રાજકોટ શહેરમાં ટ્રાફીક બાબતે સમયાંતરે ટ્રાફીક શાખાના કર્મચારીઓને કોઈને કોઈ બાબતે સીએમ (કોમનમેન) સાથે માથાકુટ થતી રહે છે. ટ્રાફીક બ્રાંચના સાહેબો દ્રારા શાળા, કોલેજો, એનજીઓ, ખાનગી સંકુલોમાં સામાન્યજનને ટ્રાફીક સેન્સ, શિસ્ત, નિયમ પાલનનું જ્ઞાન મળે એ માટે માહિતગાર કરવા અવેરનેશ પ્રોગ્રામ રાખવામાં આવે છે. આવા પ્રોગ્રામો યોજાય તે આવકાર્ય છે પરંતુ સિકકાની બીજી બાજુ એ પણ છે કે, ફિલ્ડમાં રહેતા ટ્રાફીક શાખાના સ્ટાફે પણ કોમનમેન સાથે કેમ વર્તવુ, કેવી વાણી, વર્તુણુકં કરવી તેના પણ કલાસ કે તેઓમાં શિસ્તની અવેરનેશ આવે તેવા પ્રોગ્રામ રાખવા જોઈએ જેથી સામાન્યજન સાથે થતાં ઘર્ષણો, જડવલણ અટકી શકે અને પોલીસની છબી સુધરવા લાગે.
રાજકોટ શહેરમાં બ્રિજ વધ્યા અને ટ્રાફીક પોલીસમાં સ્ટ્રેન્થ (સ્ટાફ) પણ ઘણી વધી. ટ્રાફીક પોલીસને મદદરૂપ બનવા માટે એક હજારથી વધુ ટીઆરબી પણ છે છતાં ટ્રાફીકનો પ્રશ્ન રોજબરોજ વધુને વધુ જટીલ બની રહ્યો છે. પબ્લીકમાં કયાંક ટ્રાફીક સેન્સનો અભાવ અથવા તો ટ્રાફીક બ્રાંચના ફિલ્ડમાં રહેતા સ્ટાફને ટ્રાફીક નિયમન જળવાય એના કરતા અન્ય બાબતો વહીવટમાં વધુ ધ્યાન હશે. ટ્રાફીકના બદલે સાંજ પડે એટલે ચોકકસ આકં અંકે ખીસ્સે પડવો જોઈએ એવા કોઈ મનસુબો હશે. પાંચેય આંગળીઓ પણ સરખી નથી હોતી કેટલાય ટ્રાફીક કર્મીઓ ટીઆરબી એવા પણ હોય છે કે, ધોમધખતા તડકા, ઠંડી કે વરસાદમાં પણ નિ ા સાથે કોઈ લાલસા વિના પોતાની ફરજ બખુબી નીભાવે છે. જે હોય તે પણ અત્યારે રાજકોટમાં ટ્રાફીક ટેરર રોજેરોજ વધુ કઠીન બનવા તરફ છે.
ટ્રાફીક ટેરર કે આ બધા મુળ પાછળ કયાંકને કયાંક ટ્રાફીક નિયમન અભાવ તો હશે પરંતુ ટ્રાફીક બ્રાંચના ઘણાખરા તુંડમીજાજી અથવા તો પરાણે કામ કરતા હોય કે ચોકકસ ગોલ સાથે ફરજ બજાવતા હોય તેવા કર્મચારીઓ, ઉપરીઓ પણ જવાબદાર છે. આવા ઘણા ખરા ફિલ્ડમાં ફરતા કે સર્કલ પર પોઈન્ટ ડયુટી પર રહેતા ટ્રાફીક કર્મીઓની અકકડ વાણી, વર્તુણુકં જ ઘર્ષણનો પર્યાય બની રહે છે.
રાજકોટ શહેર ટ્રાફીક બ્રાંચ અધિકારીઓ દ્રારા પ્રજાને ટ્રાફીક સેન્સની સમજ આવે તે માટેના કેમ્પ, કાર્યક્રમો યોજાતા રહે છે. અવેરનેશ પ્રોગ્રામમાં કોમનમેનને ટ્રાફીક નિયમન, શિસ્ત શિખવવા અધિકારીઓ જતા હોય છે અને શીખ સાથે સમજ આપતા હોય છે. આ બાબત સારી છે લોકોમાં ટ્રાફીક નિયમન પ્રત્યે જાગૃતતા આવશે.
સામાન્યજન તો કદાચ અજાણ કે અજ્ઞાનીન હોય પરંતુ ટ્રાફીક પોલીસને તો જ્ઞાન હોય જ કારણ કે, ફરજ સમયે જ શિસ્ત પોલીસ ડીપાર્ટમેન્ટમાં શીખવાનું હોય છે. રાજકોટમાં સમયાંતરે ટ્રાફીક પોલીસને વાહન ધારકો સાથે માથાકુટ થતી રહે છે. કયારેક તો હાથાપાઈ પર ઉતરી આવે છે. તાજેતરના જ બે ઉદાહરણ જોઈએ તો ગત શનિવારે એસ્ટ્રોન ચોક નજીક ટોઈંગ વાનના કર્મચારીએ સામાન્યજન વાહન ધારક સાથે માથાકુટ કરી જાહેરમાં જાણે કોઈ પ્રવાહીનો નશો કરેલા હોય તે રીતે બોલતો હતો. ખુદ ત્યાં સ્ટાફે દરમિયાનગીરી કરવી પડી.
આવી બીજી ઘટના બે દિવસ પહેલા કોટેચા ચોેક સર્કલ પાસે બની. ટ્રાફીક પોલીસ કાર ધારકને ફડાકા મારતો હોય તેવો વિડીયો વાયરલ થયો. જો કે, આ ઘટનામાં કાર ચાલક અને તેની બહેન સામે પોલીસે લાત માર્યાના આરોપ સાથે ફરજ રૂકાવટનો ગુનો નોંધ્યો હતો. ભલે એ કાર ધારકે લાત મારી હશે પણ ટ્રાફીક પોલીસ પણ ફડાકો મારતા હોય તેવા દ્રશ્યો વિડીયોમાં દેખાયા આવા સરાજાહેર થતા બનાવોથી પોલીસ કાયદો હાથમાં લેતી હોય અથવા તો ખોટું હોય તો પણ વિરોધ ન કરી શકો એવી જનમાનસ પર પોલીસની છાપ ઉભી થાય છે. પોલીસની ઈમેજ ખરડાય છે. ટ્રાફીક પોલીસ સ્ટાફ માટે પણ કોઈ અવેરનેશ પ્રોગ્રામ્સ થાય કે શીખ, શિસ્તના પાઠ, કલાસ લેવામાં આવે તો પબ્લીક સાથે ઘર્ષણ ઘટે અથવા ઈમેજ સુધરે આ દિશામાં અધિકારીઓ વિચારાધીન બને તેવું પ્રબુધ્ધો, શાંત શહેરીજનોનું ચોકકસપણે માનવું હશેે.
કંઈક બને કે ફિકસમાં આવે તો સીધા ફરજ રૂકાવટનું અમોધ શરુ અપનાવે
હાથમાં એના મોંમાની માફક પોલીસ ફરિયાદ નોંધાવવા જાય તો પોલીસ મથકોમાં ફરિયાદ તુરતં જ નોંધાઈ જતી હોય તેવું ચિત્ર છે. હા સત્ય હોય તો અવશ્યપણે પોલીસની ફરિયાદ લેવી જ જોઈએ તેમને પુરો હકક છે. પરંતુ ઘણા ખરા વખતે એવું બને છે કે, અથવા તો ફિકસમાં આવે એટલે પોલીસ જ ઉલ્ટા કોટવાલ કો દાંટેની માફક સીધુ ફરજ રૂકાવટનું હાથવગુ હથીયાર જેવું અમોધ શ અજમાવી દે જેથી એ પોતે સેઈફ થઈ જાય અને સીએમ (કોમનમેન) ઉલ્ટાનો કઠેરામાં (આરોપી બની જાય) આવી જાય. વધુ ફરજ રૂકાવટની ફરિયાદો ટ્રાફીક પોલીસ જ નોંધાવતી હશે આવું કેમ બને છે. એ માટે ઉચ્ચ અધિકારીઓએ પણ મનોમંથન કરવું જોઈએ તેવું જાણકારોનું માનવું છે.
હાજર શુલ્ક ભરવા કરતા વાહન ધારકોને પોલીસની વાણી, વર્તન વધુ ખુંપી જાય છે
ટ્રાફીક નિયમ ભગં કરો કે થાય તો હાજર સમાધાન શુલ્ક (દંડ) ભરવો પણ સામાન્યજન વાહન ધારકની ફરજ છે. કાં તો નિયમબધ્ધ રહેવું જોઈએ અથવા તો નિયમ તોડો તો દડં ભરવો જોઈએ. ઘણા ખરા એવા કિસ્સાઓ બનતા હશે કે ધનાઢય કે શિક્ષીત વર્ગના લોકોથી કયાંય વાહન ભુલથી જાણતા અજાણતા પાર્ક થઈ જાય તો દડં ભરવાથી વાંધો નથી હોતો અથવા તો પોલીસે વાહન ચેકીંગમાં ઉભા રાખે ત્યારે મુશ્કેલી નથી હોતી પરંતુ જે રીતે પોલીસનું વાણી વર્તન થતું હોય તે જાણે કોઈ મોટો ગુનો કર્યેા હોય તેવું હોય છે. તે વધુ ખુંપી જાય છે. આવા કારણોસર પણ પોલીસ સાથે કયાંક ટસલ થતી રહેતી હશે. પોલીસ સ્ટાફમાં બધા પણ સરખા નથી હોેતા ઘણા એવા વિવેકશીલ કે વ્યવસ્થિત વાતચીત કરનારાઓ પણ હોય છે કે, જેમની વાણી વર્તનથી સામેવાળી વ્યકિત દડં આપવામાં અચકાતી નથી. કયારેક તો પોલીસનું જકકી વલણ, જીદ, વ્યવહારૂ સમજ ન દાખવી પણ માથાકુટ ઉભી કરે છે. આફટર ઓલ પબ્લીકે પણ ટ્રાફીક નિયમન માટે પોલીસને સાથ આપવો પડે. એક હાથે તાલી ન પડે એ પણ નિર્વિવાદીત વાત છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેક રિટર્ન કેસમાં રાજમોતી મીલના માલિક સમીર શાહ અને તેના ભાઈને દોઢ-દોઢ વર્ષની સજા ફટકારી
January 09, 2025 01:38 PMજામનગરની બજારમાં પતંગ અને ફિરકીનું ધૂમ વેચાણ, જુઓ શું કહે છે વેપારીઓ
January 09, 2025 12:16 PMરવિનાની દીકરીની ફિલ્મ 'આઝાદ' ટુક સમયમાં પરદા પર આવશે
January 09, 2025 12:14 PMઅભિનેતા રોહિત રોયે વર્ણવી "શૂટઆઉટ એટ લોખંડવાલા" માટે પોતાની વેઈટલોસ જર્ની
January 09, 2025 12:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech