જમ્મુ અને કાશ્મીર પોલીસે મંગળવારે રિયાસી જિલ્લામાં પેસેન્જર બસ પર હુમલામાં સામેલ આતંકવાદીનો સ્કેચ બહાર પાડ્યો અને તેના વિશે માહિતી આપનારને 20 લાખ રૂપિયાના ઈનામની જાહેરાત કરી. રવિવારે પૌની વિસ્તારના તેરાયથ ગામ નજીક શિવ ખોડી મંદિરથી કટરા જતા ભક્તોને લઈ જતી બસ પર આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો. હુમલા બાદ બસ ખાડામાં પડી ગઈ હતી. આ ઘટનામાં 9 લોકોના મોત થયા હતા અને 41 લોકો ઘાયલ થયા હતા.
પોલીસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે રિયાસી પોલીસે પૌની વિસ્તારમાં પેસેન્જર બસ પર થયેલા તાજેતરના હુમલામાં સામેલ આતંકવાદી સંબંધિત કોઈપણ મહત્વપૂર્ણ માહિતી માટે 20 લાખ રૂપિયાના ઈનામની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે પ્રત્યક્ષદર્શીઓએ આપેલા વર્ણનના આધારે આતંકવાદીનો સ્કેચ તૈયાર કરવામાં આવ્યો છે. તેમણે લોકોને માહિતી આપવા અપીલ કરી હતી.
આ ઘટના રવિવારે ત્યારે બની જ્યારે બસ શિવ ખોડી મંદિરથી કટરાના વૈષ્ણો દેવી મંદિર જઈ રહી હતી. બસ પર ગોળીબાર પૌની વિસ્તારમાં થયો હતો. આ બસ ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને દિલ્હીથી મુસાફરોને લઈને જઈ રહી હતી. ઘટના બાદ ડ્રાઈવરે કાબુ ગુમાવતા બસ ખાડામાં પડી ગઈ હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પીડિતોએ જણાવ્યું હતું કે હુમલાખોરોએ બસ પર ઘણી મિનિટો સુધી ગોળીબાર કર્યો હતો.
આ નંબરો પર માહિતી આપી શકાય છે :
SSP રિયાસી - 9205571332
ASP રિયાસી – 9419113159
ડેપ્યુટી એસપી મુખ્યાલય રિયાસી - 9419133499
એસએચઓ પૌની - 7051003214
એસએચઓ રાનસુ- 7051003213
પીસીઆર રીસી- 9622856295
રિયાસી હુમલામાં સામેલ તમામ આતંકીઓને શોધવા માટે મોટા પાયે ઓપરેશન ચાલી રહ્યું છે. આમાં સુરક્ષા કર્મચારીઓની 11 ટીમ કામ કરી રહી છે. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી એટલે કે NIAએ રિયાસી વિસ્તારની મુલાકાત લીધી હતી. હાલ NIAની ટીમ પુરાવા એકત્ર કરી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસિવિલ વર્ષે ૨૦ લાખ, દર્દીઓ ૧૨ લાખ એજિલસ લેબોરેટરીને રિપોર્ટના ચૂકવે છે!
November 22, 2024 12:39 PMલોકપ્રિયતામાં આલિયા-દીપિકાનો ક્લાસ ગયો, સામંથા નંબર વન
November 22, 2024 12:22 PM'ધ સાબરમતી રિપોર્ટ'ના અભિનેતા વિક્રાંત મેસીએ ખોલી બોલીવુડની પોલ
November 22, 2024 12:21 PMજો તમને રજાઈમાં મોઢું ઢાંકીને સૂવાની આદત છે તો આજે જ છોડી દો, સ્વાસ્થ્યને થઇ શકે છે નુકસાન
November 22, 2024 12:19 PMધૂમ 4 માં રણબીર કપૂરની એન્ટ્રી?
November 22, 2024 12:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech