પાલીતાણા તાલુકાના ઠાડચ ગામે વાડીમાં લાઈટના અંજવાળે જુગાર રમી રહેલા વાડી માલિક સહિત સાત શખ્સોને ભાવનગર એલસીબીએ રોકડ રૂ.૪૧,૬૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.
ભાવનગર એલ.સી.બી. પોલીસ સ્ટાફનાં માણસો ભાવનગર,પાલીતાણા ટાઉન, રૂરલ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન બાતમી મળેલ કે, ઠાડચ ગામના જયદીપ જીવરાજભાઇ પરમારની વાડીની ઓરડીની પાછળના ભાગે આવેલ વાડીના કાચા રસ્તામા ઓરડીની પાછળના ભાગે લગાવેલ લેમ્પનું અંજવાળું કાચા રસ્તા ઉ૫ર પડતુ હોય જેના અંજવાળે જયદીપ પરમાર સહિત અન્ય શખ્સો પૈસા પાના વતી હાર જીતનો જુગાર રમે છે. જે બાતમી ના આધારે રેઇડ કરી મનીષ લાભશંકરભાઇ રાજયગુરૂ (ઉ.વ.૪૫ રહે.ઠાડચ તા.પાલીતાણા જી.ભાવનગર), હિરા હરીભાઇ બારૈયા (ઉ.વ.૪૫ રહે. કોઠા વિસ્તાર, બગદાણા તા.મહુવા જી.ભાવનગર),રાજેશ હિંમતભાઇ રાઠોડ (ઉ.વ.૪૪ રહે.આબીદભાઇની વાડી,રામપરા રોડ,તળાજા જી.ભાવનગર), ભરત મુળજીભાઇ બારૈયા (ઉ.વ.૪૦ રહે.જુનુ ગામ બગદાણા તા મહુવા જી ભાવનગર), ભરત ભાણભાઇ ફગા (ઉ.વ.૩૦ રહે.સાંજણાસર તા પાલીતાણા જી ભાવનગર), મનીષ સામંતભાઇ બારૈયા (ઉ.વ.૨૭ રહે.ઠાડચ તા.પાલીતાણા જી.ભાવનગર) અને જયદીપ જીવરાજભાઇ પરમાર (ઉ.વ.૨૫ રહે.ઠાડચ તા.પાલીતાણા જી.ભાવનગર)ને ગંજીપત્તાના પાના અને રોકડ રૂ.૪૧,૬૦૦મળી કુલ કિં.રૂ.૪૧,૬૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ તમામ સામે પાલીતાણા રૂરલ પોલીસ મથકમાં જુગારધારા હેઠળ ગુનો નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech