ગીર સોમના જિલ્લાના ૧૨ નોટિફાઈડ કેન્દ્રો પર સાઈનબોર્ડ લગાડવામાં આવ્યા

  • June 01, 2024 11:01 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગીર સોમના જિલ્લ ો લાંબો દરિયાકિનારો ધરાવે છે. અનેક માછીમારોની રોજીરોટી દરિયા પર આધારિત છે ત્યારે, સુરક્ષા અને સલામતીની દ્રષ્ટિએ તેની ગંભીરતા ધ્યાનમાં લઈને જિલ્લ ા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા ફિશ લેન્ડિંગ પોઈન્ટની હદ નક્કી કરવામાં બાબતે ફિશરિશ વિભાગને સૂચના આપવામાં આવી હતી. તે અન્વયે કલેક્ટરએ વેરાવળ-૨ (રણબારા) બંદર પર ચાલતી કામગીરી તેમજ નોટિફાઈડ કેન્દ્રો પર સાઈનબોર્ડ સહિતની કામગીરીનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું.
​​​​​​​
દરેક બંદર વિસ્તારમાં ફિશ લેન્ડિંગ પોઈન્ટની હદનું સુરક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વ હોય છે. તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને જાનહાની તી અટકે તેમજ માછીમારોને પણ અક્ષાંશ-રેખાંશની જાણ ાય તે માટે જિલ્લ ા કલેક્ટર  દિગ્વિજયસિંહ જાડેજાની સૂચનાી સુરક્ષાની દ્રષ્ટિએ જરૂરી એવાં જિલ્લ ાના અલગ-અલગ ૧૨ નોટિફાઈડ કેન્દ્રો ઉપર સાઈનબોર્ડ લગાવવામાં આવ્યાં છે.
ઉલ્લ ેખનીય છે કે, ગુજરાત સરકારના કૃષિ અને સહકાર વિભાગના તા.૨૨-૧૧-૨૦૧૬ ના જાહેરનામા ક્રમાંક નંબર જીએચકેએચ-૧૧૭-૨૦૧૬-એફડીેએકસ-૧૫૨૦૧૫-૮૭૯-ટી અનુસાર ગીર સોમના જિલ્લ ાના ૧૨ કેન્દ્રો નોટિફાઈડ જાહેર કરવામાં આવેલાં છે.
કલેક્ટરની સૂચનાી ફિશરિઝ ખાતા દ્વારા વેરાવળ, જાલેશ્વર, હિરાકોટ, સુત્રાપાડા, માઢવાડ, મૂળ દ્વારકા, ધામળેજ, નવાબંદર, રાજપરા અને સીમર બંદરો ઉપર માછીમારોની જાણકારી માટે અને સુરક્ષાની દ્રષ્ટિએ જરૂરી એવા ૧૨ સાઈનબોર્ડ જિલ્લ ાના અલગ-અલગ જાહેર કરવામાં આવેલા ૧૨ નોટિફાઈડ કેન્દ્રો ઉપર લગાડવામાં આવ્યાં છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application