સર ટી હોસ્પિટલની અસુવિધાથી દર્દીઓ ત્રાહિમામ

  • December 08, 2023 06:07 PM 

ભાવનગર સર ટી હોસ્પિટલ વારંવાર વિવાદના વંટોળમાં ઘેરાયેલી જોવા મળે છે. ભાવનગર, બોટાદ અને અમરેલી જેવા ત્રણ જિલ્લાની સૌથી મોટી ગણાતી સર ટી હોસ્પિટલમાં દર્દીઓ પડતી મુશ્કેલી અંગે કોઈપણ જવાબદાર અધિકારી પોતાની જવાબદારી સ્વીકારવા તૈયાર નથી. અને જેનો ભોગ ગરીબ અને માધ્યમવર્ગના દર્દીઓ બને છે. ત્યારે સર ટી હોસ્પિટલમાં દર્દીઓને ભોગવી પડતી વધુ એક સમસ્યા સામે આવી હતી. સર ટી હોસ્પિટલ ખાતે જનરલ ઓપીડી માટે આવતા દર્દીઓને ખુલ્લી જગ્યામાં તડકાંમાં ઉભા રહી અને કલાકો સુધી વારો આવવાની રાહ જોવી પાડે છે. જેને લઇ દર્દીઓ અને તેના સંબંધીઓમાં રોષ ફેલાયો હતો.


ભાવનગરની પ્રજા માટે નેક નામદાર મહારાજા સાહેબ દ્વારા સર તખ્તસિંહજી હોસ્પિટલ અર્પણ કરાઈ હતું. જેમાં લોકોને આરોગ્ય સુવિધા મળી શકે પણ આરોગ્ય વિભાગ દ્વારા સર ટી હોસ્પિટલમાં અનેક સુવિધાઓ નામ માત્ર કરી હોય તેમ હાલ દર્દીઓ હોસ્પિટલની અસુવિધાથી ત્રાહિમામ પોકારી ગયા છે. હોસ્પિટલ ખાતે આવતા દર્દીઓ માટે ઇમર્જન્સી સ્ટ્રેચર અને વ્હીલચેર તૂટેલી હલાતે બિસ્માર બની છે. ત્યારે વધુ એક અસુવિધા સામે આવી હતી.


સર ટી હોસ્પિટલ ખાતે આવતા દર્દીઓને જનરલ ઓપીડી માટે હાલ હોસ્પિટલ ચોકી પાછળ સુવિધા કરવામાં આવી છે. પરંતુ આ સુવિધા લોકો માટે દુવિધા સમાન બની છે. જનરલ ઓપીડી માટે દર્દીઓની લાંબી લાઈનો લાગે છે. જેના લીધે દર્દીઓને બહાર મેદાનમાં ઉભા રહેવું પડે છે. જ્યાં ઠંડી અને તડકાંમાં દર્દીઓ હેરાન થવા મજબુર બન્યા છે. એક તરફ કેસ કઢાવવા માટે મોટી લાઈન અને બીજી તરફ ઓપીડી માટે લાઈનમાં ઉભા રહેવું પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. દર્દીઓને કલાકો સુધી લાઈનમાં ઉભા રહ્યા બાદ વારો આવે છે. જેને લઇ લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.


હોસ્પિટલ ખાતે દર્દીઓને પડતી મુશ્કેલી અંગે સમાજિક આગેવાનો અને રાજકીય આગેવાનો દ્વારા અનેકવાર રજૂઆતો કરી છે. જોકે અનેક આગેવાનો દ્વારા જણાવ્યું હતું. કે અનેકવાર રજુઆત કરવા છતાં સર ટી હોસ્પિટલમાં કોઈ સુવિધા કરવામાં આવતી નથી. અને કોઈપણ અધિકારીઓ આ અંગે જવાબ આપતાં નથી. જેના લીધે દર્દીઓને ભારે હલાકીની સામનો કરવો પડે છે. ત્યારે હવે ભગવાન ભરોસે ચાલતી સર ટી હોસ્પિટલ માટે સરકાર દ્વારા કોઈ સક્ષમ અધિકારી આપવામાં આવે અને હોસ્પિટલમાં ઝડપથી સુવિધાઓ ઉભી કરાઈ તેવી લોકમાંગ ઉઠી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application