સોમનાથ ધોરી માર્ગ પર તળાજા તાલુકાના ત્રાપજ બાયપાસ નજીક આજે વ્હેલી સવારે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ત્રણ બાળકો સહિત ૬ના ઘટના સ્થળે મોત નીપયા હતા. યારે ૨૦થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા. સુરતથી રાજુલા જઈ રહેલી ખાનગી ટ્રાવેલ્સની બસ રોડની સાઇડે બધં હાલતે ઉભેલા ડમ્પર પાછળ ધડાકાભેર અથડાઈ હતી. વ્હેલી સવારે સર્જાયેલા અકસ્માતથી બસમાં નિંદર માણી રહેલા મુસાફરોની ચીખથી ધોરી માર્ગ ગુંજી ઉઠો હતો. તેજ ગતિએ ડમ્પર સાથે અથડાયેલી બસનું ચાલક સાઈડનું પડખું ચિરાઈ ગયું હતું. આ અકસ્માતમાં ૩બાળકો સહિત ૬ના ઘટના સ્થળે મોત નીપયા હતા. જયારે ૨૦થી વધુ ઈજાગ્રસ્ત થતા ૧૦૮ મારફત સારવાર માટે તળાજા અને ભાવનગરની હોસ્પિટલમાં ખસેડાયા હતા. બનાવની જાણ થતા પોલીસ કાફલો દોડી ગયો હતો.
ભાવનગર–સોમનાથ રાષ્ટ્ર્રીય ધોરી માર્ગ પર સર્જાયેલા અકસ્માત અંગે ઉપલબ્ધ પ્રાથમિક વિગતો મુજબ સુરતથી રાજુલા જઈ રહેલી એપલ ટ્રાવેલ્સની લકઝરી બસ નંબર જી. જે.૧૪ ઝેડ ૦૪૬૮ ભાવનગરથી
તળાજા તરફ તેજ ગતિએ દોડી રહી હતી ત્યારે વ્હેલી સવારે ત્રાપજ બાયપાસ નજીક પહોંચતા રોડની સાઈડ પર બધં હાલતે ઉભેલા ડમ્પર નંબર જી. જે. ૨૭ટીડીની પાછળ ધડાકા ભેર અથડાઈ હતી. ડમ્પર પાછળ બસ અથડાતા નિંદર માણી રહેલા બસના મુસાફરોની ચીખથી ધોરી માર્ગ ગુંજી ઉઠો હતો. બસની ગતિ એટલી તેજ હતી કે ચાલક બાજુનું પડખું ચિરાઈ ગયું હતું.
આ અકસ્માતમાં બસમાં મુસાફરી કરી રહેલ ખુશી કલ્પેશભાઈ બારૈયા (ઉ. વ. આ. ૮ વર્ષ, રે. મોરંગી), જયશ્રીબેન મહેશભાઈ નકુમ(ઉવ. ૩૮, રે. વાઘનગર, મહત્પવા), તમન્ના ભરતભાઈ કવાડ(ઉ. વ. આ. ૭વર્ષ, રે. માંડલ), ગોવિંદભરતભાઈ કવાડ (ઉ. વ. આ. (૪વર્ષ, રે. માંડલ), છગનભાઇ કાળાભાઇ બલદાણીયા (ઉ. વ. ૪૫, રે. રસુલપરા, ગીરગઢડા) અને શતુરાબેન મધુભાઈ હડિયા(ઉ. વ. ૪૫, રે. કોટડી, રાજુલા)ના ઘટના સ્થળે જ મોત નીપયા હતા.
યારે સોનલબેન જીણાભાઈ રાઠોડ (ઉ. વ. ૨૬, રે. રોયલ), બાબો સોનલબેન જીણાભાઈ રાઠોડ, રીના કલ્પેશભાઈ (ઉ. વ. ૬, રે. મોરંગી), પ્રવિણાબેન ભરતભાઈ કવાડ (ઉ. વ. ૩૦, રે. માંડલ), રમેશભાઈ ભીમાભાઈ હડિયા(ઉ. વ. ૩૫, રે. કોટડી), ભરતભાઈ કેશુભાઈ પરમાર (ઉ. વ. ૩૫, રે. ગીરગઢડા) અને બસ ચાલક વલ્લભભાઈ સોંડાભાઈ કવાડ (ઉ. વ. ૪૦, રે. માંડલ)ને ઇજાઓ થતા સારવાર માટે તળાજા અને ભાવનગરની હોસ્પિટલમાં ખસેડાયા હતા.
અકસ્માતની જાણ થતા અલગં પોલીસના ઈન. ચા. પી આઈ અસ્વિન ખાંટ સહિતનો કાફલો દોડી ગયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજ્યમાં 36 મામલતદારોની બદલી અને બઢતી...જૂઓ લીસ્ટ
January 09, 2025 11:25 PMFire in Los Angeles: બળીને રાખ થઈ જશે હોલીવુડ...કેલિફોર્નિયામાં જંગલની આગથી ભારે તબાહી...જૂઓ ફોટો
January 09, 2025 11:06 PMઅમદાવાદમાં HMPV વાયરસનો વધુ એક કેસ, 80 વર્ષના વૃદ્ધ પણ સંક્રમિત
January 09, 2025 11:03 PMમોરબીમાંથી રૂપિયા 2.65 લાખની ચાઈનીઝ દોરી સાથે એકની ધરપકડ
January 09, 2025 11:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech