રાજકોટ મહાપાલિકા અને રૂડામાં હાલ નવા બિલ્ડીંગ પ્લાન પાસ, બીયુપી, ફાયર એનઓસી સહિતની કામગીરી લગભગ તદ્દન ઠપ્પ જેવી થઇ ગઇ હોય સમગ્ર શહેરનો વિકાસ રુધાઇ રહ્યો હોય આ મામલે આજે રિઅલ રાજકોટ ડેવલપર્સ એસોસિએશનના હોદેદારો મહાપાલિકામાં ઉમટા હતા અને નવનિયુકત મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાનું પુષ્પ ગુચ્છ સાથે પ્રશ્ન ગુચ્છ અર્પણ કરીને શહેરમાં સ્વાગત કયુ હતું. ખાસ કરીને ટીપી બ્રાન્ચમાં મુકાયેલા તદ્દન બિન અનુભવી સ્ટાફના કારણે કામગીરીમાં અસહ્ય વિલબં થતો હોય ટીપી સ્ટાફમાં મોટાપાયે બદલી કરીને અનુભવી અને નિવડેલો હોય તેવો સ્ટાફ નિયુકત કરવા તેમજ તેમને સમયાંતરે ટ્રેનીંગ સેશન આપવામાં આવે તથા દર મહિને એન્જીનીયરો સાથે પડતી મુશ્કેલીઓ નિવારણ અન્વયે મીટીંગ કરવામાં આવે તે સહિતની માંગ રજૂ કરાઇ હતી.
વિશેષમાં રિઅલ રાજકોટ ડેવલોપર્સ એસોસિએશનએ રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે, એસોસિએશનના તમામ મેમ્બર્સ રાજકોટ મહાનગરપાલિકા તથા રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળના પરવાનેદાર સભ્યો છીએ અને વર્ષેાથી બિલ્ડીંગ પ્લાન મંજુરીની પ્રક્રિયા સાથે સંકળાયેલા છીએ. હાલ ટાઉન પ્લાનિંગ વિભાગમાં બિલ્ડીંગ પ્લાન પાસ, બીયુપી (કમ્પ્લીશન) અને ફાયર એનઓસી સહિતની બાબતોમાં વિવિધ મુશ્કેલીઓ પડી રહી છે તેમજ અવનવા પ્રશ્નો ઉદભવી રહ્યા છે જેનો હકારાત્મક ઉકેલ લાવવા રજુઆત છે.
વિશેષમાં રાજકોટના નવનિયુકત મ્યુનિસિપલ કમિશનર કમ ડા ચેરમેન તુષાર સુમેરાને રિઅલ રાજકોટ ડેવલપર્સ એસોસિએશનના હોદ્દેદારો પ્રદીપ ત્રિવેદી, જયંતિભાઇ ગોધાત, વિશાલ ટાટમિયા, ચિરાગ સવાણી, હિતેષ તલસાણીયા, કિરીટ ઉંજીયા, અશોકસિંહ ચૌહાણ વિગેરેએ પાઠવેલા વિસ્તૃત આવેદનપત્રમાં જણાવ્યું હતું કે (૧) રાજકોટ જિલ્લામાં નવા આંતરરાષ્ટ્ર્રીય એરપોર્ટના લોકાર્પણ બાદ ઘણા માસથી સી.સી.ઝેડ.એમ. મેપ ડીકલેર થઇ ગયેલ હોવા છતાં આર.એલ. (રોડ લેવલ) સર્ટીફીકેટ બંને ઓથોરીટીઝમાં બિનજરી માંગવામાં આવે છે. રાજકોટ શહેર તથા અર્બન ડેવલોપમેન્ટ ઓથોરીટી હેઠળ આવતા વિસ્તારોમાં એવરેજ હાઇટ ૧૧૦ મીટર મળે છે, જે અન્વયે આ પ્રકારના સર્ટીફીકેટ ફરજિયાત માંગવા એ બિનજરી જણાતું હોય તેવું લાગે છે તેથી આ અંગે યોગ્ય કરશો. (૨) કન્સ્ટ્રકશન એન્ડ ડીમોલીશન વેસ્ટ લ્સ–૨૦૧૬ હેઠળની પ્રક્રિયામાં ખુબ વિલબં થતો હોય તેમજ અનેકવિધ અગવડતા અને મુશ્કેલીઓ પડતી હોય જે નિવારવા ઉકેલ લાવવો જરી છે. (૩) પ્લોટ વેલિડેશન પ્રક્રિયાનો કોઇ જ પ્રકારનો મહાવરો કોઇ ઓથોરીટી પાસે છે જ નહી તેથી આ અંગેની પ્રક્રિયામાં ખાસ્સો વિલબં થઇ રહ્યો છે, જેથી આ પ્રક્રિયા રદ કરવા અથવા વૈકલ્પિક સિંગલ વિન્ડો સીસ્ટમ શ કરવા માંગણી છે. (૪) મહાપાલિકા અને ડામાં વિવિધ એનઓસી લેવા અગવડતા પડતી હોય અને ખુબ વિલબં થતો હોય તેવી પ્રક્રિયા જેવી કે ફાયર એનઓસી, રેલ્વે એનઓસી, બિનખેતી હેતુફેર તથા વિવિધ એનઓસી મેળવવાની પ્રક્રિયા અતિ જટિલ હોય સામાન્ય અરજદારને સમય મર્યાદામાં એનઓસી મળતું ન હોય તેથી મહાપાલિકા અને ડા દ્રારા જ આ એનઓસીની પ્રક્રિયા કરવામાં આવે તેવી પ્રખર માંગ કરીએ છીએ. (૫) રાજકોટ શહેરીવિકાસ સત્તામંડળમાં મટીરીયલ ટેસ્ટીંગ રીપોર્ટ લેવામાં આવતા નથી ત્યારે રાજકોટ મહાનગરપાલિકામાં મટીરીયલ ટેસ્ટીંગ રીપોર્ટ લેવાનું બધં કરવામાં આવે સહિતના વિવિધ કુલ આઠ મુદ્દે આવેદનપત્રમાં રજુઆત કરાઇ હતી.
આવેદનપત્રના અંતમાં એવો ટોણો પણ માર્યેા છે કે બિલ્ડીંગ પ્લાન પાસ, બીયુપી, એનઓસી સહિતના પ્રશ્નો ઉકેલાતા ન હોય સમગ્ર શહેરનો વિકાસ ઠપ્પ થઇ ગયો છે અને રાજકોટ મહાપાલિકા હવે નગરપાલિકા બનવા તરફ આગેકૂચ કરી રહી છે
આટલા કામ માટે સિંગલ વિન્ડો સિસ્ટમની માગણી
૧. કન્સ્ટ્રકશન એન્ડ ડિમોલિશન વેસ્ટ
૨. પ્લોટ વેલિડેશન
૩. રેલ્વે એનઓસી
૪. ફાયરવિભાગનું એનઓસી
૫. હાઈવે ઓથોરીટીનું એનઓસી
૬. બિનખેતી હેતુફેર
૭. ડ્રેનેજવિભગ
૮. નળ કપાત–વોટર વર્કસ વિભાગ
૯. વેરાબિલમાં સુધારા
૧૦. રૂડા ડેવલપમેન્ટ ચાર્જ
ઇમ્પેકટ ફીની સ્કિમના અરજદારોની હાલત કફોડી
ઇમ્પેકટ ફીની સ્કિમ હેઠળ રજુ થયેલ પ્લાનમાં ફાયર એનઓસીની જરિયાત રહેતી હોય જેમાં ફાયર બ્રિગેડ બ્રાન્ચ પહેલા ઇમ્પેકટ હેઠળનો મંજુર થયેલો પ્લાન પહેલા માંગે છે અને ટાઉન પ્લાનિંગ બ્રાન્ચમાં જાય તો તેઓ પહેલા ફાયર એનઓસી માંગતા હોય છે. આ બંને બ્રાન્ચ વચ્ચે સંકલન રહે તે જોવા આવેદનમાં જણાવ્યું છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઉનાળામાં વાદળાં ગાજશે: હવામાન વિભાગની વરસાદની આગાહીથી ખેડૂતો ચિંતિત
March 29, 2025 08:24 PMશુભમન ગિલે અમદાવાદમાં રચ્યો ઇતિહાસ, ગિલના 1000 રન પૂરા
March 29, 2025 08:20 PMધ્રોલ તાલુકાના વાકિયા ગામે થયેલ જીરું ચોરીનો મામલો
March 29, 2025 08:14 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech