લઠ્ઠાકાંડનું નવું વર્ઝન?: નડિયાદના બીલોદરા ગામે ઝેરી સિરપ પીધા પછી છ લોકોના મોત

  • November 30, 2023 03:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


એકાએક કોઈ સ્વસ્થ વ્યકિતનું મૃત્યુ થઈ જવું વિચિત્ર બાબત છે અને તેમાં પણ યારે એકથી વધારે લોકો રહસ્યમયી રીતે મોતને ભેટે ત્યારે કઈક અજુગતું થયું હોવાની પ્રતિતી થાય છે. એવામાં નડીયાદમાં આવેલા બે ગામોમાં બે દિવસમાં જ ૬ લોકો રહસ્યમયી રીતે મોતને ભેટવાના સમાચાર સામે આવતા હાહાકાર મચી ગયો છે.


પ્રા માહિતી અનુસાર, ખેડા જીલ્લ ાના નડિયાદમાં આવેલા બિલોદરા ગામના ૩ વ્યકિતઓનું મૃત્યુ થયું છે. બીજી બાજુ મહત્પધાના બગડું ગામે પણ ૩ વ્યકિતઓના શંકાસ્પદ મૃત્યુ થયા છે. તેમજ બીજી એક વ્યકિતની હાલત પણ ગંભીર છે અને હાલ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. ઘટનાને લઈ નડિયાદ પોલીસ એલસીબી અને એસઓજીએ સાથે મળીને તપાસ શ કરી છે. મૃત્યુ પામેલા ૫ લોકો કયા કારણથી મૃત્યુ પામ્યા છે તે જાણવા માટે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. પોસ્ટમોર્ટમ બાદ જ મૃત્યુનું સાચું કારણ સામે આવી શકે છે.


ગુજરાતમાં ફરી એકવાર કથિત લઠ્ઠાકાંડની ઘટના સામે આવી રહી છે. ખેડા જિલ્લ ાના નડિયાદ અને મહત્પધા તાલુકાના બે ગામોમાં છેલ્લ ા બે દિવસમાં ૬ લોકોના શંકાસ્પદ રીતે મોત થયા છે. મૃતકો પાસેથી આયુર્વેદિક સિરપની બોટલો મળી આવી છે, આ બોટલ પર અમદાવાદના જુહાપુરાનું સરનામું લખેલું છે. જેના આધારે પોલીસે હાલમાં ૩ ઈસમોની ધરપકડ કરી છે.



રિપોટર્સ મુજબ, મહત્પધા રોડ પર આવેલા બિલોદરા ગામમાં દેવદિવાળીએ રાત્રે માંડવીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગામના તથા અન્ય ગામના લોકો પણ આવ્યા હતા. દરમિયાન ગામના ૩ યુવકોએ રાત્રે શંકાસ્પદ પીણું પીધું હતું.


આ બાદ તેમની તબિયત લથડતા ૩ યુવકોના મોત થઈ ગયા હતા. યારે બાજુના બગડુ ગામના પણ ૨ યુવકોના મોત થયા હતા. ત્યારે આજે વધુ એક યુવકનું મોત થતા અત્યાર સુધીમાં કુલ ૬ લોકોના મોત થયા છે.

મૃતકના પરિજનના કહેવા મુજબ, તેઓ ઘરે આવ્યા અને માથામાં દુખાવો થયો, પરસેવો વળી ગયો, અને ત્યાર બાદ મોંમાંથી ફીણ આવી ગયું હતું. દવાખાને લઈ ગયા તો ડોકટરે સિવિલ હોસ્પિટલમાં મોકલ્યા. ત્યાં ડોકટરે મૃત જાહેર કરી પોસ્ટમોર્ટમ કરવાનું કહેતા કેસ કરવાનું જણાવ્યું હતું.
મૃતકો પાસેથી આયુર્વેદિક સિરપ જેવી ખાલી બોટલો મળી આવી હતી. જેના આધારે પોલીસે ૩ વ્યકિતઓની ધરપકડ કરી છે. આ ૩ ઈસમોમાંથી એક બિલોદરા ગામનો જ વ્યકિત છે, જે કરિયાણાની દુકાન ધરાવે છે, તો અન્ય વ્યકિત અમદાવાદનો છે જે આ સીરપ સપ્લાય કરતો હતો અને એક વચેટિયો વ્યકિત નડિયાદનો હોવાનું જાણવા મળી રહ્યું છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application