પ્રભાસપાટણમાં રહેણાંકમાં જુગાર રમતા છ શખસ ઝડપાયા

  • July 18, 2023 02:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પ્રભાસ પાટણ સર્વેલન્સ સ્કોડ દ્વારા જુગાર અંગે દરોડો પાડી છ જુગારીઓને રોકડા રૂા.૧૧,૪૪૦ ની સાથે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.જુનાગઢ રેન્જ આઇ.જી પી. મયંકસિંહ ચાવડા, જીલ્લાના પોલીસ અધિક્ષક મનોહરસિંહજી જાડેજા, નાયબ પોલીસ અધિક્ષક વી.આર.ખેંગાર દ્વારા જુગાર તથા દારૂનું વેચાણ કરતા શખ્સો સામે  કડક કાર્યવાહી કરવા સુચના આપેલ જે અનુસંધાને પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એ.એમ.મકવાણા ના માર્ગદર્શન હેઠળ પ્રો.પો.ઇન્સ. પી.આર.મારૂ, પો.સબ.ઇન્સ. ડી.એમ કાગડા, એ.એસ.આઇ. હિતેશભાઇ નોંધણભાઇ,  અ.હે.કો. અરજણભાઇ મેસુરભાઇ, પો.કોન્સ. સુનીલભાઇ કેશવભાઇ, મહેન્દ્રભાઇ બાબુભાઇ, સુભાષભાઇ માંડાભાઇ, જ્યેશભાઇ જાદવભાઇ, વનરાજસિંહ પ્રવીણભાઇ, કરસનભાઇ જેઠાભાઇ વિગેરે પેટ્રોલીંગમાં રહેલ તે દરમ્યાન મળેલ બાતમીના આધારે પ્રભાસ પાટણ શાંતિનગરની પાછળ શીંકનગંજ વિસ્તારમાં હીરાભાઇ વાજાના મકાનની બાજુમાં જાહેરમાં જુગાર રમતા (૧) ભાવેશ નરસિભાઇ સેવરા ઉ.વ.રર (ર) હરેશ નાથાભાઇ ગઢીયા ઉ.વ.૨૪ (૩) ચેતન રાણાભાઇ ગઢીયા ઉ.વ.૨૦ (૪) શશીકાન્ત હરીભાઇ સોલંકી ઉ.વ.૨૯ (૫) જીતુ વીરાભાઇ વાજા ઉ.વ.૨૧ (૬) વિપુલ નરસીભાઇ ગઢીયા ઉ.વ.૨૧ ને રોકડા રૂા.૧૧,૪૪૦ ની સાથે ઝડપી લઇ જુગાર ધારા કલમ ૧૨ મુજબનો ગુન્હો દાખલ કરવામાં આવેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application