શહેરના જામનગર રોડ પરના વિસ્તારમાં રહેતી ધોરણ–૧૧માં અભ્યાસ કરનાર ૧૫ વર્ષની તણી સાથે સોશિયલ મીડિયા મારફત લોહાનગરના શખસે પરિચય કેળવી મિત્રતા કરી હતી. બાદમાં ઘરે આવી ધમકાવી તેના પર દુષ્કર્મ આચયુ હતું અને બીભત્સ વિડીયો પણ પોતાના મોબાઈલમાં ઉતારી લીધો હતો. બાદમાં આ વિડીયો બતાવી ફરી એકવાર ઘરે આવી દુષ્કર્મમાં આચયુ હતું. તરુણીનો ભાઈ મોબાઇલમાં આ વિડીયો જોઈ જતા બનાવની જાણ થઈ હતી અને બાદમાં આ મામલે તરુણીના પિતાએ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે દુષ્કર્મ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી લોહાનગરમાં રહેતા આ શખસની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે.
જાણવા મળતી વિગતો મુજબ, જામનગર રોડ પરના વિસ્તારમાં રહેતા પ્રૌઢે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ગોંડલ રોડ પર લોહાનગરમાં રહેતા ધવલ સંજયભાઈ દાદુકીયા(ઉ.વ ૧૮)નું નામ આપ્યું છે. ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેમને સંતાનમાં ૧૭ વર્ષનો પુત્ર અને ૧૫ વર્ષની દીકરી છે. દીકરી ધોરણ–૧૧માં અભ્યાસ કરે છે દીકરીને અભ્યાસમાં ઉપયોગ માટે સીમકાર્ડ વગરનો મોબાઇલ આપ્યો છે.
ગત તા. ૧૮ ૨ ના દીકરી શાળાએ ગઈ હતી તે દરમિયાન ફરિયાદીના પુત્રએ બહેનનો મોબાઇલ ચેક કરતા તેમાં ઇન્સ્ટાગ્રામમાં નોટિફિકેશનમાં ધવલ ૩૦૨ નામના આઈડીમાંથી મેસેજ આવ્યો હતો જેથી આ આઈડી ચેક કરી બંને વચ્ચેની ચેટ વાંચી હતી તેમજ સ્નેપચેટમાં ધવલ દાદુકીયા નામના આઈડીમાંથી વાતચીત થયેલ હતી. જેમાં એક વિડિયો પણ મોકલ્યો હતો જે વિડીયો તેની બહેનનો અને બિભત્સ હોય જેથી આ બાબતે પુત્રએ પિતાને વાત કરી હતી.
બાદમાં દીકરીને શાળાએથી અહીં ઘરે બોલાવી આ વિડીયો બાબતે વાત કરતા તેણે આપવીતી જણાવતા કહ્યું હતું કે આ આઈડી ધવલ દાદુકીયાની છે છેલ્લા છ સાત મહિનાથી હત્પં તેને ઓળખું છું. હત્પં મારી પાસે રહેલ સીમકાર્ડ વગરના મોબાઇલમાં ઘરના બીજા મોબાઈલમાંથી વાઈફાઈથી નેટ કનેકટ કરી યુટયૂબ પર અભ્યાસના વિડીયો જોતી હતી તે સમયે ધવલની મને સ્નેપચેટ આઈડીમાંથી ફ્રેન્ડ રીકવેસ્ટ આવી હતી જે મેં એકસેપ્ટ કરી હતી બાદમાં અમારા બંને વચ્ચે મોબાઇલમાં વાતચીત ચાલુ થઈ હતી. ધવલ મને બે વખત શાળાએ મળવા પણ આવ્યો હતો ગઈ તા.૫૨ ના રોજ સવારના ૧૦:૩૦ એક વાગ્યા આસપાસ આપણા ઘરે કોઈ ન હતું ત્યારે ધવલ ઘરે આવ્યો હતો અને શરીર સંબંધની માંગણી કરી હતી. મેં ના પાડતા તેણે મને ધમકી આપી હતી કે જો તું મારી સાથે શરીર સંબધં નહીં બાંધે તો હત્પં તને મારી નાખીશ. તેમ કહી તેણે મુખમૈથુન કરાવ્યું હતું તે સમયે તેણે જાણ બહાર મોબાઇલમાં આ વિડીયો પણ બનાવી દીધો હતો બાદમાં તેણે ગત તા.૭૨ ના રોજ આ વિડીયો મોકલ્યો હતો.
ગઈ તા. ૧૩૨ ના રોજ સવારના ૧૦:૩૦ વાગ્યા આસપાસ ઘરે કોઈ ન હતું ત્યારે ધવલ ફરી અહીં આવ્યો હતો અને શરીર સંબંધની માંગણી કરી હતી. ના પાડતા ધમકી આપી હતી અને ફરીથી બળજબરી કરી હતી. આવી વાત દીકરીએ કરતા માતા–પિતા ચોંકી ગયા હતા અને બાદમાં આ અંગે પોલીસ સ્ટેશન પહોંચી ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે પોલીસે આરોપી સામે દુષ્કર્મ, પોકસો અને આઈટી એકટ હેઠળ ગુનો નોંધ્યો હતો.
ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઇ એસ.આર. મેઘાણીની રાહબરીમાં પીએસઆઇ પી.બી.વારોતરીયા તથા ટીમે તપાસ હાથ ધરી લોહાનગરમાં રહેતા ધવલ સંજયભાઈ દાદુકીયાને સકંજામાં લીધો હતો. આરોપી ખાનગી કંપનીમાં નોકરી કરતો હોવાનું જાણવા મળ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડ્રગ્સ પેડલર સુધા ધામલીયા તેના પુત્રોની યુવાનને ટાંટીયા ભાંગી નાખવાની ધમકી
April 26, 2025 03:52 PMઠોયાણામાં ગેરકાયદેસર રીતે માટીની હેરાફેરીનો થયો પર્દાફાશ
April 26, 2025 03:51 PMબોખીરાની આવાસ યોજનાના ટી.સી.માં ફરી બ્લાસ્ટ થતા ૧૯ ફલેટમાં થયુ નુકશાન
April 26, 2025 03:50 PMબરડા ડુંગરથી દરિયા સુધી દેશી દાનો વહી રહ્યો છે દરિયો
April 26, 2025 03:49 PMઉદ્યોગનગર પોલીસે ૮૦ હજારના ગુમ મોબાઇલ શોધીને પરત કર્યા
April 26, 2025 03:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech