નાના વ્યવસાયકારોને મળશે ડિજીટલ પ્લેટફોર્મ, 'BLUE COLLARS' એપના માધ્યમથી પોતાનો બિઝનેસ વિસ્તારવાની સુવર્ણ તક

  • July 04, 2023 01:29 PM 

કોઈ પણ દેશનું અર્થતંત્ર તેના વ્યવસાયકારો ઉપર ટકેલું હોય છે. નાના હોય કે મોટા, કોઇ પણ વ્યવસાયકારો દેશના અર્થતંત્રની કરોડરજ્જુ કહેવાતા હોય છે. મોટા વ્યવસાયકારો તો આધુનિક ટેકનોલોજી અને સરકારના સપોર્ટથી આગળ વધી જતા હોય છે પણ નાના વ્યવસાયકારોને ઘણી સમસ્યા નડતી હોય છે. બ્લુ કોલર્સ તરીકે ઓળખાતા આ નાના વ્યવસાયકારોનું જીવનધોરણ ઊંચું લાવવા માટે વિવિધ સ્તરે પ્રયાસો થતા રહે છે. રાજકોટના વતની એવા ડો. રીતેશ ભટ્ટ અને કૃપા મહતા કે જેઓ હાલ સ્વીડન સ્થાયી થયેલા છે એમણે આવો જ એક પ્રયાસ કર્યો છે.



ડેન્માર્ક અને ત્યારબાદ સ્વીડનમાં ઓલમોસ્ટ ૧૦ વર્ષ રહીને ઘણા પ્રકારની બ્લુ કોલર્સ જોબ કર્યા બાદ, યુરોપીયન દેશોના બ્લુકોલર્સ વ્યવસાયનું ટેકનોલોજી આધારીત સુવ્યવસ્થિત માળખું જોયું ત્યારે એવો વિચાર આવ્યો કે ભારતમાં પણ આવા કરોડો બ્લુ કોલર્સ લોકો છે જેમનામાં આવડત તો છે પણ આવું કોઈ ટેકનોલોજીકલ પ્લેટફોર્મ ન હોવાના કારણે એમની આવડત પ્રમાણે વળતર મળતું નથી અથવા જેમને જરૂર છે એવા લોકો સુધી તેઓ પહોંચી શકતા નથી. આવા લોકો માટે અને દેશ માટે કંઈક કરી છૂટવાની ભાવનાથી ડો. રીતેશ ભટ્ટ અને કૃપા મેહતાએ એક બીડું ઝડપ્યું અને આ રીતે 'IM BLUE COLLARS' નું વિચારબીજ રોપાયું.



 કોઈપણ કામ નાનું કે મોટું નથી હોતું. આપણી આસપાસના લાખો લોકો શ્રમ કરીને પરિવારનું સ્વમાનભેર ગુજરાન ચલાવતા હોય છે, જેને બ્લુ કોલર્સ તરીકે ઓળખવામાં આવે છે. બ્લુ કોલર્સ વ્યવસાયો જેવા કે દરજીકામ, મોચીકામ, સુથારીકામ, કડિયાકામ, માટીકામ, મજૂરી, ઇલેકટ્રીશ્યન, એસી રીપેરીંગ, ટિફિન સર્વિસ, ડ્રાઇવીંગ, રીક્ષા, ગેરેજ, સિલાઇકામ, વેલ્ડીંગ કામ કરનાર, કોમ્પ્યુટર, મોબાઈલ રીપેરીંગ, ફોટોગ્રાફી - વિડીયો શૂટીંગ, આવા નાના મોટા હજારો કૌશલ્ય આધારીત વ્યવસાયો છે.



ભારત દેશની ૪૦ ટકા ઈકોનોમીનો આધાર વિશાળ રેન્જ ધરાવતા, રિપેરિંગ કામ કરતાં અસંખ્ય બ્લૂ કોલર્સના અસંગઠીત ક્ષેત્ર પર રહેલો છો. કોઈ સારી કોમ્યુનિકેશનને તો કોઇ સારી અવડતને કારણે ધંધો રળી લેતા હોય છે, છતાં દરેક સંઘર્ષ કરતુ જ હોય છે. આજે મોબાઈલ અને ઇન્ટરનેટ ક્રાંતિના લીધે હવે બધી જ વસ્તુઓ ઓનલાઇન થવા લાગી છે, ત્યારે બ્લુ કોલર્સ વ્યવસાય કરતા લોકો પાસે પોતાનું કામ કરવાની આવડત તો છે પરંતુ એટલી મૂડી નથી કે આધુનિક ટેક્નોલોજીમાં રોકાણ કરી શકે. આવા લોકોની મદદ કરવા, એમને સાથ આપવા, એમનું જીવનધોરણ સુધારવા, એમને ટેક્નોલોજીનો સપોર્ટ આપવા માટે જ IM BLUE COLLARS નામની વેબસાઈટ અને એન્ડ્રોઇડ તથા IOS એપ લોન્ચ કરી છે. આ પ્લેટફોર્મની મદદથી સ્કીલ આધારીત અન-ઓર્ગેનાઇઝડ સેકટર સાથે જોડાયેલા લોકોને વ્યવસાયમાં વેગ મળશે. આ પ્લેટફોર્મ દ્વારા પોતાના વ્યવસાયનું ફ્રી માં બ્રાન્ડીંગ કરી શકશે.



આ વેબસાઈટ અને મોબાઈલ એપ્લીકેશન થકી કૌશલ્ય અને મહેનત - મજદુરી સાથે જોડાયેલા લોકોની ડિજિટલ ઓળખ ઉભી થશે, તેમના કામ અને વ્યવસાયનું વેબસાઇટ અને એપ્લીકેશન પર પ્રોફેશનલી ડિસ્પ્લે થશે. લોકોને જે કોઈ કામ માટે આવા કૌશલ્ય ધરાવતા બ્લુ કોલર્સની જરૂર હશે ત્યારે એમની નજીકમાંથી જ તેઓ આ વેબસાઇટ કે એપ દ્વારા સંપર્ક કરી શકશે. સર્વિસ લેનાર અને આપનાર આ વેબસાઈટ અને એપના માધ્યમથી એકબીજા સાથે જોડાઈ શકશે. આમ ટેક્નોલોજીના માધ્યમથી લાખો બ્લુ કોલર્સ વ્યવસાય કરતા લોકોને વધુ આગળ વધવાની તક મળશે.


'IM BLUE COLLARS 55 થી વધુ કેટેગરીમાં નાના પણ પોતાના કામ કરતા, હક્કનું રળીને ખાતા લોકોને સાંકળતું એક વિશાળ પ્લેટફોર્મ છે. જેની મોબાઈલ એપ્લીકેશન આજે રાજકોટમાં લોન્ચ થઇ રહી છે. રાજકોટથી શરુ થયેલી આ સફર ભવિષ્યમાં સમગ્ર ગુજરાતના પ્રત્યેક જીલ્લાને આવરી લેશે.ડો. રીતેશ ભટ્ટ અને કૃપા મેહતાનો આ પ્રયાસ સરાહનીય છે અને સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાંથી તેને આવકાર મળી રહ્યો છે.

આ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવા માટે https://www.imbluecollars.com/ અથવા વ્યવસાયની વીગત +91 7435005001 પર વ્હોટ્સએપ પર મોકલી શકે છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application