ધુમાડાના ગોટેગોટા! રાજુલામાં ડાયપર કારખાનામાં લાગી ભીષણ આગ, ફાયરની ત્રણ ગાડીઓ ઘટનાસ્થળે

  • June 09, 2025 07:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમરેલી જિલ્લાના રાજુલા નજીક હિંડોરણા ગામ પાસે આવેલા ડાયપર બનાવતા એક કારખાનામાં આજે ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં જ તે બેકાબૂ બની ગઈ હતી અને તેના ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી જોવા મળી રહ્યા હતા.

આ ઘટના બનતાની સાથે જ વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. કારખાનામાંથી આગની જ્વાળાઓ અને ધુમાડાના ઉછળતા ગોટા જોઈને આસપાસના લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. આગની તીવ્રતા એટલી હતી કે કારખાનાની એક દીવાલ પણ ધરાશાયી થઈ હતી.

આગ પર કાબૂ મેળવવા માટે તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. રાજુલા ફાયર વિભાગની ત્રણ ગાડીઓ ઘટનાસ્થળે દોડી આવી હતી અને આગ બુઝાવવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી, પરંતુ શોર્ટ સર્કિટ અથવા અન્ય કોઈ ટેકનિકલ ખામી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આગને કારણે મોટા પ્રમાણમાં નુકસાન થયું હોવાનું અનુમાન છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application