કોઠારીયા ગામમાં આવેલી ખોડલધામ રેસીડેન્સીમાં રહેતા ઇજનેરના બધં મકાનમાં તસ્કરો ત્રાટકયા હતા. અહીંથી સોના–ચાંદીના ઘરેણા સહિત કુલ રૂપિયા ૯૬,૨૦૦ ની મત્તા ચોરી કરી ગયા અંગેની આજીડેમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.ચોરીના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, હાલ રાજકોટમાં કોઠારીયા ગામમાં ખોડલ રેસીડેન્સી ૨ માં રહેતા અને લોધિકામાં આવેલી કંપનીમાં જુનિયર એન્જિનિયર તરીકે નોકરી કરનાર અશ્વિનભાઈ લાલજીભાઈ કણજારીયાએ આજીડેમ પોલીસ સ્ટેશનમાં ચોરીની આ ઘટના અંગે ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, તેઓનું મૂળ વતન ખંભાળિયા તાલુકાના આંબરડી ગામ હોય ગત તા. ૨૮૩ ના રોજ સાંજના પાંચેક વાગ્યે તે તથા તેમનો પરિવાર અહીં મૂળ વતન તેમના ભાભુનું બેસણું હોય જેથી કરીને તાળા મારી આંબરડી ગયા હતા. બાદમાં તા. ૩૧ ૩ ૨૦૨૪ ના બપોરના સમયે ઘરે આવતા ઘરનો દરવાજો ખોલતા અંદરના મના દરવાજાનું નકુચો તૂટેલો હોય સામાન વેર વિખેર હોય જેથી ચોરી થયાની શંકા ગઈ હતી.બાદમાં ઘરમાં તપાસ કરતા તિજોરીના ખાનામાં રાખેલ સોનાનું પેન્ડલ, સોનાની બે વીંટી, સોનાના પાટલા ચાંદીનો જુડો, ચાંદીની વીંટી મંગળસૂત્ર સહિત કુલ પિયા ૯૬,૨૦૦ ના દાગીના કબાટમાં રાખેલી તિજોરીમાંથી કોઈ ચોરી કરી ગયું હોવાનું માલુમ પડું હતું. જેથી તેમણે આ અંગે આજીડેમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી ચોરીના આ બનાવવાનો ભેદ ઉકેલવા તપાસ હાથ ધરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં એક વર્ષમાં હાર્ટએટેકના ૬૨૫ કેસ : ૩૮ મૃત્યુ
January 24, 2025 05:34 PMજામ્યુકોના એસ્ટેટ અધિકારીઓ ટાઉનહોલના સીટી બસ સ્ટેન્ડ પર એક નજર તો કરો..
January 24, 2025 05:07 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech