દ્વારકા તાલુકાના વરવાળા ગામેથી પોલીસે રાજેશ રામા ચૌહાણ અને જેશા સામરા ચૌહાણને ચલણી નોટોના નંબર ઉપર એકી-બેકીનો જુગાર રમતા ઝડપી લીધા હતા. અન્ય એક કાર્યવાહીમાં કારાભાઈ લાખાભા કરમટા અને ચંદ્રેશ બાબુભાઈ મકવાણાને પોલીસે એકી-બેકીનો જુગાર રમતા મુદ્દામાલ સાથે ઝડપી લઈ, કાર્યવાહી કરી હતી.
મીઠાપુર પોલીસે અમિત કિશોરભાઈ ચારોલીયા અને ભીખલ રમેશ સંચાણિયાને તીનપત્તીનો જુગાર રમતા ઝડપી લઈ, મુદામાલ કબજે કર્યો હતો.
ભાણવડ નજીક કારની અડફેટે બાઈક સવાર યુવાન ઘવાયો
ભાણવડ તાલુકાના માનપર ગામે રહેતા ભરતભાઈ ગોવિંદભાઈ બેરા નામના યુવાન તેમના જી.જે. 10 સીસી 6001 નંબરના મોટરસાયકલ પર જામ જોધપુરથી પોતાના ઘરે આવી રહ્યા હતા, ત્યારે ભાણવડથી આશરે 21 કિલોમીટર દૂર ધારાગઢ ગામના હાઈવે પરથી પસાર થતી વખતે પૂર ઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલી જી.જે. 10 ડી.ઈ. 4190 નંબરની સેલેરીયો મોટરકારના ચાલક ભાવેશભાઈ હરજીભાઈ કલોલા (રહે. જામ જોધપુર) એ ભરતભાઈના મોટરસાયકલ સાથે ધડાકાભેર અકસ્માત સર્જતા તેમને શરીરના જુદા જુદા ભાગોમાં નાની-મોટી ઈજાઓ થવા પામી હતી.
આ બનાવ અંગે ગોવિંદભાઈ મેરામણભાઈ બેરાની ફરિયાદ પરથી ભાણવડ પોલીસે કારના ચાલક ભાવેશભાઈ હિરજીભાઈ કલોલા સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, ધોરણસર કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆતંકને આશરો આપનારાનો નાશ કરાશે: મોદી
December 23, 2024 10:55 AMજૂનાગઢ: બી ડિવિઝન પીએસઆઇ પરમારનું તબિયત લથડવાથી મૃત્યુ
December 23, 2024 10:51 AMજૂનાગઢ: ઉબેણ નદીમાં દૂષિત પાણી નહીં અટકે તો ધારાસભ્યની આંદોલનની ચીમકી
December 23, 2024 10:48 AMસૌરાષ્ટ્ર્રમાં ઠંડી વધી પણ કાલથી તાપમાન વધશે
December 23, 2024 10:45 AMરણુજા નજીક પગપાળા જઈ રહેલા દસ વર્ષના બાળકને કારચાલકે કચડી નાખતાં કરુણ મૃત્યુ
December 23, 2024 10:44 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech