સ્માર્ટ વીજમીટર ગ્રાહકોને માસિક બિલ, ચેક મીટર સહિતના વિકલ્પો

  • May 23, 2024 11:55 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પીજીવીસીએલ સહિતની રાયની વીજ વિતરણ કંપનીઓ દ્રારા ગ્રાહકોના ઘરે સ્માર્ટ મીટર લગાડવાની ચાલી રહેલી કાર્યવાહી દરમિયાન ગ્રાહકોમાં સ્માર્ટ વીજ મીટરને કારણે વધુ બિલ આવતા હોવા બાબતે ગુજરાત ઉર્જા વિકાસ નિગમ દ્રારા ખાસ સ્પષ્ટ્રતા કરવા ઉપરાંત સ્માર્ટ વીજ મીટર બદલવાની કાર્યવાહીની વધુ સુગમ અને પારદર્શક બનાવવા વીજ ગ્રાહકને ત્યાં સ્માર્ટ મીટરની સાથે ચેક મીટર પણ લગાવી શકાય તેમજ ગ્રાહક ઈચ્છે તો માસિક બિલ આપવા સહિતના નિર્ણયો લેવાયા છે.
ઉર્જા વિકાસ નિગમ દ્રારા જણાવાયું છે કે, સ્માર્ટ મીટર બાબતે લોકોમાં કદાચ પૂરતી જાણકારીના અભાવે સંશય પેદા થયેલ છે. જેમાં જૂનું મીટર બદલી સ્માર્ટ મીટર લગાડવામાં આવે ત્યારે છેલ્લા બિલના રીડિંગથી જૂના મીટર બદલવાના સમયે નોંધાયેલા રીડિંગ વચ્ચેના તફાવતના આધારે ગ્રાહકના વીજ વપરાશનું બિલ એક સાથે ગ્રાહક પાસેથી લેવાના બદલે તેની સામે સિકયુરિટી ડિપોઝીટની રકમ એડજસ્ટ કરીને ફાઇનલ આઉટસ્ટેન્ડિંગ એમાઉન્ટની ગણતરી કરી તેને મહતમ છ મહિનામાં વસૂલ કરી શકાય તે રીતે દૈનિક રકમ ગ્રાહકના ખાતામાંથી ઉધારવાની જોગવાઈ કરવામાં આવી હતી. સ્માર્ટ મીટરધારકોના બેલેન્સમાંથી દૈનિક વીજ વપરાશના ચાર્જ ઉપરાંત આ જૂના વપરાશના બિલની રકમ પણ ઉધારવામાં આવતી હોવાથી સ્માર્ટ મીટર ગ્રાહકને વીજબિલ વધુ આવતું હોવાની ગેરસમજ ઊભી થયેલ છે.
આમ, ગ્રાહકોમાં બિલની ગણતરી અંગે જે ગેરસમજો ઊભી થયેલ છે તે નિવારવા તેમજ અન્ય માધ્યમોમાંથી મળેલ વિવિધ સૂચનોને ધ્યાને લઈ સ્માર્ટ મીટરને સંલ બાબતો સરળ બનાવવા સ્માર્ટ મીટર ગ્રાહકો પૈકી જે ગ્રાહકો સ્માર્ટ મીટરની સાથે ચેક મીટર લગાડવા ઇચ્છુક હશે તે ગ્રાહકોના ઘરે ચેક મીટર લગાડવામાં આવશે, જેથી બંને મીટરનો વપરાશ સરખાવી શકાય. સ્માર્ટ મીટરવાળા ગ્રાહકો દૈનિક વીજ વપરાશના યુનિટ પોતાની મોબાઇલ એપ્લીકેશન પર જોઈ શકશે, સ્માર્ટ મીટર ધારકને રજિસ્ટર્ડ મોબાઇલ નંબર અને પોતાની સ્માર્ટ મીટરની મોબાઇલ એપ્લીકેશન પર માસિક બીલ આપવામાં આવશે, જેની ચુકવણી માટે હાલની સામાન્ય બિલ પ્રક્રીયા મુજબ નિયત સમય આપવામાં આવશે. જે સ્માર્ટ મીટર ધારકનું રિચાર્જ મહિના દરમિયાન નેગેટિવ બેલેન્સમાં હશે તો પણ તેને ડિસ્કનેકશન કરવામાં આવશે નહિ. અને નિયત સમયગાળામાં બિલ ભરપાઈ ન કરવામાં આવે તે કિસ્સામાં હાલની સામાન્ય બિલ પ્રક્રિયા મુજબ કાર્યવાહી કરવામાં આવશે. અત્રે યાદ રહે વીજ વિતરણ કંપનીઓમાં છેલ્લા ત્રણ મહિનામાં એમજીવીસીએલમાં ૨૭૭૦૦, ડીજીવીસીએલમાં ૧૧૮૦૦, પીજીવીસીએલમાં ૭૦૦૦ અને યુજીવીસીએલમાં ૧૦૦૦ થી વધુ સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application