તંત્ર, નેશનલ હાઇવે ઓથોરિટી, કલેકટર તંત્ર, ડા તત્રં તેમજ પોલીસ તંત્રને લગતી હોય તેવી કુલ ૪૬ ફરિયાદો આવી હતી અને આ ૪૬ ફરિયાદો ઉકેલવા પણ પુરતા પ્રયાસો થશે તેમ સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન જયમીનભાઇ ઠાકરએ જણાવ્યું હતું. અમુક ફરિયાદો મહાપાલિકા અને જે તે સરકારી વિભાગ વચ્ચે સંકલનના અભાવે ઉકેલાતી ન હોય તેવી ફરિયાદો માટે સંબંધિત વિભાગો સાથે જરી સંકલન કરાશે. અમુક ફરિયાદો જે તે અન્ય સરકારી વિભાગે સ્વતત્રં રીતે ઉકેલવાની થતી હશે તે માટે તે વિભાગના વડાને મહાપાલિકા પત્ર પાઠવી ફરિયાદ ઉકેલવા અનુરોધ કરશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કર્તવ્ય માર્ગ પર ફરકાવ્યો ત્રિરંગો
January 26, 2025 10:40 AMપ્રજાસત્તાક દિવસે જમ્મુના MAM સ્ટેડિયમમાં બોમ્બની ધમકી, ઉપરાજ્યપાલ અહીં ધ્વજ ફરકાવશે
January 26, 2025 09:14 AMપ્રજાસત્તાક દિવસે 8 ગુજરાતી સહિત 1390 પદ્મ પુરસ્કારો એનાયત થશે
January 26, 2025 08:59 AMપ્રજાસત્તાક દિવસે 8 ગુજરાતી સહિત 1390 પદ્મ પુરસ્કારો એનાયત થશે
January 26, 2025 08:58 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech