BREAKING NEWS

બગસરામાં તાજિયાના દિવસે ગુમ થયેલા પ્રૌઢાનું હાડપિંજર મળી આવ્યું

  • July 11, 2026 01:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બગસરામાં તાજિયાના દિવસે ગુમ થયેલા પ્રૌઢાનું હાડપિંજર જૂની સરકારી હોસ્પિટલ નજીક અવાવં જગ્યાએથી મળી આવતા લોકોના ટોળા એકઠાથયા હતા અને ઘટનાની જાણ બગસરા પોલીસને કરવામાં આવતા પોલીસ દોડી ગઈ હતી. ૧૫ દિવસથી ગુમ પ્રૌઢાની પોલીસ ભાડ ન મેળવી શકતા પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉઠા છે.
પ્રા વિગત મુજબ બગસરામાં રહેતા હમીદાબેન હનીફભાઇ ભટ્ટી (ઉ.વ.૬૦)ના પ્રૌઢા તા.૨૬ના રોજ વિજય વિસ્તારમાં તાજીયા જોવા ગયા બાદ લાપતા બનતા પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી પરંતુ પ્રૌઢાની ભાળ ન મળતા બગસરા પોલીસમાં અરજી કરતા પોલીસે ગુમ નોંધ દાખલ કરી તપાસ હાથ ધરી હતી.
બીજી બાજુ પ્રૌઢાના પરિવારજનો પણ શોધી રહ્યા હતા. પરંતુ ૧૫ દિવસ જેટલો સમય વીતવા છતાં પ્રૌઢાની કોઈ ભાળ ન મળતા પરિવાર પોલીસ તપાસ ઉપર નિર્ભય રહ્યો હતો. દરમિયાન તા.૮ના જૂની હોસ્પિટલના ગ્રાઉન્ડ નજીક અવાવં જગ્યાએ હાડ પિંજર મળી આવ્યાની જાણ બગસરા પોલીસને થતા પોલીસ સ્થળ પર પહોંચી હતી અને ગુમ પ્રૌઢાના પરિવારજનો જાણ કરતા પરિવારજનો પણ સ્થળ પર પહોંચ્યા હતા અને આજુબાજુમાં રહેલા કપડાના આધારે હાડ પીંજર હમીદાબેનનું હોવાનું ઓળખી બતાવતા પોલીસે જરી કાર્યવાહી કરી મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે ભાવનગર મોકલી મોતનું કારણ જાણવા તપાસ યથાવત
રાખી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News