મોટી સંખ્યામાં વૃક્ષો દતક લેવાયા
ખંભાળિયા શહેરમાં તથા આસપાસના વિસ્તારમાં 2000 વૃક્ષોની હરિયાળી ઉભી કરવા માટે ગ્રીન ખંભાળિયા સંસ્થા દ્વારા ભગીરથ કાર્ય કરવામાં આવી રહ્યું છે. જેમાં શહેર તથા આસપાસના વિસ્તારોના તબીબો, વિવિધ એસોસિયેશન, આગેવાનો સહિત સૌ કોઈ વ્યક્તિઓ દ્વારા નોંધપાત્ર સહયોગ સાંપળી રહ્યો છે.
આ ઝુંબેશમાં અહીંની મહિલા સંસ્થાઓ પણ આગળ આવી છે. ખંભાળિયા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને રઘુવંશી અગ્રણી જેમિનીબેન મોટાણીના વડપણ હેઠળ ચાલી રહેલી સંસ્થા રઘુવંશી મહિલા મંડળ બહેનોના સહયોગથી કુલ 60 વૃક્ષો દતક લેવાની જાહેરાત કરવામાં આવી છે. આ સહયોગમાં રઘુવંશી મહિલા મંડળના પ્રમુખ અલકાબેન મોદી, સેક્રેટરી હેતલબેન સવજાણી, ટ્રેઝરર બ્રિન્દાબેન બરછા વિગેરેનો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.
આ ઉપરાંત ખંભાળિયા મહિલા મંડળ દ્વારા પાંચ તેમજ લેડીઝ ચેમ્બર ઓફ કોમર્સના બહેનો દ્વારા પણ ચાર વૃક્ષો દતક લેવાનો સહયોગ મળ્યો છે. જેને નગરજનોએ બિરદાવી સંસ્થા દ્વારા આભાર વ્યક્ત કરાયો છે.
આ વચ્ચે મહત્વની બાબતો એ છે કે ખંભાળિયામાં 2000 વૃક્ષોના ટાર્ગેટને સિદ્ધ કરવા ગ્રીન ખંભાળિયાને સફળતા મળી રહી છે. ત્યારે આગામી નજીકના ભવિષ્યમાં આ અંગેની કામગીરી શરૂ કરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech