દરિયાકાંઠાના વિસ્તારોમાં મહત્તમ તાપમાનના પ્રમાણમાં મામુલી રાહત થઈ છે પરંતુ વાતાવરણમાં ભેજનું પ્રમાણ એકાએક વધી જવાના કારણે કંડલા નલિયા ઓખા દ્વારકા પોરબંદર ભુજ માં સવારે ઝાકળ જોવા મળી હતી. દ્વારકામાં 90, કંડલા અને નલિયામાં 88, ભુજમાં 87% ભેજ આજે સવારે નોંધાયો છે. દરિયાકાંઠાના આ તમામ વિસ્તારોમાં મહત્તમ તાપમાન 35 થી 37 ડીગ્રી વચ્ચે હતું. પરંતુ ગઈકાલે તેમાં ઘટાડો થયો છે અને દ્વારકામાં 28.4, ઓખામાં 30 ડિગ્રી મહત્તમ તાપમાન થઈ ગયું છે. નલિયા, કંડલા, પોરબંદર સહિતના દરિયાકાંઠાના વિસ્તારોમાં મહત્તમ તાપમાનમાં ઘટાડો થયો હોવા છતાં 30 થી 35 ડિગ્રી આસપાસ રહ્યું છે.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ આજે સવારે નોર્થ વેસ્ટ રાજસ્થાનમાં દરિયાની સપાટીથી 1.5 કીલોમીટર ની ઊંચાઈ પર સાયક્લોનિક સર્ક્યુલેશન જોવા મળ્યું છે અને તેમાંથી એક ટ્રફ પસાર થઈ રહ્યું છે. આ ટ્રફનો છેડો અરબી સમુદ્ર સુધી લંબાયો છે અને તેના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજનું પ્રમાણ વધી ગયું છે. જોકે ગરમીના પ્રમાણમાં મામૂલી ઘટાડો થતાં અકળામણ અને બેચેની વધી જવા પામી છે.
મામૂલી ઘટાડા છતાં ગરમીનું પ્રમાણ યથાવત રહ્યું છે. ભુજમાં 37.1 નલિયામાં 32.8 અમરેલીમાં 37.9 ભાવનગરમાં 36.2 પોરબંદરમાં 35.5 વેરાવળમાં 35.6 દીવમાં 31 સુરેન્દ્રનગરમાં 38.5 વલ્લભ વિદ્યાનગરમાં 38.2 મહુવામાં ૩૬ કેશોદમાં 37.6 દાહોદમાં 35.2 જામનગરમાં 33.8 અને કંડલામાં 34.8 ડીગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે.
અમદાવાદમાં 37.7 ડીસામાં 34.9 ગાંધીનગરમાં 36 વડોદરામાં 37.4 સુરતમાં 37.7 દમણમાં 36.4 ડિગ્રી મહત્તમ તાપમાન રહ્યું છે. નવું એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું હોવાથી જમ્મુ કશ્મીર, લદાખ, હિમાલયન રિજીયન, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, આસામ, મેઘાલય, અરુણાચલ, નાગાલેન્ડ, મિઝોરમ સહિતના રાજ્યોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech