એલ્વિસની પાર્ટીઓમાં સાપનું ઝેર વપરાતું: FSL રિપોર્ટમાં ખુલાસ

  • February 16, 2024 11:43 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


બિગ બોસ ફેમ એલ્વિશ યાદવની મુશ્કેલીઓ વધી રહી છે. રેવ પાર્ટીઓમાં સાપનું ઝેર સપ્લાય કરવાના મામલે મોટો ખુલાસો થયો છે. નોઈડા પોલીસે તેના સેમ્પલ જયપુર એફએસએલમાં તપાસ માટે મોકલ્યા હતા. હવે એફએસએલ રિપોર્ટમાં કોબ્રા ક્રેટ પ્રજાતિના સાપનું ઝેર મળી આવ્યું છે.

પ્રખ્યાત યુટુબર એલ્વિશ યાદવ સાથે મદારીઓ વિદ્ધ સેકટર ૪૯ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો. ભાજપના સાંસદ મેનકા ગાંધીના એનજીઓ દ્રારા એલ્વિશ યાદવ વિદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ કેસમાં પોલીસે મદારીઓને જેલમાં મોકલી આપ્યા હતા. મદારીઓનાના કબજામાંથી મળી આવેલ સાપનું ઝેર પરીક્ષણ માટે એફએસએલ લેબમાં મોકલવામાં આવ્યું હતું. નોઈડામાં સાપની તસ્કરી અને રેવ પાર્ટીના મામલામાં તપાસ ધીમે ધીમે આગળ વધી રહી છે.
ગયા વર્ષે નવેમ્બરમાં આરોપીઓને રિમાન્ડ પર લીધા બાદ નોઈડા પોલીસે તેમની કેટલાક કલાકો સુધી પૂછપરછ કરી હતી. આ પૂછપરછ દરમિયાન આરોપીઓએ પોલીસને અનેક ખુલાસા કર્યા હતા. ત્યારબાદ આરોપીઓએ એ પણ માહિતી આપી હતી કે એલ્વિશ યાદવની પાર્ટીઓમાં બાદરપુરથી સાપ લાવવામાં આવ્યા હતા. આરોપી રાહત્પલે પોલીસને જણાવ્યું હતું કે તે રેવ પાર્ટીઓમાં સાપ અને ઝેરની વ્યવસ્થા કરતો હતો. ડિમાન્ડ પ્રમાણે તે સ્નેક ચાર્મરથી લઈને ટ્રેનર્સ અને અન્ય વસ્તુઓ પૂરી પાડતો હતો



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application