જામનગર પંથકમાં વિદેશી દારુ-બિયર સાથે છ ઝડપાયા: એક ફરાર

  • April 28, 2025 11:10 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંઢેરા, લાલપુર, ખોડીયાર કોલોની, ૮૦ ફુટ રોડ અને ભીમવાસ પાસે પોલીસ પ્રગટી : દારુની બોટલો અને બિયરના ટીન, બે બાઇક કબ્જે


કાલાવડના ખંઢેરા, લાલપુરના ચાર થાંભલા, ખોડીયાર કોલોની, મહાવીરનગર પાછળ અને ભીમવાસ નજીક બ્રિજ પાસે પોલીસ દ્વારા દરોડા પાડીને ઇંગ્લીશ દારુની બોટલ, બિયરના ટીન અને વાહન સાથે છ શખ્સોને દબોચી લેવામાં આવ્યા હતા, જેમાં ખંઢેરા અને લાલપુરમાં ૨૧-૨૧ બોટલ મળી આવી હતી, એક શખ્સની સંડોવણી ખુલી હતી તમામની સામે કાયદેસરની કાર્યવાહી કરીને તપાસ આગળ ધપાવી હતી.

કાલાવડના ખંઢેરા ગામમાં રહેતા મોહીરાજસિંહ હકુમતસિંહ જાડેજા તથા ખંઢેરાના જયદિપસિંહ સુખદેવસિંહ જાડેજા નામના ઇસમોએ વાડીએ આવેલ મકાનની બહાર બાથરુમમાં ગેરકાયદે ઇંગ્લીશ દારુ રાખ્યો છે એવી બાતમીના આધારે કાલાવડ ગ્રામ્ય પોલીસ દ્વારા ગઇકાલે દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમ્યાન ઇંગ્લીશ દારુની જુદી જુદી બ્રાન્ડની ૨૧ બોટલ, કિ. ૧૦૫૦૦ વેચાણ અર્થે રાખી પકડાઇ ગયા હતા બંનેની સામે પ્રોહી મુજબ ફરીયાદ કરવામાં આવી છે. 

બીજા દરોડામાં લાલપુરના ચાર થાંભલા પાસે રહેતા હેમલ હસમુખ સાદરીયા નામના શખ્સને ઇંગ્લીશ દારુની ૨૧ બોટલ સાથે મોટરસાયકલ નં. જીજે-૩-એચ-કયુ-૪૮૪૦ લઇને નીકળતા ચાર થાંભલા રોડ પરથી સ્થાનીક પોલીસે પકડી લીધો હતો. દારુ અને બાઇક મળી કુલ ૩૦૫૦૦નો મુદામાલ જપ્ત કર્યો હતો. પુછપરછ દરમ્યાન લાલપુરના ધરારનગરમાં રહેતા અરમાન સલીમ દલનું નામ ખુલ્યુ હતું જેને ફરાર જાહેર કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત જામનગરના યાદવનગર ચાર રસ્તા પાસે રહેતા વિશાલ જેન્તી ઘેડીયાને અંગ્રેજી શરાબની એક બોટલ સાથે ખોડીયાર કોલોની વિસ્તારમાંથી પકડી લીધો હતો. જયારે શહેરના રણજીતસાગર રોડ સેટેલાઇટ પાર્ક પાસે રહેતા પાર્થ મનસુખ કામાણીને મોટરસાયકલ નં. જીજે-૧૦-ડીપી-૦૬૯૫માં વિદેશી દારુની એક બોટલ સાથે મહાવીરનગર પાછળ ૮૦ ફુટ રોડ પાસેથી પકડી લેવામાં આવ્યો હતો.

અન્ય દરોડામાં જામનગરના જુના રેલ્વે સ્ટેશન પાસે ભીમવાસમાં રહેતા મહેશ પુંજા જાદવને બિયરના બે ટીન સાથે આ વિસ્તારમાં બ્રિજ નીચેથી પકડી લીધો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application