ભરૂચમાં ગોઝારા અકસ્માતમાં ૬ લોકોના મૃત્યુ નિપયા હતા. જંબુસરના મગણાદ ગામ પાસે રસ્તા ઉપર ઉભી રહેલી ટ્રકમાં ઈકો કાર ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ૨ બાળક, ૨ મહિલા અને ૨ પુષના મૃત્યુ થયા હતા. તથા ૪ લોકો ગંભીર રીતે ધાયલ થયા હતા. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે જબુંસરની રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માત એટલો ગંભીર હતો કે કારના પતરા કાપીને મૃતદેહ અને ઈજાગ્રસ્તોને બહાર કાઢવામાં આવ્યા હતા. જોકે ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં લોકોના ટોળાઓ ઉમટી પડા છે. જબુંસર પોલીસે તાત્કાલિક સ્થળ પર દોડી આવી તપાસ હાથ ધરી છે. ભચ જિલ્લાના જબુંસર તાલુકાના વેડચ અને પાંચકડા ગામના સગા સંબંધીઓ સાથે ઇકો કાર લઈને ભચ શુકલતીર્થ ખાતે ચાલી રહેલો મેળો મહાલવા જતા સમયે મંગણાદ નજીક હાઈવે પર ઉભેલી ટ્રક સાથે પાછળ ધડાકા ભેર અથડાતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના ઇકોમાં બેઠેલા લોકોની ચીસોથી આસપાસના લોકો દોડી આવ્યા હતા.કસ્માત એટલો ભયાનક હતો કે કારમાં સવાર ૧૦ લોકોમાંથી ૬ લોકોના મોત નિપયા છે યારે અન્ય ઈજાગ્રસ્તોને તાત્કાલિક બહાર કાઢીને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે જબુંસર રેફરલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે.
આ અકસ્માતાં સપનાબેન જયદેવ ગોહિલ, જયદેવ ગોવિંદભાઇ ગોહિલ કીર્તિકાબેન અર્જુનસિંહ ગોહિલ, હંસાબેન અરવિંદ જાદવ, સંધ્યાબેન અરવિંદ જાદવ,વિવેક કુમાર ગણપતે જીવ ગુમાવ્યો છે. તો ઇજા પામનાર નિધિ બહેન નીધીબેન ગણપત, મિતલબેન ગણપ, ગણપતભાઇ રમેશભાઈ, અરવિંદભાઈ રયજીભાઈનો સમાવેશ થાય છે. ભયંકર રોડ અકસ્માતની જાણ થતાં જંબુસરના ધારાસભ્ય ડી.કે.સ્વામી અધિકારીઓ સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતાં
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆ એક વસ્તુને લીંબુમાં મિક્સ કરીને વાળમાં લગાવવાથી ડેન્ડ્રફ થઇ જશે દૂર
January 24, 2025 04:51 PMજાણો દરરોજ એક અંજીર ખાવાના શ્રેષ્ઠ ફાયદાઓ
January 24, 2025 04:45 PMગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં પર્યટન સ્થળો પર જાણો કેટલા સહેલાણીઓ ઉમટ્યા, આંકડો જાણી ચોકી જશો
January 24, 2025 04:35 PMઅમૂલ ગોલ્ડ, તાજા અને ટી સ્પેશિયલના 1 લિટરના પાઉચના ભાવમાં 1 રૂપિયાનો ઘટાડો, જાણો નવા ભાવ
January 24, 2025 04:03 PMજામનગરના ચેક રીટર્ન કેસમાં બે વર્ષની કેદ ૮.૫૦ લાખના દંડનો હુકમ યથાવત
January 24, 2025 04:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech