વડાપ્રધાન દ્રારા થનારા લોકાર્પણમાંથી સ્માર્ટ સિટી, અટલ સરોવરની બાદબાકી

  • February 17, 2024 02:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દેશના પ્રધાનમંત્રી આગામી તા.૨૪ના રોજ સૌરાષ્ટ્ર્રની મુલાકાતે આવી રહ્યા છે અને તા.૨૫મી ફેબ્રુઆરીના રોજ રાજકોટ શહેરમાં તેમના હસ્તે એઇમ્સ, જનાના હોસ્પિટલ અને સ્માર્ટ સિટી–અટલ સરોવર સહિતના પ્રોજેકટનું લોકાર્પણ થનાર હતું પરંતુ આ લોકાર્પણ સમારોહના લિસ્ટમાંથી રાજકોટ મહાનગરપાલિકાના સ્માર્ટ સિટી પ્રોજેકટ અને તે અંતર્ગતના અટલ સરોવર પ્રોજેકટની બાદબાકી કરવામાં આવી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળે છે.

વિશેષમાં વિશ્વસનીય સૂત્રોમાંથી પ્રા વિગતો અનુસાર રાજકોટ મહાનગરપાલિકા તત્રં કે રાજકોટ જિલ્લા વહીવટી તંત્રમાંથી ઉપરોકત મામલે સત્તાવાર રીતે કોઇ મગનું નામ મરી પાડવા તૈયાર નથી પરંતુ આજરોજ પીએમના કાર્યક્રમ સંદર્ભે મહાનગરપાલિકામાં મળેલી મીટીંગ તેમજ જિલ્લા કલેકટર કચેરીમાં મળેલી મિટિંગમાં પણ આ મુદ્દો ચર્ચામાં આવ્યો હતો. સ્માર્ટ સિટી પ્રોજેકટ અંતર્ગતના રોબસ્ટ ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટની મુદત આગામી તા.૩૦ જુન ૨૦૨૪ના રોજ પૂર્ણ થઇ રહી છે, આથી જો આગામી તા.૨૫મી ફેબ્રુઆરીએ લોકાર્પણ કરવાનું થાય તો આ પ્રોજેકટની કામગીરી ચાર મહિના વહેલી પૂર્ણ કરવાની થાય તેમ છે. જયારે અટલ સરોવરની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે પરંતુ તેમાં પાણી નથી અને આગામી આઠ દિવસ સુધી લગાતાર તેમાં પાણી ભરવામાં આવે તો પણ અટલ સરોવર ભરાય તેમ નથી !!

સ્માર્ટ સિટી અને અટલ સરોવર પ્રોજેકટ પડતો મુકાય તેમ નિશ્ચિત છે તેમ છતાં મહાપાલિકા તંત્રએ તૈયારીઓ પડતી મૂકી નથી સ્માર્ટ સિટીના રોબસ્ટ ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટને વહેલો પૂર્ણ કરવા માટે કોન્ટ્રાકટર એજન્સી એલ એન્ડ ટીએ નવી દિલ્હીથી તેની કંપનીની બીજી ટીમ બોલાવી છે અને તે પણ કામે લાગી ગઈ છે. યારે અટલ સરોવર ભરવા માટેની કામગીરી શ કરાય છે પરંતુ સરોવરમાં પાણી ટકતું નહીં હોવાનું બહાર આવ્યું છે. આમ છતાં મહાપાલિકા તંત્રએ તેમાં પાણી ઠાલવવાનું પણ ચાલુ રાખ્યું છે. તદુપરાંત સ્માર્ટ સિટી અને અટલ સરોવર પ્રોજેકટ તા.૨૫ ફેબ્રુઆરી સુધીમાં લોકાર્પણને લાયક થઇ જાય તે માટે તમામ સીટી ઇજનેરો સહિત કુલ ૩૨ ઇજનેરોને આ કામ માટે અનિયુકત કરતો હત્પકમ પણ કરાયો છે અને તેઓ પણ કામે લાગી ગયા છે તેમ છતાં કામ પૂર્ણ થાય તેમ નથી.

દરમિયાન આ બંને પ્રોજેકટ લોકાર્પણ ની તારીખ સુધીમાં પૂર્ણ થાય તેમ ન હોય હવે શું કરવું ? તે મામલે ઉચ્ચ કક્ષાએથી પણ માર્ગદર્શન માંગવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. જોકે ઉપરોકત બંને પ્રોજેકટ પીએમના લોકાર્પણ કાર્યક્રમ માંથી પડતા મૂકવામાં આવ્યા હોવાનું બોલવા સત્તાવાર રીતે કોઇ તૈયાર નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application