સિપાઈ સમાજ ટ્રસ્ટ દ્વારા સમસ્ત મુસ્લિમ સમાજના વિધુર, વિધવા, ત્યકતા, દિવ્યાંગ મહિલા-પુરુષો માટે જીવન સાથી પરિચય સમારોહ રાજકોટ ખાતે યોજાયો...

  • October 02, 2023 01:48 PM 

સિપાઈ સમાજ ટ્રસ્ટ દ્વારા સમસ્ત મુસ્લિમ સમાજના વિધુર, વિધવા, ત્યકતા, દિવ્યાંગ મહિલા-પુરુષો માટે જીવન સાથી પરિચય સમારોહ રાજકોટ ખાતે યોજાયો...

સિપાઈ સમાજ ટ્રસ્ટ દ્વારા તારીખ ૦૧-૧૦-૨૩ ના રોજ રાજકોટ ખાતે જીવન સાથી પરિચય સમારોહ યોજાયો, સાવરકુંડલાના પીર એ તરિક્કત સૈયદી સરકાર હજરત દાદાબાપુની સૂચનાને અનુસરતા સૈયદ  દાદાબાપુની દુઆથી રાજકોટ ખાતે સમસ્ત મુસ્લિમ સમાજનાં વિધુર, વિધવા, ત્યકતા, દિવ્યાંગ પુરુષો, મહિલાઓ માટે જીવન સાથી પરિચય સમારોહનું આયોજન સિપાઈ સમાજ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં ૧૩૮ જેટલા પુરુષો અને મહિલાઓએ ફોર્મ ભરી ભાગલીધો હતો.



આ કાર્યક્રમની શરૂઆત સિપાઈ સમાજ ટ્રસ્ટની પરંપરા મુજબ તીલાવત એ કુરાનેપાક સાદીકભાઈ બેલીમ (ઉપલેટા) દ્વારા કરવામાં આવી, ત્યારબાદ જેના માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું એવા જીવનસાથી પરિચય સમારોહનાં ઉમેદવારો તેમજ તેમની સાથે આવેલ તેમના સગા-સંબંધિઓ તેમજ મહેમાનોનું શબ્દકીય સ્વાગત SSTના મુશર્રફભાઈ મોગલ (રાજકોટ) દ્વારા કરવામાં આવ્યું, સિપાઈ સમાજ ટ્રસ્ટ દ્વારા સમાજલક્ષી  (સમાજ માટે) જે કાર્યો કરવામાં આવે છે, તેની ટૂંકી માહિતી SST ના શાહરૂખખાન પઠાણ (પાલિતાણા) દ્વારા આપવામાં આવી, 



આ કાર્યક્રમનું સંચાલન SST ના આસિફભાઈ સિપાઈ (રાજકોટ), પરવેઝખાન પઠાણ (વલ્લભી પુર), ઇરફાનભાઈ મોગલ (રાજકોટ), દ્વારા કરવામાં આવ્યું.
આ કાર્યક્રમમાં એન્ટ્રી, રજી્ટ્રેશન, યાદી વિગેરે જેવા કાર્યોમાં SSTના મુદ્દસ્સરભાઈ દસાડીયા (ભાવનગર), મોહસીનખાન પઠાણ (ચોટીલા), અશરફ મીરાસૈયદ (વિંછીયા) , રુસ્લેવખાન પઠાણ (ભાવનગર), રાજનભાઈ નાયક (સુરેદ્રનગર), અબ્દુલકાદિરભાઈ ભટ્ટી (પોરબંદર), અમિરખાન પઠાણ (ચોટીલા), અબ્દુલભાઈ કુરેશી (અમરેલી), વસીમભાઈ બેલીમ (ધોળકા), ઈમરાનખાન પઠાણ (બાબરા), રીઝવાનભાઈ કુરેશી, રફીકભાઈ ચૌહાણ (જસદણ), અનિશભાઈ કાઝી (પાલિતાણા), વાહિદભાઈ કુરેશી (જેતપુર), મહમદરફીકભાઈ સમા (જામનગર) વિગેરે કાર્યકર મિત્રો એ પોતપોતાની કાર્યક્રમને લગતી જવાબદારી નિભાવી હતી,

કાર્યકમ માટે રસોઈ બનાવવા તેમજ જમવાની વ્યવસ્થામાં પોરબંદર SST ના શફીભાઈ બેલીમ, અબ્દુલભાઈ, રિઝવાનભાઈ રાઠોડ, ગુલાબભાઈ નાયક, અયુબભાઈ વગેરે કાર્યકરો દ્વારા કામગીરી બજાવી હતી, આ કાર્યક્રમમાં સિપાઈ સમાજ ટ્રસ્ટના અલગ-અલગ ગામોના કાર્યકરો હાજર રહી, પોતાની કાર્યક્રમને લગતી કામગીરી જવાબદારી સાથે મળી નિભાવી હતી, આ કાર્યક્રમમાં રાજકોટ SST ટીમના હુસૈનભાઈ શેખ, પરવેઝભાઈ કુરેશી, હનીફભાઈ મોગલ, આસિફભાઈ બેલીમ, વિગેરે સ્થાનિક કાર્યકરો દ્વારા ભારે જહેમત (કાબિલેદાદ)ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.. આ કાર્યક્રમને લગતી કે જેના વડે આ પ્રોગ્રામને ચાર ચાંદ લાગે છે તે સોશિયલ મીડિયા તેમજ ફોટો, વિડિયોની જવાબદારી SST ઉપપ્રમુખ યુસુફખાન પઠાણ (ભાવનગર) દ્વારા નિભાવી હતી,  સમગ્ર કાર્યક્રમની દેખરેખ, આયોજનલક્ષી માર્ગદર્શન સિપાઈ સમાજ ટ્રસ્ટ (SST) પ્રમુખ ડૉ. અવેશ ચૌહાણ (પોરબંદર) દ્વારા કરવામાં આવ્યું હતું..



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application