અમરેલીમાં લેટરકાંડ મુદ્દે વિવાદ ઉગ્ર બની રહ્યો છે. ગઈકાલે રાતે સુરતમાં પાટીદાર સમાજના અગ્રણી અલ્પેશ કથીરિયાની આગેવાનીમાં પાટીદાર સમાજની રોડ પર એક બેઠક મળી હતી, જેમાં દીકરીના ન્યાય માટેની ચર્ચાઓ થઈ હતી. આ સાથે જ કોઈ ફાર્મ ભાડે ન મળતા આ બેઠક રોડ ઉપર કરવી પડી હતી. અ
લેટરકાંડમાં જે યુવતીનું નામ ફરિયાદમાં નોંધાયું છે તે ફક્ત ઓફિસમાં કામ કરતી હતી અને તેમના સાહેબના કહેવા પ્રમાણે તેણે ટાઈપિંગ કર્યું હતું. કોમ્પ્યુટરમાં કામ કરતી યુવતીનું નામ આ ફરિયાદમાં દાખલ થતા રોષ ચરમસીમાએ છે અને હવે આ મામલો ગુજરાતભરમાં પડઘા પાડી રહ્યો છે. સુરતમાં કલેક્ટરને અને પોલીસને રજૂઆત બાદ હવે પટેલ સમાજમાં મિટિંગોનો દોર શરૂ થયો છે.
સમાજના કરોડો રૂપિયાના ફાર્મ કેશુ બાપાના લીધે થયા
અલ્પેશ કથીરિયાએ વધુમાં કહ્યું હતું કે, આપણા સમાજ માટે દુઃખની બાબત એ છે કે સમાજની દીકરી માટે ન્યાયની માંગ માટે જે મિટિંગ કરવી છે, તેના માટે જગ્યા મળતી નથી. આંદોલન વખતે પણ રોડ પર જ મિટિંગ કરવી પડતી હતી અને ફરી એક વખત આવું જ થઈ રહ્યું છે. પહેલા તો ધન્યવાદ દેવા પડે કે સમાજના કરોડો રૂપિયાના ફાર્મ કેશુ બાપાના લીધે થયા છે, પણ બાપાની દીકરી ગુજરાતમાં સલામત નથી.
શું છે સમગ્ર મામલો
વિધાનસભાના નાયબ દંડક અને અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા વિરુદ્ધ લખાણ કરી સોશિયલ મીડિયામાં વાઈરલ કરાયું હતું, જેમાં અમરેલી તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરિયાના બનાવટી લેટરપેડ પર ખોટી સાઈન કરાઈ હતી. લેટરમાં રેતી, દારૂ જેવા ગેરકાયદે પ્રવૃત્તિમાં હપ્તા કૌશિક વેકરિયા દ્વારા લેવામાં આવતા હોવાના ગંભીર સનસનીખેજ આરોપ લગાવાયા હતા, જેથી અમરેલી જિલ્લા ભાજપમાં ખળભળાટ મચી ગયો હતો. કાર્યકર્તાઓમાં નારાજગી જોવા મળતાં અમરેલી પંથકના 100 જેટલા આગેવાનો કૌશિક વેકરિયાના સમર્થકો સમગ્ર ઘટનાને ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલને ગાંધીનગર સુધી પહોંચાડી રજૂઆતો કરવામાં આવી હતી. આ દરમિયાન અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં કિશોર કાનપરિયાએ ફરિયાદ નોંધાવી હતી.
28મી ડિસેમ્બર ધરપકડ, 29મીએ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન
આ ગુનામાં પોલીસે 28મી ડિસેમ્બરે તાલુકા ભાજપના પૂર્વ યુવા પ્રમુખ મનીષ વઘાસિયા, જશવંત ગઢ સરપંચ અશોક માંગરોળિયા, જિતુ ખાત્રા, પાયલબેન ગોટીની ધરપકડ કરી હતી અને આ ચારેય આરોપીને સાથે રાખીને પૂર્વ યુવા ભાજપ પ્રમુખની ઓફિસ પર 29મી ડિસેમ્બરે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું હતું. અહીં રાજકીય માહોલ ગરમાયેલો જોવા મળ્યો હતો. ચારેય આરોપીને લઈને પોલીસ પહોંચી ત્યારે લોકોનાં ટોળેટોળાં ઊમટી પડ્યાં હતાં. સમગ્ર મામલે વઘાસિયાએ ભાજપના તાલુકા પ્રમુખ બનવા ષડ્યંત્ર રચ્યું હોવાનું પોલીસ તપાસમાં ખૂલ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજકેટ-2025ની પરીક્ષા 23 માર્ચે, ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 15 જાન્યુઆરી
January 07, 2025 11:02 PMઅમદાવાદના ફ્લાવર શો: વિશ્વનો સૌથી મોટો બુકે, ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં મળ્યું સ્થાન
January 07, 2025 11:00 PMરંગબેરંગી પતંગોથી ગુંજશે આકાશ: ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાશે
January 07, 2025 10:59 PMરાજકોટ અને ભાવનગરના DDOની બદલી, સુરેન્દ્રનગર અને નડિયાદને મળ્યા નવા મ્યુનિસિપલ કમિશનર
January 07, 2025 09:11 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech