ધો.10 અને 12નું પરિણામ તૈયાર તારીખ મુદ્દે અધિકારીઓનું મૌન

  • April 26, 2024 12:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ચૂંટણીના લીધે ધોરણ ૧૦ અને ૧૨નું પરિણામ વહેલું તૈયાર કરી દેવામાં આવ્યું છે પરંતુ પરિણામની તારીખ જાહેર કરવામાં શિક્ષણ બોર્ડના અધિકારીઓએ મૌન સેવી લીધું છે. બીજી તરફ બોર્ડના સૂત્રોએ એવું કહ્યું હતું કે, ગ્રીન સિલ મળશે એટલે તુરતં જ પરિણામ જાહેર કરી દેવામાં આવશે અમે તમામ તૈયારીઓ પૂર્ણ કરી ચૂકયા છીએ.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્રારા લેવામાં આવેલી ધો.૧૦ અન ૧૨ની પરીક્ષાનું પરિણામ હાલમાં તૈયાર કરી દેવામાં આવ્યું છે. બોર્ડ દ્રારા પરીક્ષા સમિતિની બેઠક મળી હતી,જેમાં ચૂંટણી પંચની મંજૂરી માગવામાં આવી હતીબોર્ડના સૂત્રો જણાવે છે કે પરિણામ તૈયાર છે,યારે મંજૂરી મળે તો પરિણામ જાહેર કરાશે. જોકે, ચૂંટણી પછી પરિણામ જાહેર કરવા અંગે કોઇ સ્પષ્ટ્રતા કરવા તૈયાર નથી. અન્ય રાયોમાં બોર્ડના પરિણામ જાહેર કરી દેવાયા છે ત્યારે હવે ગુજરાતમાં ચૂંટણી પહેલા પરિણામ જાહેર કરાશે કે કેમ તે અંગે પ્રશ્નો ઉભા થયા છે.


ચૂંટણીને ધ્યાનમાં રાખીને ધો.૧૦ અને ૧૨ની પરીક્ષાઓ ૧૧મી માર્ચથી શ કરીને ૨૨મી માર્ચે પૂરી કરી દેવામાં આવી હતી. ધો.૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષા પણ ૨૬મી માર્ચના રોજ પૂરી કરી દેવામાં આવી હતી. ચૂંટણીને કારણે વહેલું પરિણામ જાહેર કરવું પડે તેવી શકયતાને પગલે બોર્ડ દ્રારા પરીક્ષા પૂરી થાય તેની સાથે જ ઉત્તરવહી મૂલ્યાંકનની કામગીરી શ કરી દેવામાં આવી હતી. ઉત્તરવહી ચકાસણી બાદ માર્કસની ડેટા એન્ટ્રી માટે પણ એકસાથે ૫૦૦ ઓપરેટરને કામગીરી સોંપવામાં આવી હતી. સૂત્રો કહે છે કે, ધો.૧૨ સાયન્સનું પરિણામ સૌથી પહેલા તૈયાર કરી દેવામાં આવ્યું છે.
ધો.૧૦ અને ૧૨ સામાન્ય પ્રવાહના પરિણામની કામગીરી પણ આખરી તબક્કામાં છે. એટલે કે, મોટાભાગની કામગીરી પૂરી કરી દેવામાં આવી છે.
તાજેતરમાં બોર્ડ દ્રારા પરિણામ જાહેર કરવા માટે ચૂંટણી પંચની મંજૂરી માગવામાં આવી હોવાની વિગતો પણ બહાર આવી હતી. વહેલુ પરિણામ જાહેર કરવાની તમામ કવાયત કર્યા બાદ પણ પરિણામ ગત વર્ષની જેમ જ મેના પહેલા અથવા બીજા સપ્તાહમાં જ જાહેર થાય તેવી શકયતા છે. સૂત્રો કહે છે કે, લીલીઝંડી મળે તો ગમે ત્યારે ધો.૧૨ સાયન્સનું પરિણામ જાહેર કરી દેવામાં આવે તેવી તૈયારી રાખવામાં આવી છે. ચૂંટણીને કારણે વહેલું પરિણામ જાહેર કરી દેવામાં આવે તો કેટલાક વાલીઓ પ્રવાસે કે ફરવા જતાં રહે તો મતદાનને અસર થાય તેવી આશંકાના પગલે પરિણામ તૈયાર હોવા છતાં જાહેર કરવામાં વિલબં કરવામાં આવી રહ્યો હોવાની ચર્ચાઓ પણ શરૂ થઇ છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application