સિંગરની અનોખી લવસ્ટોરી: ટ્રેનમાં મુલાકાત થઈને લગ્ન કરી લીધા

  • September 27, 2024 12:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મા-બાપની વાત ન માનનારી અલકા યાગ્નિક આજે જીવે છે એકલા, પ્રોફેશન ના લીધે પતિથી દુર છતાં ખુબ નજીક

90ના દાયકાની ખ્યાતનામ બોલીવુડ સિંગરની લવ સ્ટોરી ખૂબ જ અનોખી છે. તેમને ટ્રેનમાં મળેલા એક બિઝનેસમેન સાથે પ્રેમ થયો, તો તેણે પરિવારની વિરુદ્ધ જઈને લગ્ન કરી લીધા, પણ લગ્નના 4-5 વર્ષ બાદ મા-બાપની ભવિષ્યવાણી સાચી સાબિત થઈ. તે વર્ષોથી પતિથી દૂર રહે છે. દિગ્ગજ ગાયિકા 90ના દાયકામાં હિન્દી સિનેમાની લીડ સિંગર બનીને ઊભરી. તેણે લગભગ 1114 ફિલ્મોમાં 2486 ગીત ગાયા છે. જેનો જન્મ કોલકાતામાં રહેતા એક મધ્યવર્ગીય ગુજરાતી પરિવારમાં 20 માર્ચ 1966માં થયો હતો. પણ તેનું દિલ શિલોંગના એક મોટા બિઝનેસમેન પર આવી ગયું, જેને તે ટ્રેનમાં પહેલી વાર મળી હતી.

અહી અલકા યાગ્નિકની વાત ચાલી રહી છે જેણે 1989માં બિઝનેસમેન નીરજ કપૂર સાથે પરિવાર વિરુદ્ધ જઈને લગ્ન કર્યા હતા. એક્સ કપલને એક દીકરી છે, જેનું નામ સ્યેશા કપૂર છે. ખૂબ જ ઓછા લોકો જાણે છે કે અલકા યાગ્નિક કેટલાય વર્ષોથી પતિથી દૂર એકલા જિંદગી જીવી રહી છે.અલકા ટ્રેનમાં નીરજને મળી હતી. તેમની દોસ્તી ટૂંક સમયમાં પ્રેમમાં બદલાઈ ગઈ. લગ્નની વાત આવી, તો બંનેના પરિવાર વચ્ચે મુલાકાત શરુ થઈ. શરુઆતમાં સિંગરના મમ્મી-પાપાએ તેમના લગ્નનું સમર્થન કર્યું. પણ તેમને થોડા સમયમાં જ અનુભવ થવા લાગ્યો કે, તેમનો આ સંબંધ લાંબો ચાલશે નહીં. કારણ કે બંનેનો વ્યવસાય અલગ હતો.

અલકા યાગ્નિકના લગ્ન પહેલા તેમના પેરેન્ટ્સે ભવિષ્યવાણી કરી હતી કે તેમનો સંબંધ લોંગ ડિસ્ટેંસ રિલેશનશિપ બનીને રહી જશે. જેનાથી તેમનો સંબંધ તૂટવાની આશંકા વધી જશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કપલે મા-બાપની સલાહને નજરઅંદાજ કરતા લગ્ન કર્યા, પણ 4-5 વર્ષ બાદ પેરેન્ટ્સની ચેતવણી સાચી સાબિત થઈ ગઈ.
અલકાનું કરિયર જ્યારે પીક પર હતું, ત્યારે તેણે નીરજ સાથે લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો. અલકાના કરિયરના કારણે નીરજે મુંબઈમાં શિફ્ટ થવાનો નિર્ણય લીધો, પણ તેમનો બિઝનેસ ચાલી શક્યો નહીં.

58 વર્ષની અલકાએ ફરી પતિને પાછા શિલોંગ જઈ પોતાનો બિઝનેસ ચાલું કરવાની સલાહ આપી. સિંગરે મુશ્કેલ સમયમાં પતિને સપોર્ટ કર્યો, જેના કારણે ભૌતિક અંતર વધતું ગયું, પણ આત્મિક અંતર હંમેશા ઓછું થવા લાગ્યું. બંનેની વચ્ચે અંતર હોવા છતાં તેમની વચ્ચે સંવાદ જળવાતો રહ્યો.
અલકા-નીરજની વચ્ચે લગ્ન બાદ પણ લોંગ ડિસ્ટેંસ રિલેશનશિપ છે. બંને વચ્ચે સારી તાલમેલ છે. દરેક સંબંધની માફક તેમની જિંદગીમાં પણ એક એવો ફેસ આવ્યો હતો, જ્યારે તેઓ 3-4 વર્ષથી એક બીજાથી નારાજ રહ્યા. તેમનો સંબંધ આજે એક મિસાલ છે. તેઓ કોઈ આંતરિક મતભેદના કારણે અલગ નથી રહેતા. ફક્ત પ્રોફેશનના કારણે તેમને અલગ રહેવું પડે છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News