BREAKING NEWS

પોલીસ તંત્રમાં મોટાપાયે ફેરબદલીના મળી રહેલા સંકેત

  • May 14, 2026 02:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગઈકાલે રાયના આઈએએસ અધિકારીઓની બદલી મોટાપાયે બદલી થતાં હવે ગુજરાત રાયના પોલીસ વિભાગમાં ટૂંક સમયમાં મોટા પાયે પ્રશાસનિક ફેરફારો થવાની શકયતા સેવાઈ રહી છે. રાય સરકાર દ્રારા વરિ આઈપીએસ અધિકારીઓની કામગીરીની સમીક્ષા અને હાલની ખાલી જગ્યાઓને ભરવા માટે બદલીનો ગંજીપો ચીપવામાં આવે તેવી પ્રબળ સંભાવના છે. ખાસ કરીને રાજકોટ, અમદાવાદ અને સુરત જેવા મોટા શહેરોમાં પોલીસ અધિકારીઓની ફેરબદલીને લઈને સચિવાલયના ગલિયારાઓમાં ચર્ચાઓ તેજ બની છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, રાયમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદ્રઢ બનાવવા અને ગુનાખોરી પર અંકુશ મેળવવા માટે અનુભવી અધિકારીઓને મહત્વના સ્થાનો પર મૂકવાની યોજના છે. લાંબા સમયથી એક જ જગ્યાએ ફરજ બજાવતા અધિકારીઓ તેમજ જે અધિકારીઓને તાજેતરમાં પ્રમોશન મળ્યા છે, તેમને નવી જવાબદારીઓ સોંપવામાં આવશે. ખાસ કરીને સ્થાનિક સ્વરાયની ચૂંટણીઓ બાદ હવે પ્રશાસનિક તંત્રને વેગ આપવા માટે સરકાર એકશન મોડમાં જણાઈ રહી છે.
રાજકોટમાં તાજેતરની કેટલીક ઘટનાઓ અને વહીવટી જરિયાતોને
જોતા ત્યાં નવા પોલીસ કમિશ્નર કે અન્ય વરિ અધિકારીઓની નિમણૂક અંગે વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.
આ ઉપરાંત અમદાવાદ, વડોદરા અને સુરત જેવા મહત્વના પોલીસ કમિશ્નરેટમાં પણ ખાલી પડેલી જગ્યાઓ અને બદલીના આદેશો આગામી દિવસોમાં આવી શકે છે. બદલી પ્રક્રિયામાં કાયદો–વ્યવસ્થાની જાળવણી અને પ્રશાસનિક પારદર્શિતાને મુખ્ય આધાર બનાવવામાં આવશે. હજુ સુધી કોઈ સત્તાવાર યાદી જાહેર કરવામાં આવી નથી, પરંતુ સૂત્રોનું માનવું છે કે ચાલુ મહિનાના અતં સુધીમાં અથવા આગામી પખવાડિયામાં ટ્રાન્સફર ઓર્ડર પ્રસિદ્ધ થઈ શકે છે. કેટલાક અધિકારીઓને સાઈડ પોસ્ટિંગમાંથી મુખ્ય પ્રવાહમાં લાવવામાં આવે તેવી પણ શકયતા છે. આ સંભવિત ફેરબદલીને પગલે પોલીસ બેડામાં ભારે ઉત્તેજના જોવા મળી રહી છે. સરકારના આ નિર્ણયથી આગામી સમયમાં રાયની સુરક્ષા વ્યવસ્થામાં મોટા પરિવર્તનો જોવા મળી શકે છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application