માસુમ ફલ જેવા પાંચ મહિનાના પુત્રને તા.૫ જુલાઈના ઝનાના હોસ્પિટલમાં ડોકટરી બેદરકારીથી ખોઈ દેનાર મૂળ બિહારનો અને ગોંડલ નજીક કારખાનામાં કામ કરતો શ્રમિક પરિવાર આજે સવા મહિને પણ પુત્રના મોતના ગુનેગારોને સજા મળે એવી ન્યાયની સરકાર પાસે અપેક્ષા કરી રહ્યો છે. કાળજાના કટકા જેવા પાંચ મહિનાના હસતા રમતા દીકરા રાજ ને ક્ષણભરમાં નજરની સામે તરફડીયા મારતી હાલતમાં આખં મીંચતા જોનાર અને જેની કોખ ઉજળી છે એ જનેતા સોનમબેન અને તેના પતિ બિરેન્દ્ર કુશવાહા બે વર્ષના પુત્રને લઈને આજકાલ દૈનિક ખાતે આવ્યા હતા અને પોતાની વેદના વર્ણવી હતી.
પુત્રના મોતનું દુ:ખ અને ગુનેગારોને સજા ન મળતી હોવાના અફસોસ સાથે દંપતીએ આજકાલના માધ્યમથી જણાવ્યું હતું કે, આજે એક મહિનાથી વધુનો સમય વીતવા છતાં અમને ઇન્સાફ નથી મળ્યો. ૪ જુલાઈના વોર્ડમાં જે નસગના વિધાર્થીએ ઇન્જેકશન આપ્યું એ સમયે મારી પત્ની અને વોર્ડમાં રહેલા બીજા દર્દીઓના સગાએ પણ જોયું હતું, તેને ના પાડવા છતાં ઇન્જેકશન નાસ લેવાના મશીનના બદલે હાથમાં આપ્યું અને એ પછીની મિનિટોમાં જ પુત્રની આંખો ઉંચી ચડી ગઈ હતી અને પત્નીએ ત્યાં હાજર નર્સ બહેનને બોલાવતા ખબર પડી કે ખોટી જગ્યા એ ઇન્જેકશન આપી દેવામાં આવ્યુ છે. અને નર્સએ ડોકટરને બોલાવતા પુત્રને આઈસીયુમાં લઇ જઈ વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યો હતો રાત્રે ડેથ થયું હોવાનું અમને કહેવાયું હતું. જે છોકરાએ ઇન્જેકશન આપ્યું હતું તેને ત્યાંથી ભગાડી દેવામાં આવ્યો હતો એ પહેલા દોડીને અમે તેનો ફોટો પણ પાડી લીધો હતો.
દૂધનું દૂધ અને પાણીનું પાણી જેવા નજર સામે બનેલા બનાવમાં પણ કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી. આજે અમને એવું થાય છે કે, અમે ગુજરાતમાં છીએ અને મજુર છીએ એટલે અમાં કોઈ સાંભળતું નથી કદાચ આ જ બનાવ અમારા બિહારમાં બન્યો હોત તો સરકાર કયારે પગલાં લેશે એ રાહ પણ અમે ન જોઈ હોત. પણ આ ગુજરાત છે એટલે અમારી મજબૂરી છે. અમે શ્રમિક અને બીજા રાયના છીએ એટલે પુરા જવાબ પણ આપવામાં આવતા નથી. જયુબેલી પોલીસ મથકે પૂછવા જાવ છું તો ત્યાં પોલીસ તુમ્હારા લડકા ફાંસી લગા કે મર ગયા એવા જવાબ આપે છે. ત્યારે ન્યાયની વાત તો હજુ અમારા માટે બહત્પ દૂરની વાત છે. અમે ગુજરાત સરકાર પાસે પુત્રના મોતના જવાબદાર એ નસગ વિધાર્થી સામે ફરિયાદ નોંધી કડક સજા આપવામાં આવે એવી અપેક્ષા રાખીએ છીએ
અત્રે ઉલ્લેખનીય છે કે, નિર્દેાષ બાળકને મોતનું ઇન્જેકશન આપનારએ ઢબૂના ઢ વિધાર્થી, પૈસાના જોરે અને રાજકીય વગથી સરકાર અને પોલીસમાં મામલો રફેદફે કરવા માટેના હવાતિયાં મારતી આનદં નસગ કોલેજ અને એ સમયે ફરજ પર બેજવાબદાર રહેનાર લાખના પગારદાર નસિગ સ્ટાફને આજ સુધી કોઈ ઉની આચં આવી નથી. એટલું જ નહીં આજસુધી આ ગરીબ પરિવારને સહાયનું પંચિયું પણ આપવામાં આવ્યું નથી આ કેવી સંવેદના ? ત્યારે આજે ભ્રષ્ટ્રાચારી અને ગુનેગારોને છાવરતી ખોખલી સિસ્ટમથી થાકેલો પરિવાર આજકાલ દૈનિક ના માધ્યમથી સરકાર પાસે ન્યાયની અપેક્ષાએ આવ્યો હતો
એક કલાક માટે વોર્ડમાં મોકલેલા નસગ કર્મીને છૂટો કરી દેવાયો
જે દિવસે બનાવ બન્યો એ દિવસે આઉટ સોર્સ હેઠળ નસગ કર્મચારી તરીકે ફરજ બજાવતો જુનેદ ડાકોરા નામનો કર્મી પીઆઈસીયુ વિભાગમાં ફરજ પર હતો. પરંતુ વોર્ડમાં ફરજ પરના નસગ કર્મચારી ફીડીગ માટે જતા ઇન્ચાર્જના આદેશથી જુનેદ બાળક જે વોર્ડમાં દાખલ હતું એ વોર્ડમાં એક કલાક માટે ગયો હતો. બાળકને ઇન્જેકશન આપવામાં આવ્યું ત્યારે પોતે એ જગ્યાએ પણ નહતો એમ છતાં આઉટ સોર્સના નિર્દેાષ કર્મચારીને છૂટો કરી દેવામાં આવ્યો હતો. ત્યારે કાયમી નસગ કર્મચારીઓ ઉપર હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી
સરકારમાં રિપોર્ટ મોકલ્યોને મહિનો થશે, કાર્યવાહીની રાહ
ગંભીર બનાવના પગલે હોસ્પિટલના ડોકટર્સની એક તપાસ કમિટી રચવામાં આવી હતી અને તપાસ કમિટીએ બનાવ સમયેના ડુટી પરના સિનિયર–જુનિયર તબીબો,નસગ સ્ટાફ સહિતના નિવેદનો નોંધી રિપોર્ટ સરકારમાં મોકલ્યો એને પણ મહિનો થશે. આ ઘટનાના બીજા જ દિવસે છૂટી કરવામાં આવેલી આઉટ સોર્સની નસગ કર્મચારી પણ સ્વિકારી રહી છે કે પોતાના કહેવાથી જ વિધાર્થી પિન્ટુએ બાળકને ઇન્જેકશન આપ્યું હતું. દૂધનું દૂધ અને પાણીનું પાણી જેવા બનાવમાં પણ માસુમ ફલના મોતના જવાબદારો સામે પગલાં લેવામાં સરકાર રાહ જોઈ રહી છે તો આ જોતા પરિવારને ન્યાયની આશા કદાચ કુદરત પાસે જ રાખવી પડે તેમ લાગી રહ્યું છે
રોગી કલ્યાણ સમિતિ અને કોલેજમાંથી સહાય આપવામાં આવે
કેટલીક માનવસર્જિત કે કુદરતી દુર્ઘટનામાં સરકાર દ્રારા મુખ્યમંત્રી રાહત ફડં સહિતમાંથી સહાયની જાહેરાત કરવામાં આવે છે. ત્યારે મજૂરી કામ કરી પેટિયું રડતા શ્રમિક પરિવારના માસુમ સ્વસ્થ પુત્રને સરકારી હોસ્પિટલમાં નસગ સ્ટાફની બેજવાબદારીથી આનદં નસગ કોલેજના વિધાર્થીએ મોતનું ઇન્જેકશન આપી દેતા બાળકનું મોત થયું હતું. આ બનાવમાં ઝનાના હોસ્પિટલ મેનેજમેન્ટની પણ એટલી જ જવાબદારી ફિકસ થાય છે. ત્યારે માસુમ પુત્રને ગુમાવનાર પરિવારને આરોગ્ય કમિશનર અને કલેકટરના અધ્યક્ષ સ્થાન હેઠળની રોગી કલ્યાણ સમિતિમાંથી અને કોલેજની પણ જવાબદારી ફિકસ કરી દંપતીનું બીજુ સંતાન ઉવળ ભવિષ્ય જોઈ શકે માટે સહાય ચુકવવામાં આવે તે જરી છે
તપાસ કમિટી સામે વિધાર્થીને હાજર ન રખાયો
સિવીલના ડોકટર્સની તપાસ કમિટીએ વન ટુ વન નિવેદન નોંધ્યા હતા. ઇન્જેકશન આપનાર વિધાર્થી આનદં નસગ કોલેજનો હોવાથી કોલેજ મેનેજમેન્ટને પણ નિવેદન માટે બોલાવતા ત્યાંથી ટયુટરને મોકલવામાં આવ્યા હતા. કમિટીએ વિધાર્થીનું પૂછતાં ટયુટરએ કોલેજનો લેટર બતાવ્યો હતો અને તેની સાથેના ત્રણ વિધાર્થીને સસ્પેંડ કરી દીધા હોવાનું કહી નાલાયકી બતાવી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપિતરાઇ બહેનની ખોટી સહી કરી ૪૦ લાખની લોન મેળવી લીધી
January 24, 2025 03:31 PMભુણાવા નજીક હિટ એન્ડ રન: વાહનની ઠોકરે યુવકનું મોત
January 24, 2025 03:29 PMવકફ બિલના મામલે જેપીસી બેઠકમાં હોબાળો, ૧૦ વિપક્ષી સાંસદ સસ્પેન્ડ
January 24, 2025 03:26 PMSMCની હેટ્રીક: રાજકોટ, આટકોટમાંથી પોણા કરોડનો દારૂ ઝડપાયો
January 24, 2025 03:21 PM26 જાન્યુઆરીએ બનાવો આ 5 ત્રિરંગા વાનગી, ફક્ત બાળકો જ નહીં વડીલો પણ થશે ખુશ
January 24, 2025 03:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech