એઇમ્સ, સ્માર્ટસિટી અને ઝનાના હોસ્પિટલનું ૨૫મીએ પીએમના હસ્તે લોકાર્પણની શકયતા

  • February 09, 2024 03:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કેન્દ્ર સરકારે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર્ર–કચ્છની દોઢ કરોડની જનતાને આપેલી અમુલ્ય ભેટ સમી ઓલ ઇન્ડિયા ઇન્સ્િટટયૂટ ઓફ મેડિકલ સાયન્સીઝ (એઇમ્સ), સ્માટસિટી પ્રોજેકટ તેમજ લાંબા સમયથી જેનું લોકાર્પણ થવાની રાહ જોવાઇ રહી તે તેવી નવનિર્મિત ઝનાના હોસ્પિટલ સહિતના ત્રિવિધ પ્રોજેકટનું આગામી તા.૨૫મીએ પ્રધાનમંત્રીના હસ્તે લોકાર્પણ થાય તેવી શકયતા છે. ઉચ્ચ કક્ષાએથી આ અંગે નિર્દેશ મળતા આજે બપોરે રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોષી સહિતના અધિકારીઓ ઉપરોકત ત્રણેય પ્રોજેકટની સાઇટ વિઝિટ માટે દોડી ગયા હોવાનું જાણવા મળે છે.

વિશેષમાં સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો અનુસાર એઇમ્સનું કામ મહદ અંશે પૂર્ણ થઇ ગયું છે અને ફાઇનલ ટચ અપાઇ રહ્યો છે. ઝનાના હોસ્પિટલમાં પણ ઘટતી સુવિધાઓ અને મંજૂરીઓની પૂર્તતા કરી લેવામાં આવી છે તેમજ સ્માર્ટસિટી પ્રોજેકટનું ૯૮ ટકા કામ પૂર્ણ થઇ ગયું છે ત્યારે આ ત્રણેય પ્રોજેકટનું એકસાથે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવે તે માટેનું આયોજન ગોઠવાઇ રહ્યું છે. આ અંગે પીએમઓમાંથી કોઇ સત્તાવાર નિર્દેશ અપાયો નથી પરંતુ ટૂંક સમયમાં અપાય તો નવાઇ નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application