પહેલી ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવેલા મોદી સરકારના વચગાળાના બજેટમાં માલદીવને આપવામાં આવતી મદદમાં કાપ મુકવામાં આવ્યો છે. ૨૦૨૩ના બજેટમાં સરકારે માલદીવ માટે ૪૦૦ કરોડ રૂપિયા ફાળવ્યા હતા પરંતુ બાદમાં આ સહાય વધારીને ૭૭૦ કરોડ રૂપિયા કરી દેવામાં આવી હતી. પરંતુ આ વર્ષે રજૂ કરાયેલા વચગાળાના બજેટમાં આ મદદ ઘટાડીને ૬૦૦ કરોડ રૂપિયા કરવામાં આવી છે. આનો અર્થ એ થયો કે ભારત દ્વારા માલદીવને આપવામાં આવતી વિકાસ સહાયની રકમમાં ૨૨ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. ભારત સહાય ઘટાડશે તો ચીન તેને વધુ સહાય આપશે એ હકીકત છે એટલે માલદીવ્સને ચિંતા નથી પણ અત્યાર સુધી ચીનનો એવો રેકોર્ડ રહ્યો છે કે જે નાના દેશને ચીને સહાય આપી છે એને વ્યાજના ચક્કરમાં ફસાવીને બરબાદ કરી નાખ્યા છે. માલદીવ્સણી બાજુમાં જ આવેલા શ્રીલંકાનો દાખલો તાજો જ છે. ભારત માલદીવમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સમાં મદદ કરી રહ્યું છે. પરંતુ વર્તમાન રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ સત્તામાં આવતાની સાથે જ ભારત સાથે માલદીવના સંબંધો બગડવા લાગ્યા. એવું માનવામાં આવે છે કે રાષ્ટ્રપતિ મુઈઝ્ઝુની પાર્ટી ચીન તરફ ઝુકાવ ધરાવે છે. રાષ્ટ્રપતિની ચૂંટણીના પ્રચાર દરમિયાન તેમની પાર્ટીએ ’ઇન્ડિયા આઉટ’નો નારો આપ્યો હતો. આ પછી, મોદીની લક્ષદ્વીપની મુલાકાત અને તે પછીના વિવાદને કારણે ભારત અને માલદીવ વચ્ચેના સંબંધોમાં તણાવ વધુ ઘેરો બન્યો. આ તણાવ વચ્ચે મુઈઝ્ઝુએ ચીનની મુલાકાત લીધી હતી. મુઈઝ્ઝુએ સત્તા સંભાળતાની સાથે જ તેમનો પહેલો આદેશ ભારતીય સૈનિકોને પાછો ખેંચવાનો હતો. તેમણે કહ્યું હતું કે ભારતીય સૈનિકોને ૧૫ માર્ચ સુધીમાં પરત મોકલી દેવામાં આવશે. હાલ માલદીવમાં ભારતના ૭૭ સૈનિકો હાજર છે. ભારતીય સેનાના બે હેલિકોપ્ટર અને એક એરક્રાફ્ટ છે, જેનો ઉપયોગ કુદરતી આફતો દરમિયાન લોકોને મદદ કરવા માટે ઘણી વખત કરવામાં આવ્યો છે. પરંતુ માલદીવની મુઈઝ્ઝુ સરકાર તેને દેશની સાર્વભૌમત્વ માટે ખતરો માને છે. માલદીવને આપવામાં આવેલ ૬૦૦ કરોડ રૂપિયા ભારત દ્વારા કોઈપણ દેશને આપવામાં આવેલી ત્રીજી સૌથી મોટી મદદ છે. ભારતે વર્ષ ૨૦૨૩-૨૪ માટે માલદીવ માટે ૭૭૦ કરોડ રૂપિયા ફાળવવાનું નક્કી કર્યું હતું. આ ૨૦૨૨-૨૩ માટે આપવામાં આવેલી રૂ. ૧૮૩.૧૬ કરોડની સહાય કરતાં ૩૦૦ ટકા વધુ છે. પરંતુ વચગાળાના બજેટમાં ભારતે માલદીવને મળતી મદદમાં ઘટાડો કર્યો છે અને શ્રીલંકા, મોરેશિયસ, સેશેલ્સ અને આફ્રિકન દેશોની મદદ વધારી છે. મુઈઝ્ઝુ સરકારે જે રીતે ભારતનો વિરોધ કર્યો છે તેનાથી ભારતને આશ્ચર્ય થયું છે. ભારતને આવા કડક વલણની અપેક્ષા નહોતી. મુઈઝ્ઝુએ ન માત્ર ભારત વિરુદ્ધ કડક પગલાં લીધા, પરંતુ રાષ્ટ્રપતિ બન્યા પછી તેણે તુર્કી અને ચીનની મુલાકાત લઈને ભારત વિરોધી ભાવનાઓને વધુ ભડકાવી.મુઈઝઝુ માત્ર દેશની અંદર પોતાના સમર્થકોને ખુશ કરવા માટે આવું કરી રહ્યા હતા. તેથી ભારતની પ્રતિક્રિયા સ્વાભાવિક છે. ભારતે સહાયમાં કાપ મૂકીને આનો સંકેત આપ્યો છે. ભારત સરકારનું વલણ જરા પણ બદલાયું નથી. ભારત માલદીવ સાથેના સંબંધોને લઈને કોઈ પ્રતિકૂળ પગલું ભર્યું હોય તેવો કોઈ સંકેત આપવા માંગતું નથી. મોદી સરકાર કેટલાક ધીમા પગલા લેવા માંગે છે. તેથી, સંભવ છે કે માલદીવને આપવામાં આવતી સહાયમાં વચગાળાના બજેટમાં ઘટાડો કરવામાં આવ્યો હોય પરંતુ તે સંપૂર્ણ બજેટમાં વધી શકે છે. ત્યાં સુધીમાં સંબંધોમાં થોડો સુધારો થાય તો મદદ વધી શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશ્રીલંકાની સરકારે ગૌતમ અદાણી સાથેનો વીજ ખરીદી કરાર આ કારણથી કર્યો રદ્દ
January 24, 2025 07:43 PMજામનગરના આકાશમાં આવતીકાલ તા.૨૫ તથા તા.૨૬મી જાન્યુઆરીના રોજ સર્જાશે અદ્ભુત દ્રશ્યો
January 24, 2025 07:12 PMમહાકુંભ મેળામાં જતા યાત્રિકો માટે ખુશખબર: પશ્ચિમ રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેનોમાં વધારાના કોચ
January 24, 2025 07:03 PMસિવિલ મેડિસિટી બની મેડિકલ ટુરિઝમનું કેન્દ્ર: આંતરરાષ્ટ્રીય સ્તરે જટિલ સર્જરી સફળતાપૂર્વક સંપન્ન
January 24, 2025 07:02 PMનળ સરોવરમાં પક્ષીઓની ગણતરી, 25 અને 26 જાન્યુઆરીએ પ્રવેશ બંધ
January 24, 2025 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech