કોડીનારના છારા ઝાંપા વિસ્તારમાં આવેલ જગદીશ ફાસ્ટ ફડ નામની દુકાનમાં ભરબપોરે હત્પમલો કરવાની ઘટનામાં ઈજા પામનાર ધ્રુવ દિનેશભાઈ સવનીયાએ આઠ શખ્સો સામે પોલીસમાં ધોરણસર ફરિયાદ નોંધાવી હતી.
જે ફરિયાદને આધારે પોલીસે ૬ શખસોને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
કોડીનારમાં ફાસ્ટ ફડના ધંધાર્થીની દુકાને જઈ તલવાર ધારિયા જેવા ઘાતક હત્યારો સાથે આંતક મચાવ્યા બાદ આરોપીઓએ જગદીશ ફાસ્ટ ફડવાળા ભાવિકભાઈના ઘરે જીવલેણ હત્પમલો કરવાની તૈયારી સાથે ગયેલા યાં ભાવિકભાઈના કૌટુંબિક ભાઈ ધ્રુવ સવનીયા તેમના પરિવારજનોને ગાડીમાં બેસાડીને બહાર જવાની તૈયારી કરતા હતા
તે વખતે છરી જેવા જીવલેણ હથિયાર સાથે આરોપીઓએ તેમના ઉપર પણ હત્પમલો કર્યેા હતો.
ફરિયાદમાં ધ્રુવ દિનેશભાઈ એ જણાવ્યું છે કે તેમના કૌટુંબિક ભાઈ ભાવિકએ આરોપી વિશાલ વાઢેર ની પત્ની સાથે સોશિયલ મીડિયામાં વાતચીત કરેલ જે બાબતનું મન દુ:ખ રાખીને જગદીશ ફાસ્ટ ફડમાં જઈને તલવાર અને ધારિયા સાથે જઈને રાજ સવનીયા સાથે પ્રથમ માથાકૂટ કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી
બાદ ફરિયાદી રાજ સવનીયા ઘર પાસે ઊભા હતા ત્યારે આ કુલદીપ કરસન વાઢેળ, વિશાલ વાઢેર, શૈલેષ વાઢેર, ભવદીપ દિનેશ અપરનાથી, સુનિલ ખીમા વાઢેર, અજય દિનેશ સોસા, બિપીન જયંતિ વાઢેળ તથા જય ગોવિંદ વાજાએ ફરિયાદી ધ્રુવ દિનેશભાઈને ગંભીર ઇજા પહોંચાડતા તેમને રા. ના. વાળા હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડવામાં આવ્યા હતા.
ધોળે દિવસે બનેલી ઘટનાથી બજારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો.
બનાવ અંગે પોલીસે ગણતરીની કલાકોમાં છ જેટલા આરોપીની ધરપકડ કરીને ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખોટા દસ્તાવેજો રજુ કરનાર પૂર્વ IAS પૂજા ખેડકરની જામીન અરજી દિલ્હી હાઈકોર્ટે ફગાવી
December 23, 2024 04:26 PMદિવાળીએ થયેલા ઝઘડાની દાઝે પરિવાર પર ઘાતક હથિયારથી હુમલો, પિતા-પુત્રને ઇજા
December 23, 2024 04:26 PMવિશ્ર્વ ખેડૂત દિવસ : જગતનો તાત હજી પણ કુદરતના ભરોસે
December 23, 2024 04:25 PMસતત બીજા દિવસે પણ ભાવનગરમાં ધાબડિયુ વાતાવરણ સર્જાતા ટાઢોડુ વ્યાપ્યુ
December 23, 2024 04:24 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech