યુરોપિયન સ્પેસ એજન્સી (ઇએસએ) 'પ્રોબા–૩' નામનું એક મિશન તૈયાર કરી રહી છે, જેમાં કૃત્રિમ સૂર્યગ્રહણની રચના કરી શકાશે. ભારત પણ આમાં મહત્વની ભૂમિકા ભજવશે. ઈસરો આ મિશન ૨૯ નવેમ્બરે આંધ્ર પ્રદેશના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરશે. ઇએસએએ મિશનના બંને ઉપગ્રહોનું અંતિમ પરીક્ષણ પૂર્ણ કયુ છે. તેઓ ૨૧મી ઓકટોબરે ભારત પહોંચશે.
યારે સૂર્ય અને પૃથ્વીની વચ્ચે ચદ્રં આવે છે ત્યારે સૂર્યગ્રહણ થાય છે. ઇએસએ મિશન હેઠળ આ ખગોળીય ઘટનાને કૃત્રિમ રીતે બનાવવા માંગે છે. પ્રોબા–૩ મિશનમાં બે સેટેલાઈટ એકસાથે ઉડશે અને ૧૪૪ મીટર લાંબો સોલાર કોરોનોગ્રાફ બનાવશે. આ કોરોનાગ્રાફ સૂર્યની પરત નજીકના સૌર કોરોનાનો અભ્યાસ કરશે. એક સેટેલાઈટનું નામ ઓકુલ્ટર અને બીજાનું નામ કોરોનાગ્રાફ છે. મિશનની સફળતા બંને સેટેલાઈટની ચોક્કસ સ્થિતિ અને સંકલન પર નિર્ભર રહેશે. આ માટે ઇએસએએ અત્યાધુનિક ટેકનોલોજી વિકસાવી છે. આમાં કોલ્ડ ગેસ થ્રસ્ટર્સ અને વિઝન આધારિત ડિટેકશન સિસ્ટમ જેવા સાધનોનો સમાવેશ થાય છે. આ ઉપગ્રહોને સાપેક્ષ સ્થિતિ જાળવવામાં મદદ કરશે
સૌર કોરોના એ સૂર્યના વાતાવરણનું સૌથી બહારનું સ્તર છે. તે માત્ર સૂર્યગ્રહણ સમયે જ દેખાય છે. તે હવે કૃત્રિમ સૂર્યગ્રહણ (કોરોનાગ્રાફ) દ્રારા જોઈ શકાશે. સૌર કોરોના સૂર્ય કરતાં વધુ ગરમ છે. અહીંથી અવકાશનું હવામાન નક્કી થાય છે. પ્રોબા–૩ મિશન સૌર કોરોનાના અભ્યાસનો માર્ગ ખોલશે. સ્પેસ એજન્સીઓ પાસે માત્ર એવા ઉપકરણો છે જે સૂર્ય, લો કોરોના અને હાઈ કોરોનાનો અભ્યાસ કરી શકે છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં ગરમી યથાવત: તાપમાન ૩૮.૬ ડીગ્રી
April 24, 2025 12:29 PMદ્વારકા સહિત સૌરાષ્ટ્રમાંથી પસાર થતી ૨૧ નદીઓ નોતરી શકે આફત
April 24, 2025 12:28 PMસરકારી જમીન પર દબાણ કરનારા સામે લેન્ડ ગ્રેબીંગ મુજબ પગલા લેવા આવેદન
April 24, 2025 12:25 PMઅનોખી ભેટ: ગોંડલમાં લગ્ન પ્રસંગે સોગાતમાં આપવામાં આવી વાછરડી
April 24, 2025 12:23 PMખંભાળિયા નજીક કારની અડફેટે યુવાનનું મૃત્યુ
April 24, 2025 12:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech