નીલકંઠ સિનેમા નજીક જાહેરમાં જુગાર રમતા છ શખસો ઝડપાયા

  • May 04, 2024 02:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


નીલકંઠ સિનેમા પાસે જાહેરમાં વર્લી ફીચરનો જુગાર રમતા છ શખસોને પોલીસે ઝડપી લઇ તેની પાસેથી રોકડ રૂ.6690 કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
જુગારના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ, ભકિતનગર પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે નિકલંઠ સિનેમા પાસે ખેતલાઆપા ટી સ્ટોલ નજીક જાહેરમાં વર્લી ફીચરના આંકડા લખી જુગાર રમતા છ શખસોને ઝડપી લીધા હતાં.જુગાર રમતા ઝડપાયેલા શખસોમાં ચંદુ વજુભાઇ કોટક,જીતુ ચુનીભાઇ ગૌસ્વામી,અબ્દુલ ઇસ્માઇલભાઇ ડેલા,લાભુ ડાયાભાઇ ખુંગલા,હિતેશ દલસુખભાઇ ઉમરાણીયા અને દિનેશ શાંતિલાલ માખેચાનો સમાવેશ થાય છે. પોલીસે પટમાંથી રોકડ રૂ.6690 કબજે કરી આરોપીઓ સામે જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application