આંધ્રપ્રદેશના અચ્યુતપુરમમાં કેમિકલ ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટને કારણે અત્યાર સુધીમાં 15 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. જ્યારે 30થી વધુ લોકો ઘાયલ થયા છે. આ ઘટના પર દુઃખ વ્યક્ત કરતા મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ પીડિતોને તમામ શક્ય મદદની ખાતરી આપી છે. ઘાયલોને અનાકાપલ્લી અને અચ્યુતપુરમની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આંધ્રપ્રદેશના અનકાપલ્લીમાં એક કેમિકલ ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટમાં મૃતકોની સંખ્યા વધીને 15 થઈ ગઈ છે. સમાચાર એજન્સી પીટીઆઈએ સ્થાનિક અધિકારીઓને ટાંકીને માહિતી આપી છે. અહેવાલો અનુસાર જિલ્લા કલેક્ટર વિજય ક્રિશ્નને જણાવ્યું હતું કે, અનકાપલ્લી જિલ્લાના અચ્યુતાપુરમમાં એસિંટિયા એડવાન્સ્ડ સાયન્સ પ્રાઈવેટ લિમિટેડમાં બપોરે 2:15 વાગ્યે આગ લાગી હતી.
કલેક્ટરે વિગત આપતા જણાવ્યું હતુ કે, 'ફેક્ટરી 381 કર્મચારીઓ સાથે બે પાળીમાં ચાલે છે. આ વિસ્ફોટ લંચ સમયે થયો હતો. જેથી કર્મચારીઓની હાજરી ઓછી હતી. જિલ્લા કલેક્ટરે આશંકા વ્યક્ત કરી છે કે વિસ્ફોટનું કારણ વીજળી સંબંધિત સમસ્યા હોઈ શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતની કાર્યવાહી બાદ પાકિસ્તાને એરસ્પેસ-વેપાર પર લગાવી રોક
April 24, 2025 07:08 PMકલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
April 24, 2025 06:45 PMજમ્મુ કાશ્મીરમાં જામનગર વાસીઓ ફસાયા
April 24, 2025 06:25 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech