સિહોર ઈઈંઈ ૪ કરોડનાં ખર્ચે એક વર્ષમાં જ અધતન હોસ્પિટલ બનશે

  • September 12, 2024 05:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજાશાહી સમય ૧૯૨૨માં  બનેલી સિહોરની સરકારી હોસ્પિટલને અધતન બનાવવાનું મુહર્ત  આવ્યું છે. ૧૦૨ વર્ષથી અડીખમ ટકેલી ઇમારતનો હવે જીર્ણેાદ્ધાર થવા જઈ રહ્યો છે. રાજાશાહી સમય માં બનેલ મજબૂત સરકારી હોસ્પીટલનું બાંધકામ અને સવલતો હવે વૃદ્ધ થતી દેખાવા લાગી હોય  ફરી અધતન પ આપવા અગાઉ અનેકો વખત રજુઆત થઈ હતી. જેતે સમયે હોસ્પિટલ મુખ્યદાતા અને ભામાસા તરીકે સ્વ પ્રાગજીભાઈ ઝવેરચંદભાઈ ના પિતા સ્વ.ઝવેરચદં રામજીભાઈ શાહ તેમજ સ્વ.ચંચળબેન પ્રાગજીભાઈ શાહ એ  સરકાર ને સને ૨૦૧૪ માં સિહોર સુધરાઇ હસ્તક તે સમયે .૫૧૦૦૧નું અનુદાન સાથે  પાર્વતીબેન હોસ્પિટલ ના નામે કરવામાં આવેલ જે આજસુધી  સરકારી હોસ્પિટલ આ નામની તકતી પણ યથાવત છે.
આ હોસ્પિટલ માં ૧૦૦ વર્ષ થી બાંધકામ યથાવત છે ત્યારે અને આ બુઝર્ગ હોસ્પિટલ ને વખતો વખત રીનોવેશન કરી સેવાઓ ચાલુ જ રહેતી.યારે આ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ને આધુનિક કાર્યવત કરવા માટે સરકારશ્રી મારફતે ૩૦ બેડ ની હોસ્પિટલ માટે આશરે ૪ કરોડ જેટલી ગ્રાન્ટ ફાળવવા માં આવેલ છે. જે પી. આઇ યુ (ઙઈં) ભાવનગર ના ઇજનેર મારફતે હોસ્પિટલ ની કામગીરી પૂરી કરવામાં આવશે.જે આશરે ૧ વર્ષ જેટલા વર્ષ સમય મર્યાદા માં હોસ્પિટલ ના પ માં કાર્યરત થશે. આ સમય દરમિયાન હોસ્પિટલ ની બાજુમાં વહીવટી ઓફિસ અને પાછળ ના ભાગમાં કવાટર્સ તેમજ નંદલાલ મૂળજી ભૂતા ટ્રસ્ટ દ્રારા સેવાયજ્ઞ માં  સહકાર મળેલ તેમાં મો પણ ફાળવવામાં આવશે. જે જગ્યા ઉપર ઓપીડી –ઇમરજન્સી સેવાઓ ડ્રેસિંગ વિભાગ વિવિધ વિભાગોની સેવાઓ માટે કાર્યરત થશે અને ભૂતા હોસ્પિટલ માં ી વિભાગ પ્રસુતિ  વિભાગ હાથ ધરવામાં આવશે. સોનોગ્રાફી મશીન સરકાર તરફથી સરકારી હોસ્પીટલ ખાતે ફાળવવા માં આવેલ છે જેથી વધુ બે મો માટે ભૂતા હોસ્પિટલ પાસે માંગણી પણ કરવા માં આવેલ છે.જે વધુ માં વધુ સુવિધાઓ આરોગ્ય ક્ષેત્રે મળે તે માટે અમારા લેવલે પણ વડી કચેરીને ગાયનેક ડોકટર ની જગ્યા તાત્કાલિક ભરવા માટે વિનંતી કરી અને જગ્યા ભરાય તેવા પ્રયત્ન કરવામાં આવશે.જે અંગે સિહોર સરકારી હોસ્પિટલ ના સુપ્રિ.મેડિકલ અધિકારી બિનાબેન તેમજ કલાર્ક ઓફિસ ના આનંદભાઈ ભટ્ટ દ્રારા સતત મહેનતના ફળ પે  મંડાણ થયા છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application