ચાલુ સિઝનમાં મગફળીનું અત્યાર સુધીનું વિક્રમ જનક કહી શકાય તેટલું 43 લાખ ટન આસપાસ ઉત્પાદન થયા પછી હજુ ખેડૂતોના ઘરમાં મોટા પ્રમાણમાં મગફળી પડી છે. ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળીની ખરીદી કર્યા પછી 13 લાખ ટન જેટલો મોટો સ્ટોક સરકાર પાસે પડ્યો છે. આ બંને મહત્વની બાબતોને કારણે મગફળીના ભાવમાં વધારો થતો નથી. ખેડૂતો આ વખતે ઉનાળુ વાવેતરમાં મગફળીમાં ખાસ રસ ધરાવતા નથી અને તેના કારણે ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે 6 ટકા જેટલું ઓછું વાવેતર મગફળીનું થયું હોવાનું કૃષિ વિભાગના સત્તાવાર સાધનો જણાવી રહ્યા છે.
કૃષિ વિભાગના સત્તાવાર સાધનોના જણાવ્યા મુજબ મગફળીના વિપુલ ઉત્પાદનના કારણે આખી સિઝનમાં સિંગતેલના ભાવ દબાયેલા રહ્યા છે એટલું જ નહીં છેલ્લા ચાર વર્ષના ભાવની સરખામણીએ વિક્રમજનક રીતે નીચા રહ્યા છે, ખેડૂતોએ પણ પોતાની મગફળી ઓછા ભાવે વેચવાના બદલે ગામેગામ ટચૂકડી ઓઇલ મિલો શરૂ કરીને ખાદ્યતેલનું ઉત્પાદન શરૂ કર્યું હતું અને વધુ ભાવ મેળવ્યા છે.
મગફળીની સમગ્ર બજાર અત્યારે માલ બોજનો સામનો કરી રહી છે. દાણા બજારમાં પણ સીંગદાણાની ખાસ ડિમાન્ડ નથી. આ બધી બાબતોને ધ્યાનમાં રાખી મગફળીનું વાવેતર ઉનાળું સિઝનમાં છ ટકા ઓછું થયું છે. ગયા વર્ષે મગફળીનું વાવેતર 56,205 હેક્ટરમાં થયું હતું જે આ વખતે ઘટીને 53,335 હેક્ટરમાં થયું છે.
આ વર્ષે ખેડૂતો કઠોળના ઉત્પાદન તરફ વધુ વળ્યા છે. કઠોળમાં પણ મગ અને અડદનું વધુ વાવેતર થયું છે. ઉનાળુ વાવેતરમાં કઠોળમાં દાગી થવાનો ભય રહેતો નથી અને તેના કારણે આ વર્ષે મગનું વાવેતર 29% અને અડદનું વાવેતર 39 ટકા ગયા વર્ષ કરતા વધુ થયું છે.
ખેડૂતોના જણાવ્યા મુજબ જીરૂની કાપણી મોડી થઈ છે અને અમુક જગ્યાએ કપાસનો ફાલ પણ મોડો નીકળતા ઉનાળુ વાવેતરમાં થોડો વિલંબ થયો છે. જોકે આમ છતાં અત્યાર સુધીમાં ગયા વર્ષની સરખામણીએ વાવેતર વિસ્તાર વધ્યો છે અને હવે તેમાં ખાસ મોટો ફેરફાર થાય તેવું ન લાગતું નથી ગયા વર્ષે 11.06 લાખ ટન હેક્ટરમાં ઉનાળુ પાકોનું વાવેતર થયું હતું જે આ વર્ષે 11.25 લાખ હેક્ટર માં વાવેતર થયું છે.
તલના વાવેતરમાં પણ ખેડૂતોએ આ વખતે વધુ રસ લીધો છે. ગયા વર્ષે 1.3 લાખ હેકટરમાં તલનું વાવેતર થયું હતું પરંતુ આ વખતે તે વધીને 1.19 લાખ એક્ટર થયું છે. સફેદ તલના સારા ભાવ મળતા હોવાથી તેનું વાવેતર સરેરાશ કરતાં ત્રણ ટકા વધુ થયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમીષાનો બિકીની લુક વાયરલ, લોકોએ ફૂલેલું પેટ જોઈ કહ્યું વગર લગ્ને પ્રેગનન્ટ?
April 19, 2025 11:49 AMકો-સ્ટાર્સના કારણે ફિલ્મ કરવાની ના પા ડી અને પછી ફિલ્મોએ રચ્યો ઇતિહાસ
April 19, 2025 11:48 AMTCS કંપની અમારી સાથે ભેદભાવ અને ભારતીયોની તરફેણ કરે છેઃ અમેરિકન કર્મચારીઓનો ચોંકાવનારો આક્ષેપ
April 19, 2025 11:45 AMકેસરી ચેપ્ટર 2 નું ધીમું ઓપનીંગ, રજામાં દર્શકો નહી મળે તો સફર મુશ્કેલ
April 19, 2025 11:43 AMરખડતા કૂતરાઓનો આતંક: ૩ વર્ષમાં દેશભરના 94 લાખ લોકો શિકાર બન્યા
April 19, 2025 11:42 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech